________________
મોક્ષના નિર્મળ પરિણામ સ્વરૂપ આત્મતત્ત્વ જ વસ્તુતઃ અસંગાવસ્થા છે. વસ્તુ સારામાં સારી અને રાગ સહેજ પણ નહીં - આ એક અદ્ભુત સિદ્ધિ છે. પ્રભાષ્ટિની આ પ્રભા આપણા આત્મતત્ત્વને પ્રગટ કરનારી છે. ર૪- સાંખ્યદર્શનપ્રસિદ્ધ પ્રશાંતવાહિતાનું સ્વરૂપ વગેરે જણાવાય છે
प्रशान्तवाहिता वृत्तेः, संस्कारात् स्यान्निरोधजात् ।
प्रादुर्भावतिरोभावौ, तद्व्युत्थानजयोरयम् ॥२४-२३॥ प्रशान्तेति-प्रशान्तवाहिता परिहृतविक्षेपतया सदृशप्रवाहपरिणामिता । वृत्तवृत्तिमयस्य चित्तस्य निरोधजात् संस्कारात् स्यात् । तदाह-“तस्य प्रशान्तवाहिता संस्कारात्” [३-१०] । कोऽयं निरोध एवेत्यत आह-तद्व्युत्थानजयोर्निरोधजव्युत्थानजयोः संस्कारयोः प्रादुर्भावतिरोभावौ वर्तमानाध्वाभिव्यक्तिकार्यकरणासामर्थ्यावस्थानलक्षणौ अयं निरोधः । चलत्वेऽपि गुणवृत्तस्योक्तोभयक्षयवृत्तित्वान्वयेन चित्तस्य तथाविधस्थैर्यमादाय निरोधपरिणामशब्दव्यवहारात् । तदुक्तं-“व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ નિરોધક્ષવિત્તાન્તો નિરોધપરિણામ” તિ [39] ર૪-રરૂા.
વૃત્તિના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી પ્રશાંતવાહિતાની પ્રાપ્તિ થાય છે. નિરોધથી જન્ય સંસ્કારનો આવિર્ભાવ અને વ્યથાનથી જન્ય સંસ્કારનો જે તિરોભાવ છે, તે અહીં વૃત્તિઓનો નિરોધ છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે વિક્ષેપનો પરિહાર કરવા વડે ચિત્તનો જે એકાકાર નિરંતર ચાલતો પ્રવાહ સ્વરૂપ પરિણામ છે, તેને પ્રશાંતવાહિતા કહેવાય છે.
આ પ્રશાંતવાહિતાનું સ્વરૂપ સમજવા માટે એ સમજી લેવું જોઇએ કે એક જ ચિત્ત; સત્ત્વ રજસ્ અને તમન્ ગુણને લઇને સાત્ત્વિક રાજસ અને તામસ : આ પ્રકારથી ત્રણ પ્રકારનું છે. તત્ત્વજ્ઞાન, પ્રસન્નતા, પ્રીતિ, ઉત્સાહ, લઘુતા(હળવું), દયા, ક્ષમા, ધૈર્ય અને વિવેક વગેરે ધર્મથી યુક્ત ચિત્ત સાત્ત્વિક કહેવાય છે. ઉદ્યોગશીલતા, પરિતાપ ચિંતાવિશેષ), શોક, લોભ અને ઈર્ષ્યા વગેરે ધર્મથી યુક્ત ચિત્ત રાજસ કહેવાય છે તેમ જ અનુઘમશીલતા, વિહ્વળતા, અજ્ઞાનતા, જડતા, દૈન્ય, આળસ અને ભય વગેરે ધર્મથી યુક્ત ચિત્ત તામસ કહેવાય છે. આ રીતે સત્ત્વ રજસ અને તમસ્ ગુણને લઇને ચિત્ત ત્રિગુણાત્મક છે. એમાં સત્ત્વગુણની ન્યૂનતા હોય અને રજોગુણ તથા તમોગુણની સમાનતા હોય ત્યારે શબ્દાદિ વિષયોને તેમ જ અણિમાદિ ઐશ્વર્યને પ્રિય માની તેમાં જ ચિત્ત આસક્ત બને છે, એ ચિત્ત લિપ્ત કહેવાય છે. જ્યારે સત્ત્વ અને રજોગુણનો અભિભવ કરીને તમોગુણનો પ્રસાર થાય છે, ત્યારે અજ્ઞાન અવૈરાગ્ય અને નિદ્રા વગેરે અવસ્થાપન્ન ચિત્તને મૂઢ કહેવાય છે. જ્યારે તમોગુણની પ્રક્ષીણતાથી સત્ત્વગુણનો વિકાસ થાય છે. ત્યારે રજોગુણના લેશથી યુક્ત ચિત્ત ધર્મ, વૈરાગ્યાદિમાં પ્રવૃત્તિશીલ બને છે. એવા
-
રે
રે
સદ્દષ્ટિ બત્રીશી