________________
સુવ્યાપાર સ્વરૂપ એ ધ્યાન, મનવચનકાયાના નિરોધ માટે અનુકૂળ છે. ચિત્તવિક્ષેપો જ ધ્યાનના પ્રતિબંધક છે. એક ધ્યાનાંતર(વ્યવહાર વખતનું સુવ્યાપારસ્વરૂપ ધ્યાન) મૈત્રી પ્રમોદાદિભાવોના પરિકર્મ(પૂર્વાભ્યાસ)માં ઉપયોગી બને છે. આમ હોવા છતાં શરૂઆતની કક્ષા વખતે જે અવસ્થા છે તેને ઉત્તર અવસ્થાની પ્રત્યે પ્રતિબંધક જ માનવાની હોય તો સમાધિની પ્રારંભિક અવસ્થાને પણ વ્યુત્થાન માનવાનો પ્રસંગ આવશે. તેથી શંકાકારની વાતમાં કોઈ દમ નથી – એ સમજી શકાય છે. ૨૮-૩૦ના પ્રસંગથી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે–
विचित्रत्वमनालोच्य बकुशत्वादिना श्रुतम् ।
दीक्षाशुधैकरूपेण वृथा भ्रान्तं दिगम्बरैः ॥२८-३१॥ विचित्रत्वमिति-बकुशत्वादिना श्रुतं प्रवचनादाकर्णितं विचित्रत्वमनालोच्य दीक्षाया यच्छुद्धमेकं रूपं परमोपेक्षामात्रलक्षणं तेन । वृथा दिगम्बरैर्धान्तं । यैः प्रतिक्षिप्यते व्यवहारकाले दीक्षापारम्यं । शुद्धदीक्षाकारणावलम्बने उपरितनोत्कर्षाभावेऽपि दीक्षामात्राप्रतिक्षेपे च धर्मोपकरणधरणेऽपि तेषां तदव्याघातः स्यात् । बुद्धिपूर्वकममत्वपरिहारस्याप्याहारादिग्रहणवदुपपत्तेरित्यन्यत्र विस्तरः ।।२८-३१।।
બકુશ, કુશીલ વગેરે સ્વરૂપે દીક્ષાની વિચિત્રતા - અનેકરૂપતા આગમથી સાંભળેલી હોવા છતાં તેનો વિચાર કર્યા વિના; દીક્ષાનું શુદ્ધ એક જ સ્વરૂપ હોય છે' - આ પ્રમાણે માનીને દિગંબરો નાહક ભ્રમિત થાય છે – આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, સામાન્ય રીતે બકુશ કે કુશીલાદિ પરિણામના કારણે દીક્ષાનું સ્વરૂપ એકસરખું હોતું નથી. સંયમનાં અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે તેથી પણ દીક્ષાના અસંખ્ય પરિણામો છે – આ પ્રમાણે પ્રવચન-આગમથી જાણેલું હોવા છતાં દીક્ષાનું એક જ જાતનું પરમોપેક્ષાત્મક સ્વરૂપ છે – આવું દિગંબરો કહે છે. સર્વત્ર ઉદાસીનતા સ્વરૂપ પરમોપેક્ષા છે. આવું સ્વરૂપ વ્યવહારકાળમાં હોતું નથી. દીક્ષાનું પારણ્ય(પરમરૂપતા) વ્યવહારકાળમાં દિગંબરો માનતા નથી. શુદ્ધ દીક્ષાના કારણનું અવલંબન વ્યવહારકાળમાં હોવાથી ઉપરના (ઉત્તરોત્તર) ઉત્કર્ષનો અભાવ હોય છે. કારણ કે વ્યવહારકાળમાં તેવો ઉત્કર્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. જે વસ્તુ અભ્યસ્ત દશાથી પ્રાપ્ત થાય છે તે વસ્તુ અભ્યાસદશામાં તો ન જ મળે – એ સમજી શકાય છે. આમ છતાં વ્યવહારકાળમાં સર્વથા દીક્ષા હોતી જ નથી – એમ માન્યા વિના દિગંબરો વસ, પાત્ર વગેરે સંયમનાં ઉપકરણો ધારણ કરે તો તેમને કોઈ દોષ નથી. “વસૃપાત્ર રાખવાથી મમત્વનો પ્રસંગ આવે છે' - આ માન્યતા બરાબર નથી. કારણ કે આહાર, પાન, ઘાસ વગેરે ગ્રહણ કરવા છતાં જો મમત્વનો પ્રસંગ આવતો નથી તો ધમપકરણ રાખવા છતાં સમજણપૂર્વક ત્યારે પણ મમત્વનો પરિહાર
૧૬૨
દીક્ષા બત્રીશી