SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આશય એ છે કે “સન્નિહિતોપકારકત્વનો ‘નજીકમાં જેને ઉપકારક છે તેને સન્નિહિતોપકારક કહેવાય છે અને તેમાં સન્નિહિતોપકારકત્વ રહે છે. આ પ્રમાણે અર્થ કરવાથી શુભઉપયોગમાં જ સન્નિહિતોપકારકત્વ મનાશે. કારણ કે તેની નજીકમાં શુદ્ધોપયોગ સ્વરૂપ ઉપકારક છે. આવું શંકાકારે જણાવ્યું, ત્યારે તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે શુદ્ધોપયોગની નજીકમાં સર્વસંવરભાવસ્વરૂપ ઉપકારક હોવાથી તેમાં પણ સન્નિહિતોપકારકત્વ છે. આ વાતને જણાવવા ગ્રંથકારશ્રીએ “સારવચ ઘ તી..” ઈત્યાદિનો ઉલ્લેખ કર્યો છે. જેનો આક્ષેપ થાય છે તેને આક્ષેપિક કહેવાય છે. સન્નિહિતોપકારકત્વનો, શુદ્ધ-ઉપયોગ અને સર્વસંવરભાવના આક્ષેપના કારણે આક્ષેપ થાય છે, માટે તે આક્ષેપિક છે. અને તે શુદ્ધોપયોગમાં પણ અબાધિત છે. આક્ષેપિક જયાં હોય ત્યાં મુખ્યસ્વરૂપે કારણતા ન માને તો શુભપયોગની જેમ શુદ્ધોપયોગમાં પણ મુખ્યસ્વરૂપે કારણતા નહિ મનાય. જોકે ઉપર જણાવેલી વાતથી, શુભોપયોગ અને શુદ્ધોપયોગને મોક્ષની પ્રત્યે કારણ માનીએ તોપણ બંન્નેમાં રહેલી કારણતામાં થોડો ફરક છે - એ સમજી શકાય છે. શુભ ઉપયોગથી જ્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે, ત્યારે શુદ્ધોપયોગ અને સર્વસંવરભાવ દ્વારા થાય છે તેમ જ શુદ્ધોપયોગથી જયારે મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારે સર્વસંવરભાવ દ્વારા થાય છે. આ રીતે બે વ્યવધાન (દ્વારા) અને એક વ્યવધાન - આ રીતે ફરક વર્તાય છે. તેથી બંન્નેમાં સાધારણ રીતે મુખ્યસ્વરૂપે મોક્ષની કારણતા માનવાનું શક્ય નથી. પરંતુ આ રીતે જો માત્ર શુદ્ધોપયોગમાં જ મોક્ષની કારણતા મનાય તો માત્ર અંતિમક્ષિણે જ એવી કારણતા પ્રાપ્ત થશે, તે પ્રવૃત્યુપયોગી (મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા માટે ઉપયોગી) નહિ બને. તેથી પ્રવૃત્યુપયોગી એવી મોક્ષની કારણતા શુભઉપયોગમાં પણ માનવી જોઈએ. તે તે ગુણસ્થાનકોચિત ગુણના વિષયમાં જે શુભ ઉપયોગ છે, તેને ઉચિતગુણવૃત્તિસ્વરૂપે મોક્ષની પ્રત્યે કારણ માનવાનું ન્યાય(યુક્તિ)સંગત છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૨૮-૨૬ll एतदेव भावयतिપ્રવૃત્યુપયોગી મોક્ષકારણતા શુભ-ઉપયોગમાં મનાય છે – એનું પરિભાવન કરાય છે– अध्यात्मादिकयोगानां ध्यानेनोपक्षयो यदि । हन्त वृत्तिक्षयेण स्यात्तदा तस्याप्युपक्षयः ॥२८-२७॥ અધ્યાત્મકિતિ–માહિતાર્થ: ર૮-ર૭ll આશય એ છે કે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ-સંક્ષય - આ પાંચ પ્રકારનો યોગ છે. મોક્ષની સાથે આત્માને જોડી આપનાર આત્મવ્યાપારને યોગ કહેવાય છે. અધ્યાત્માદિ યોગોમાં સાધારણ રીતે મોક્ષસાધકતા મનાય છે. અધ્યાત્માદિ ક્રમે; વૃત્તિ - (કર્મજન્ય આત્મ ૧૫૮ દીક્ષા બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy