________________
ध्यानं च विमले बोधे, सदैव हि महात्मनाम् । સવા પ્રકૃમરોડા, છાશો અને વિધોર૪-૨૦નો.
ध्यानं चेति-विमले बोधे च सति महात्मनां सदैव हि ध्यानं भवति । तस्य तन्नियतत्वात् । दृष्टान्तमाह-अनभ्रेऽभ्ररहिते गगने विधोरुदितस्य प्रकाशः सदा प्रसृमरो भवति, तथावस्थास्वाभाव्यादिति ર૪-૨૦||
નિર્મળ બોધ હોતે છતે મહાત્માઓને સદાને માટે ધ્યાન હોય છે; મેઘથી રહિત આકાશમાં સદાને માટે ચંદ્રમાનો પ્રકાશ પ્રસરતો હોય છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે આ સાતમી દષ્ટિમાં સદાને માટે નિર્મળ બોધ હોવાથી ધ્યાન પણ સદાને માટે હોય છે. કારણ કે નિર્મળબોધનિયત જ ધ્યાન હોય છે. નિર્મળ બોધથી પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થવાથી તેને પ્રગટ કરવા માટે મુમુક્ષુ આત્માઓનું મન માત્ર મોક્ષમાં લાગ્યું હોય છે.
એ રીતે ચિત્ત મોક્ષમાં સ્થિર બનતું હોવાથી અહીં સદાને માટે ધ્યાન હોય છે, તેથી જ ધ્યાનથી જન્ય એવું સ્વાધીન સુખ આ દૃષ્ટિમાં નિરંતર હોય છે. એ સુખના કારણે ગમે તેવી પ્રવૃત્તિથી પણ ધ્યાનનો વિચ્છેદ થતો નથી. સ્પષ્ટ ક્ષયોપશમના કારણે ઉત્પન્ન થયેલા નિર્મળ બોધના પ્રભાવે તાત્ત્વિક સુખનો અનુભવ થવાથી અતાત્વિક સુખમાં રતિ થતી નથી. કર્મયોગે પ્રાપ્ત થયેલા વિષમ સંયોગોને પણ મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ બનાવવાની કુશળતા આ દૃષ્ટિમાં પ્રાપ્ત થતી હોય છે, જે નિર્મળ બોધની જ વિશેષતા છે. આ વાતને દષ્ટાંતથી ખૂબ જ સ્પષ્ટપણે આ શ્લોકના ઉત્તરાર્ધથી સમજાવી છે. મેઘથી રહિત આકાશમાં ચંદ્રમાનો પ્રકાશ પ્રસરતો હોય છે, તેમ આ દષ્ટિમાં પ્રાપ્ત થયેલા સરળ-નિર્મળ બોધથી સદાને માટે ધ્યાન હોય છે. તેવા પ્રકારના સ્વભાવથી જ એવી અવસ્થા આ દૃષ્ટિમાં હોય છે. ૨૪-૨૦ના પૂર્વોક્ત સમ્પ્રવૃત્તિપદનું સ્વરૂપ વર્ણવાય છે
सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसज्ञितम् ।
संस्कारतः स्वरसतः, प्रवृत्त्या मोक्षकारणम् ॥२४-२१॥ सदिति-सत्प्रवृत्तिपदं चेह प्रभायामसङ्गानुष्ठानसज्ज्ञितं भवति । संस्कारतः प्राच्यप्रयलजात् स्वरसत इच्छानरपेक्ष्येण । प्रवृत्त्या प्रकृष्टवृत्त्या । मोक्षकारणं । यथा दृढदण्डनोदनानन्तरमुत्तरश्चक्रभ्रमिसन्तानस्तत्संस्कारानुवेधादेव भवति, तथा प्रथमाभ्यासाद्ध्यानानन्तरं तत्संस्कारानुवेधादेव तत्सदृशपरिणामप्रवाहोऽसङ्गानुष्ठनसञ्ज्ञां लभत इति भावार्थः ।।२४-२१।।
“આ પ્રભાષ્ટિમાં અસંગાનુષ્ઠાન-સંજ્ઞાવાળું સત્યવૃત્તિપદ; પૂર્વપ્રયત્નથી સ્વભાવે પ્રવૃત્તિ થતી હોવાથી મોક્ષનું કારણ બને છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
સદ્દષ્ટિ બત્રીશી