________________
શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે નિત્યજ્ઞાનાદિમપિરમાત્મા)ભિન્નવસ્વરૂપ સંસારિત્વ છે. તે નાનાપદાર્થઘટિત (નિત્યત્વજ્ઞાન-ત્વિધરતા અને મે.. વગેરે સ્વરૂપ અનેક પદાર્થઘટિત) હોવાથી ગુરુ છે. તેથી તે ગુરુભૂત સંસારિત્વરૂપે સમાદિની પ્રત્યે સંસારીમાં કારણતા માનવાનું તમારે-નૈયાયિકોને ઉચિત નથી. પરંતુ તાદશકારણતા ભવ્યત્વસ્વરૂપે જ માનવી જોઈએ.
શમાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા, કોઈ એક ધર્મથી અવચ્છિન્ન છે; કારણ કે એમાં કારણતાત્વ છે. સંયોગાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા(સમવાયિકારણતા) જેમ દ્રવ્યત્વથી અવચ્છિન્ન છે...” ઇત્યાદિ અનુમાનથી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. શમ, દમ વગેરે અનુગત કાર્યની કારણતાના અવચ્છેદકરૂપે આત્મત્વની વ્યાપ્ય એવી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. આશય એ છે કે મુમુક્ષુ આત્માઓમાં શમ, દમ વગેરે ગુણોની ઉત્પત્તિ થાય છે. એની પ્રત્યે જે આત્મા કારણ છે તે બધામાં જે એક જાતિ છે તે ભવ્યત્વ છે. આત્મત્વ દરેક આત્મામાં વૃત્તિ છે અને ભવ્યત્વ આત્મવિશેષમાં વૃત્તિ છે. તેથી તે આત્મત્વની વ્યાપ્ય જાતિ છે. એ જાતિના અસ્તિત્વમાં સમાદિ અનુગત કાર્ય જ પ્રમાણ છે. દ્રવ્યત્વજાતિમાં જેમ સંયોગાદિ અનુગત કાર્ય પ્રમાણ છે તેમ અહીં પણ સમાદિ અનુગત કાર્ય જ ભવ્યત્વજાતિમાં પ્રમાણ છે.
આત્મત્વવ્યાપ્ય ભવ્યત્વજાતિને કલ્પીને તે સ્વરૂપે સમાદિની પ્રત્યે આત્માને કારણ માનીએ એના કરતાં આત્મત્વસ્વરૂપે આત્માને કારણે માનીએ તો યદ્યપિ આત્મત્વ પરમાત્મામાં પણ હોવાથી ત્યાં સમાદિની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. પરંતુ ત્યાં અન્ય સહકારી કારણ કર્યાદિનો અભાવ હોવાથી ત્યાં સમાદિની ઉત્પત્તિનો પ્રસંગ નહિ આવે. તેથી આત્મસ્વરૂપે જ સમાદિની ઉત્પત્તિ પ્રત્યે આત્માને કારણ માનવા જોઇએ.” - આ પ્રમાણે કહેવામાં આવે તો અન્યત્ર પણ એ રીતે સમાધાન કરી શકાય છે. સંયોગાદિ અનુગત કાર્યની પ્રત્યે દ્રવ્યત્વેન દ્રવ્યને કારણ માનવાના બદલે સત્તાવક્વેન કારણ માનવાથી ગુણાદિમાં આવતા અતિપ્રસંગનું નિવારણ સામગ્રીના અભાવથી જ થઈ જશે. આથી સમજી શકાશે કે લઘુભૂત કારણતાવચ્છેદક સ્વરૂપે દ્રવ્યત્વની જેમ ભવ્યત્વજાતિની સિદ્ધિ આવશ્યક છે.
યદ્યપિ ભવ્યત્વ મારામાં છે કે નહિ આવી શંકાના કારણે ભવ્યત્વના નિશ્ચયના અભાવે મોક્ષની સાધનાની અનુપપત્તિ થશે; પરંતુ એવી શંકાથી જ ભવ્યત્વનો નિશ્ચય થઈ જતો હોવાથી મોક્ષસાધક પ્રવૃત્તિની અનુપપત્તિ નહીં થાય. કારણ કે શ્રી આચારાંગસૂત્રની શ્રી શીલાંકાચાર્ય ભગવંતકૃત ટીકામાં ફરમાવ્યું છે કે “હું ભવ્ય છું કે અભવ્ય છું?' - આવી શંકા ભવ્યને જ થાય છે. અભવ્યને એવી શંકા થતી નથી - આ વાત અન્યત્ર ન્યાયાલોકમાં અને સ્યાદ્વાદકલ્પલતામાં વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવી છે. ૩૧-
એક પરિશીલન
૨૩૩