________________
તેમાં પૃથ્વી વગેરેનું પરિદૃશ્યમાન વિશિષ્ટ આકારવાળું સ્વરૂપ જે છે તેને સ્કૂલ-અવસ્થા કહેવાય છે. પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશનું અનુક્રમે કાર્કશ્ય (કઠોરતા), સ્નેહ, ઉષ્ણતા, પ્રેરણા અને અવકાશ આપવા સ્વરૂપ જે લક્ષણ છે; તેને ભૂતોની સ્વરૂપાવસ્થા કહેવાય છે. ભૂતોના કારણ તરીકે અનુક્રમે વ્યવસ્થિત એવા ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ : એ પંચતન્માત્રા ભૂતોની સૂક્ષ્માવસ્થા છે. ભૂતોમાં ઉપલબ્ધ જે પ્રકાશ પ્રવૃત્તિ સ્થિતિરૂપે રહેલા ગુણો છે તે તેની અન્વયાવસ્થા છે અને તે જ ગુણોમાં જે ભોગાપવર્ગ (ભોગ-મોક્ષ) પ્રાપ્ત કરાવવાની શક્તિ છે તે ભૂતોની અર્થવન્ધાવસ્થા છે.
એ પૃથ્વી વગેરે ભૂતોની દરેક અવસ્થામાં સંયમ કરવાથી ભૂતજય થાય છે. આ રીતે ભૂતોની દરેક અવસ્થાને આશ્રયીને સંયમ(ધારણા ધ્યાન સમાધિ) જેણે કર્યો છે તે યોગીને; ગાયને જેમ વાછરડાં અનુસરે છે તેમ પોતાના સંકલ્પ મુજબ ભૂતપ્રકૃતિઓ અનુસરે છે, અર્થાત્ અનુકૂળ બને છે. આ વાત યોગસૂત્ર(૩-૪૪)માં સ્પષ્ટ રીતે વર્ણવી છે.
આ ભૂતજયથી યોગીને અણિમાદિ અષ્ટમહાસિદ્ધિ પ્રાપ્ત થાય છે. એમાં જે લબ્ધિ-સિદ્ધિ)ના કારણે યોગીનું શરીર પરમાણુસ્વરૂપ થાય છે, તેને અણિમા કહેવાય છે. જે લબ્ધિના કારણે યોગીનું શરીર વજજેવું ગુરુ(ભારે) થાય છે, તેને ગરિમા કહેવાય છે. જે સિદ્ધિના કારણે યોગીનું શરીર રૂની જેમ હળવું(હલકું) થાય છે, તેને લધિમાં કહેવાય છે. મહિમાલબ્ધિના કારણે યોગીનું શરીર મોટું થાય છે જેથી યોગીને, પોતાની આંગળીના અગ્રભાગથી ચંદ્રમાદિને સ્પર્શ કરવાની યોગ્યતા પ્રાપ્ત થતી હોય છે. પ્રાકામ્યસિદ્ધિના કારણે યોગીની ઇચ્છાનો અભિઘાત-વિઘાત થતો નથી. જેનાથી શરીર અને અંતઃકરણ સર્વત્ર સમર્થ બને છે, તેને ઇશિત્વસિદ્ધિ કહેવાય છે. વશિત્વ લબ્ધિના કારણે બધાં જ ભૂતો યોગીના વચનનું ઉલ્લંઘન કરતા નથી અને પત્રકામાવસાયિત્વસિદ્ધિ એને કહેવાય છે કે જેથી પોતાની અભિલાષાને યોગી પૂર્ણ કરી શકે છે.
પાતંજલયોગસૂત્ર(૩-૪૬)માં જણાવ્યા પ્રમાણે સુંદર રૂપ લાવણ્ય બળ અને વજ જેવું દૃઢ અવયવ-યુક્તત્વ(અવયવો) : આ કાયસમ્પતુ છે. કાયાના ધર્મો રૂપ રસ વગેરે છે. તેનો અભિઘાત, તેના નાશ સ્વરૂપ છે અને તેનો અભાવ, તેના અનભિઘાતસ્વરૂપ છે, જે ઉપર જણાવ્યા મુજબ શૂલાદિ ભૂતોને વિશે કરેલા સંયમથી પ્રાપ્ત થયેલા ભૂતજયથી પ્રાપ્ત થાય છે. યોગીની કાયાના ધર્મોનો(રૂપાદિનો) અગ્નિ વગેરેથી નાશ થતો નથી. યોગીના શરીરને અગ્નિ બાળતો નથી. પાણી ભીંજવતું નથી. તેમ જ વાયુ સૂકવી શકતો નથી... ઇત્યાદિ રીતે બીજા પણ (રસાદિ) શરીરધર્મોને આશ્રયીને કાયાના ધર્મોનો અનભિઘાત સમજી લેવો. પાતંજલયોગસૂત્ર-(૩-૪૫)માં એ પ્રમાણે જણાવ્યું છે. ર૬-૧પ
આ રીતે ગ્રાહ્ય(વિષયભૂત)ના જયને આશ્રયીને સિદ્ધિનું વર્ણન કરીને હવે ગ્રહણાદિના જયને આશ્રયીને સિદ્ધિનું વર્ણન કરાય છે–
એક પરિશીલન