________________
એનું તાત્પર્ય એ છે કે આ સાતમી પ્રભાષ્ટિમાં સ–વૃત્તિપદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પૂર્વે (શ્લો.નં. ૧૭માં) જણાવ્યું હતું. એ સત્યવૃત્તિપદનું સ્વરૂપ આ શ્લોકથી જણાવાય છે.
“અસંગાનુષ્ઠાન' આ નામવાળું સત્યવૃત્તિપદ છે. એ અસંગાનુષ્ઠાન અર્થાત્ સત્યવૃત્તિપદ સંસ્કારના કારણે સ્વરસતઃ થતી પ્રવૃત્તિથી મોક્ષનું કારણ બને છે. આ પૂર્વેના પ્રયત્નથી તે તે પ્રવૃત્તિને અનુકૂળ એવા સંસ્કાર ઉત્પન્ન થાય છે અને તે તે પ્રવૃત્તિને કરવાની ઇચ્છા વિનાસ્વભાવથી જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિ સંસ્કારથી અને સ્વરસ(સ્વભાવ)થી થાય છે. આવી પ્રવૃત્તિ પ્રકૃષ્ટવૃત્તિ સ્વરૂપ હોય છે. એને લઈને આ દૃષ્ટિમાં થતું અસંગાનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે.
આશય એ છે કે દઢ એવા દંડથી ચક્રનું જે ભ્રમણ થાય છે, તે પ્રારંભિક ભ્રમણ દઢ દંડના પ્રયોગથી થયેલું હોય છે. પરંતુ પછી જે ચક્રનું ભ્રમણ થાય છે તે ચક્રમાં ઉત્પન્ન થયેલા વેગ નામના સંસ્કારથી થાય છે. અર્થાત્ ચક્રભ્રમણની પરંપરા તેના વેગાખ્ય સંસ્કારના અનુવેધથી, સ્વભાવથી જ થાય છે. તેવી જ રીતે અહીં પણ શરૂઆતમાં અભ્યાસથી ધ્યાન પછી તેના સંસ્કારને લઈને સહજપણે જ ધ્યાનના પરિણામ જેવા પરિણામનો એક પ્રવાહ ચાલે છે, જેને અસંગાનુષ્ઠાન કહેવાય છે. અહીં સાતમા ગુણસ્થાનકનો પ્રકર્ષ હોય છે... ઇત્યાદિ સમજી લેવું. ૨૪-૨૧TI આ અસંગાનુષ્ઠાનનું વર્ણન અન્યદર્શનકારોએ જે રીતે કર્યું છે, તેનું વર્ણન કરાય છે–
प्रशान्तवाहितासङ्ख, विसभागपरिक्षयः ।
વિવર્ત છુવાàતિ, યોજિમ તે હવે ર૪-રરા प्रशान्तेति-प्रशान्तवाहितासझं साङ्ख्यानां । विसभागपरिक्षयो बौद्धानां । शिववर्त्म शैवानां । धुवाध्वा महावतिकानाम् । इत्येवं हि योगिभिरदोऽसङ्गानुष्ठानं गीयते ॥२४-२२।।।
“આ અસંગાનુષ્ઠાનને પ્રશાંતવાહિતા, વિસભાગપરિક્ષય, શિવ અને ધ્રુવાધ્યા નામથી યોગીજનો વર્ણવે છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે – સાંખ્યદર્શનના જાણકારો અસંગાનુષ્ઠાનને, “પ્રશાંતવાહિતા'ના નામથી વર્ણવે છે. બૌદ્ધો તેને “
વિભાગના પરિક્ષય' રૂપે જણાવે છે. શવો તેને શિવવત્મ કહે છે અને મહાવ્રતિકો તેને “ધ્રુવાધ્વા' તરીકે જણાવે છે.
વિષયકષાયની પરિણતિના અભાવને “પ્રશાંતવાહિતા' કહેવાય છે. વિષયકષાયની પરિણતિને ઉત્પન્ન કરનારા સંસ્કારોના અભાવને “વિસભાગપરિક્ષય' કહેવાય છે. અવ્યવહિત (વ્યવધાનરહિત-સાક્ષાતુ) મોક્ષમાર્ગને શિવવર્લ્સ અને યુવાધ્વા કહેવાય છે. સામાન્યથી આ બધી અવસ્થાઓ સામર્થ્યયોગની સમીપની છે. અન્યત્ર વર્ણવેલી અમૃતાનુષ્ઠાનની અવસ્થામાં અને અહીં વર્ણવેલી અસંગાનુષ્ઠાનની અવસ્થામાં ખાસ ફરક નથી. અનુષ્ઠાનના સતત અભ્યાસથી પડેલા દઢતર સંસ્કારના કારણે આત્મસાત્ થયેલું આ અસંગાનુષ્ઠાન ભાવપ્રકર્ષથી પૂર્ણ હોય છે. એક પરિશીલન
૨૧