________________
फले न तुल्यकक्षत्वं शुभशुद्धोपयोगयोः ।
येषामन्त्यक्षणे तेषां शैलेश्यामेव विश्रमः ॥२८-२६॥ फल इति-येषां वादिनां फले मोक्षलक्षणे शुभशुद्धोपयोगयोर्न तुल्यकक्षत्वं साधारण्येन प्रधानहेतुत्वं । तेषां शैलेश्यामन्त्यक्षण एव विश्रमः स्यात् तदैव सर्वसंवरोपपत्तेः । तदुपकारकत्वस्य चोभयत्राविशेषात्, तत्सन्निहितोपकारकत्वस्य च शुद्धोपयोगमात्राविश्रान्तत्वाद्, आक्षेपिकस्य च तस्य शुद्धोपयोगेऽप्यबाधादुचितगुणवृत्तित्वेन न्याय्यत्वाच्चेति ।।२८-२६।।
આશય એ છે કે પૂર્વે શ્લોક નંબર-૬માં જણાવ્યું હતું કે દીક્ષાના પ્રારંભે વચનાનુષ્ઠાન હોય છે અને ત્યાર બાદ ક્રમે કરી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન મોક્ષસાધક છે. અસંગાનુષ્ઠાનમાં શુદ્ધોપયોગસ્વરૂપ દીક્ષા છે અને વચનાનુષ્ઠાનમાં શુભોપયોગસ્વરૂપ દીક્ષા છે. આ રીતે શુભ ઉપયોગ અને શુદ્ધોપયોગ બંન્ને મોક્ષના સાધક હોવા છતાં શુદ્ધોપયોગને જ પ્રધાનપણે મોક્ષની પ્રત્યે જેઓ કારણ માને છે તેમની વાત બરાબર નથી - તે જણાવાય છે.
શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે – જે વાદીઓ શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ – એ બંન્નેમાં મોક્ષસ્વરૂપ ફળની પ્રત્યે સાધારણ રીતે મુખ્ય સ્વરૂપે કારણતા માનતા નથી; તેઓના મતે છેલ્લી ક્ષણ સ્વરૂપ શૈલેશી અવસ્થામાં જ સર્વસંવરભાવ હોવાથી મોક્ષની પ્રત્યે પ્રધાનકારણતા માનવી જોઈએ. શુદ્ધ ઉપયોગમાં પણ મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણતા માનવી ના જોઇએ.
“સર્વસંવરભાવની પ્રાપ્તિ માટે શુદ્ધોપયોગ ઉપકારક હોવાથી તેને મોક્ષની પ્રત્યે મુખ્ય સ્વરૂપે કારણ માનીએ છીએ' - આ પ્રમાણે કહેવાનું બરાબર નથી, કારણ કે સર્વસંવરભાવસ્વરૂપ શૈલેશી અવસ્થામાં જેમ શુદ્ધોપયોગ ઉપકારી છે તેમ શુભ ઉપયોગ પણ ઉપકારી છે. બંન્નેમાં એવી કોઈ વિશેષતા નથી; કે જેથી શુદ્ધોપયોગને મુખ્યસ્વરૂપે અને શુભ ઉપયોગને ગૌણસ્વરૂપે મોક્ષની પ્રત્યે કારણ મનાય
સર્વસંવરભાવની પ્રત્યે શુભ-ઉપયોગ અને શુદ્ધ-ઉપયોગ બંન્ને ઉપકારક હોવા છતાં શુદ્ધઉપયોગ સન્નિહિત(નજીકમાંનો) ઉપકારી છે. તેથી તેને મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણ મનાય છે' - આ પ્રમાણે પણ નહીં કહેવું જોઇએ. કારણ કે શુદ્ધ-ઉપયોગ જ નજીકનો ઉપકારી છે અને શુભ ઉપયોગ નજીકનો ઉપકારી નથી – એવું નથી. શુદ્ધ ઉપયોગમાં જ સન્નિહિત નજીકની) ઉપકારિતા માનેલી નથી, શુભ ઉપયોગમાં પણ – એ મનાય છે. “શુભ-ઉપયોગ શુદ્ધ-ઉપયોગ દ્વારા મોક્ષની પ્રત્યે કારણ બને છે. તેથી શુભ-ઉપયોગ ગૌણ કારણ છે. શુભઉપયોગમાં શુદ્ધોપયોગનું આક્ષેપકત્વ છે. શુદ્ધોપયોગમાં આવું આક્ષેપકત્વ ન હોવાથી તે મોક્ષની પ્રત્યે મુખ્ય કારણ છે.'... આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શુદ્ધોપયોગ પણ સર્વસંવરભાવ દ્વારા મોક્ષનું કારણ બને છે. તેથી શુદ્ધોપયોગમાં પણ આક્ષેપકત્વ અબાધિત છે.
- એક પરિશીલન
૧૫૭