________________
साधुरिति-निर्वाणसाधकयोगसाधनात् साधुः । स्वजनादिषु स्नेहविरहाद्रूक्षश्च । तीरार्थी भवार्णवस्य निर्ग्रन्थो ग्रन्थाभावात् । तथा श्रमणः श्रामण्ययोगाद् । इत्यादीन्यभिधानानि नामानि गुणभाजां गुणशालिनां महात्मनां भावसाधूनां । तदुक्तं-"तिन्ने ताईदविए वई अ खंते दंत विरए अ । मुणि तावस पन्नवगुज्नु भिक्खू बुद्धे जइ विऊअ ।।१।। पव्वइए अणगारे पासंडी चरग बंभणे चेव । परिवायगे य समणे निग्गंथे संजए मुत्ते ।।२।। साहू लूहे अ तहा तीरट्ठी होइ चेव णायव्वो । नामाणि एवमाइणि होति तवसंजमरयाणं I3II |ર-૨૨ા.
“સાધુ, લૂક્ષ, તીરાર્થી, નિર્ગથ અને શ્રમણ... ઇત્યાદિ ગુણવાન મહાત્માઓનાં નામો છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવેલા તે તે ગુણોના ભાજન એવા મહાત્માઓ, નિર્વાણ(મોક્ષ)ના સાધક ત્રણ ગુપ્તિ, ઈન્દ્રિયોનો નિગ્રહ અને સ્વાધ્યાયાદિ યોગોની સાધના કરતા હોવાથી સાધુ છે. તેઓશ્રીને માતા પિતા ભાઈ બહેન આદિ સ્વજનો વગેરેમાં સ્નેહ ન હોવાથી ઋક્ષ-લૂક્ષ કહેવાય છે.
ભવસાગરના સામે કાંઠે પહોંચવાની ઉત્કટ ઇચ્છા હોવાથી તે મહાત્માઓ તીરાર્થી છે. નવ પ્રકારના બાહ્ય પરિગ્રહથી અને ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહથી સર્વથા રહિત હોવાથી પૂ. સાધભગવંતો નિગ્રંથ છે. તેમ જ તેઓશ્રીમાં શ્રમણ્ય હોવાથી તેઓ શ્રમણ છે. સાધુ, લૂલ, તીરાર્થી આદિ અહીં વર્ણવેલાં અઠ્ઠાવીસ નામો ગુણોથી યુક્ત એવા ભાવસાધુનાં છે. એ બધાં નામો શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની નિયુક્તિમાં વર્ણવ્યાં છે. “તીર્ણ તાયી દ્રવ્ય વ્રતી ક્ષાન્ત દાન્ત વિરત મુનિ તાપસ પ્રજ્ઞાપક ઋજુ ભિક્ષુ બુદ્ધ યતિ વિદ્વાન પ્રવ્રજિત અણગાર પાખંડી ચરક બ્રાહ્મણ પરિવ્રાજક શ્રમણ નિગ્રંથ સંત મુક્ત સાધુ ઋક્ષ અને તીરાર્થી... ઇત્યાદિ નામો તપ અને સંયમમાં લીન એવા ભાવસાધુનાં છે. એ બધાનો અર્થ ઉપર જણાવ્યો છે જ. ર૭-રરા ભાવભિક્ષુનાં લિંગો જણાવાય છે
संवेगो विषयत्यागः, सुशीलानां च सङ्गतिः ।
ज्ञानदर्शनचारित्राऽऽराधना विनयस्तपः ॥२७-२३॥ ___ संवेग इति-संवेगो मोक्षसुखाभिलाषः । अयं च निर्वेदस्याप्युपलक्षणः । विषयत्यागो भोगसाधनपरिहारः । सुशीलानां साधूनां च सङ्गतिः । ज्ञानं यथास्थितपदार्थपरिच्छेदनं । दर्शनं नैसर्गिकादि । चारित्रं सामायिकादि । आराधना चरमकाले निर्यापणरूपा । विनयो ज्ञानादिविषय उपचारः । तपो यथाशक्त्यનશનાદાવનમ્ રિ-૨રૂા
“સંવેગ, વિષયત્યાગ, સુશીલની સંગતિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આરાધના, વિનય અને તપ - (આ બધાં ભાવભિક્ષુનાં લિંગો છે.)” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ભાવભિક્ષુનાં અઠ્ઠાવીસ નામોને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૧૧૬
ભિક્ષુ બત્રીશી