________________
એ સ્વરૂપને જાણવા માટેના સાધનભૂત કેટલાંક લિંગો(લક્ષણો) હવે જણાવાય છે. એ લિંગોના પરિજ્ઞાનથી ભિક્ષુનું ઉપર જણાવ્યા મુજબનું સ્વરૂપ જાણી શકાય છે. આ શ્લોકમાં “મિક્ષો ત્રિકાશીર્વચન - આ; ચોવીસમા શ્લોકમાંના પદનો સંબંધ છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે.
મોક્ષસુખની અભિલાષા(તીવ્ર ઇચ્છા)ને સંવેગ કહેવાય છે. ઉપલક્ષણથી અહીં નિર્વેદનું પણ ગ્રહણ કરવું. ભોગસુખના સાધનભૂત વિષયોના પરિવારને વિષયત્યાગ કહેવાય છે. સાધુમહાત્માઓની સંગતિને સુશીલ-સંગતિ કહેવાય છે. યથાસ્થિત પદાર્થના પરિચ્છેદનને જ્ઞાન કહેવાય છે. નિસર્ગથી અથવા અધિગમથી ઉત્પન્ન થયેલું. એ રીતે સમ્યગ્દર્શન બે પ્રકારનું છે. અથવા પથમિક શાયોપશમિક શાયિક આદિ ભેદોની વિવલાથી સમ્યગ્દર્શન પાંચ પ્રકારનું વગેરે પ્રસિદ્ધ છે. સામાયિક છેદોપસ્થાપનીય... વગેરે પાંચ પ્રકારનું ચારિત્ર પણ પ્રસિદ્ધ છે. મરણકાળની નિમણા સ્વરૂપ આરાધના અહીં “આરાધના” પદથી વિવક્ષિત છે.
જ્ઞાનાદિસંબંધી ઉપચાર સ્વરૂપ વિનય અનેક પ્રકારનો છે. આત્મા ઉપર લાગેલાં આઠ પ્રકારનાં કર્મોને જે વિશેષે કરીને દૂર કરે છે તેને વિનય કહેવાય છે. શક્તિને ગોપવ્યા વિના અનશનાદિના આસેવનને તપ કહેવાય છે. બાર પ્રકારનો તપ ખૂબ જ પ્રસિદ્ધ છે. // ૨૭-૨૭ll ભાવભિક્ષુનાં બીજાં લિંગો જણાવાય છે–
क्षान्तिर्दिवमृजुता, तितिक्षा मुक्त्यदीनते ।
आवश्यकविशुद्धिश्च, भिक्षो लिङ्गान्यकीर्तयन् ॥२७-२४॥ क्षान्तिरिति-क्षान्तिराक्रोशादिश्रवणेऽपि क्रोधत्यागः । मार्दवं जात्यादिभावेऽपि मानत्यागः । ऋजुता परस्मिन्निकृतिपरेऽपि मायापरित्यागः । तितिक्षा क्षुदादिपरीषहोपनिपातसहिष्णुता । मुक्तिधर्मोपकरणेऽप्यमूर्छ । अदीनता अशनाद्यलाभेऽपि वैक्लव्याभावः । आवश्यकविशुद्धिश्चावश्यंकरणीययोगनिरतिचारता । एतानि भिक्षोलिङ्गान्यकीर्तयन् गौतमादयो महर्षयः । तदुक्तं-“संवेगो णिव्वेओ विसयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचारित्तविणओ अ ।।१।। खंती य मद्दवज्जव विमुत्तया तह અલીખા તિતિવરવી | મારૂ પરિશુદ્ધી ૫ હરિ મિgણ IિTહું રાત્રે ર૭-૨૪
ક્ષમા માર્દવ ઋજુતા તિતિક્ષા મુક્તિ અદીનતા અને આવશ્યકશુદ્ધિ : આ બધાં ભાવભિક્ષુનાં લિંગો છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે આક્રોશ તેમ જ વધ વગેરે પ્રસંગે ક્રોધનો ત્યાગ કરવો : એ ક્ષમા છે. ઉત્તમ જાતિ, કુળ કે બળ વગેરે પ્રાપ્ત થવા છતાં માનનો ત્યાગ કરવો : તે માર્દવ (મૃદુતા) છે. સામી વ્યક્તિ ગમે તેટલી માયા કરે તોપણ માયા ન કરવી તે ઋજુતા છે. સુધા, તૃષ્ણા અને શીતાદિ પરીષહોના પ્રસંગે જે સહિષ્ણુતા હોય છે, તેને તિતિક્ષા કહેવાય છે. ધર્મના ઉપકરણમાં પણ મૂચ્છમમત્વ)નો જે અભાવ છે, તેને મુક્તિ કહેવાય છે. આહાર, પાણી વગેરે ન મળે
એક પરિશીલન
૧૧૭