________________
કરે છે, તે કા૨ણે તેઓ ભિક્ષુ છે. કર્મને ખપાવે છે માટે ક્ષપક છે અને સંયમપ્રધાન તપમાં વસે છે તેથી તપસ્વી છે. આ બધા પણ ભિક્ષુનાં (ભાવભિક્ષુનાં) પર્યાયવાચક નામો છે. II૨૭-૧૯ વ્યુત્પત્તિને આશ્રયીને ભિક્ષુનાં પર્યાયવાચક નામોનું નિરૂપણ કર્યું. હવે બીજી રીતે તેનાં પર્યાયવાચક નામો જણાવાય છે—
तीर्णस्तायी व्रती द्रव्यं, क्षान्तो दान्तो मुनि र्यतिः । ૠનુ: પ્રજ્ઞાપજો મિક્ષુ, વિદ્વાન્ વિત-તાપસૌ ।।૨૭-૨૦ના
तीर्ण इति-तीर्णवत्तीर्णो विशुद्धसम्यग्दर्शनादिलाभाद्भवार्णवं । तायः सुदृष्टमार्गोक्तिस्तद्वान् तायी । सुपरिज्ञातदेशनया विनेयपालयितेत्यर्थः । हिंसादिविरतत्वाद्व्रती । रागद्वेषरहितत्वाद्द्रव्यं । क्षमां करोतीति क्षान्तः । दाम्यतीन्द्रियाणीति दान्तः । मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनिः । उत्तमाश्रमी प्रयलवान् वा यतिः । मायारहित ऋजुः । अपवर्गमार्गस्य प्ररूपकः प्रज्ञापकः । भिक्षुः प्रागुक्तार्थः । विद्वान् पण्डितः । વિતો વિષયસુવનિવૃત્તઃ । તાપસ: તપ:પ્રધાનત્વાત્ ||૨૭-૨૦||
“તીર્ણ, તાયી, વ્રતી, દ્રવ્ય, ક્ષાંત, દાંત, મુનિ, યતિ, ઋજુ, પ્રજ્ઞાપક, ભિક્ષુ, વિદ્વાન, વિરત અને તાપસ - આ સાધુભગવંતનાં નામો છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. તેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે પૂ. સાધુભગવંતને તીર્ણ કહેવાય છે. કારણ કે વિશુદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થયેલી હોવાથી ભવસાગરને તરી ગયેલા જેવા છે. નજીકના કાળમાં જ તેઓશ્રી ભવસમુદ્રને તરી જવાના હોવાથી તરી ગયેલા જેવા જ છે. આથી તેઓશ્રીનું તીર્ણ આ પ્રમાણે નામ છે.
સારી રીતે (વાસ્તવિક રીતે) જોયેલા માર્ગના કથનને તાય કહેવાય છે અને તેવા કથનને કરનારાને તાયી કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને સારી રીતે જાણીને તેની દેશના દ્વારા પોતાના શિષ્યપરિવારનું જે પાલન કરે છે એવા પૂ. સાધુભગવંતોનું તાયી એવું નામ છે. હિંસા અસત્ય વગેરેથી સર્વથા વિરામ પામેલા હોવાથી તેઓશ્રીનું વ્રતી એવું નામ છે.
રાગદ્વેષાદિથી રહિત હોવાથી જ્ઞાનાદિ ગુણોના તેઓશ્રી આશ્રય બને છે. તેથી પૂ. સાધુમહાત્માઓને દ્રવ્ય કહેવાય છે. ક્ષમાને કરે છે તેથી તેઓશ્રી ક્ષાન્ત છે. ઇન્દ્રિયોનું દમન કરે છે તેથી તેઓશ્રીને દાન્ત કહેવાય છે. શ્રી અરિહંતપરમાત્માએ પ્રરૂપેલી જગતની ત્રણેય કાળની અવસ્થાને માને છે તેથી તેઓશ્રીને મુનિ કહેવાય છે. ગૃહસ્થાશ્રમાદિની અપેક્ષાએ પૂ. સાધુભગવંતો, ઉત્તમ આશ્રમ(અવસ્થા)વાળા છે અથવા મોક્ષમાર્ગની આરાધનામાં પ્રયત્નશીલ હોવાથી યતિ છે. માયાથી રહિત હોવાથી ઋજુ છે. મોક્ષમાર્ગના પ્રરૂપક હોવાથી પ્રજ્ઞાપક છે. પૂર્વે જણાવ્યા મુજબ તેઓશ્રી ભિક્ષુ છે. વિદ્વાન એટલે કે તેઓ પંડિત છે. સામાન્ય રીતે લોકમાં ‘પંડિત’ પદનો અર્થ પ્રસિદ્ધ છે. જેઓ વિદ્યા કે ઐશ્વર્ય સ્વરૂપ મોટા અર્થને પામીને ગર્વને ધારણ
ભિક્ષુ બત્રીશી
૧૧૪