________________
તોપણ વિકલતાનો ત્યાગ કરવો અર્થાત્ ગૃહસ્થની હીલના વગેરે ન કરવી તેને અદીનતા કહેવાય છે અને અવશ્યકરણીય એવા પ્રતિલેખના પ્રતિક્રમણ અને સ્વાધ્યાયાદિમાં અતિચારાદિનો ત્યાગ કરવા સ્વરૂપ આવશ્યકવિશુદ્ધિ છે.
આ રીતે ઉપર જણાવેલા ક્ષાન્તિ, માર્દવ, ઋજુતા, તિતિક્ષા, મુક્તિ, અદીનતા અને આવશ્યકવિશુદ્ધિ: આ સાત, તેમ જ આ પૂર્વે જણાવેલાં સંવેગાદિ નવ ભાવભિક્ષુનાં લિંગો છે - આ પ્રમાણે ગૌતમસ્વામી આદિ મહર્ષિઓએ જણાવ્યું છે. આ વાતનું નિરૂપણ કરતાં શ્રી દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની નિયુક્તિમાં જણાવ્યું છે કે- સંવેગ, નિર્વેદ, વિષયત્યાગ, સુશીલનો સંસર્ગ, આરાધના (અંતિમ સમયની આરાધના), તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, શાન્તિ, મૃદુતા, ઋજુતા, વિમુક્તતા, અદીનતા, તિતિક્ષા અને આવશ્યકની વિશુદ્ધિ : આ ભાવભિક્ષુનાં લિંગો છે. ર૭-૨૪
ભાવભિક્ષુનાં સંવેગાદિ લિંગોના અસ્તિત્વમાં અને અભાવમાં અનુક્રમે ભિક્ષુત્વ અને તેનો અભાવ હોય છે, આ વાત દષ્ટાંતપૂર્વક જણાવાય છે
एतद्गुणान्वितो भिक्षु, न भिन्नस्तु विपर्ययात् ।
સ્વ વષાવિશુદ્ધ વે, ગુરુસ્થ ન તત્યુનઃ ર૭-રા. एतदिति-एतद्गुणान्वितः प्रागुक्ताखिलगुणसम्पन्नो भिक्षुः । भिन्नस्तु न विपर्ययादुक्तगुणाभावात् । यतः कषादिशुद्धं स्वर्णगुणोपेतं चेद्भवति तदा स्वर्णं भवति । ते चामी-विषघातनं, वीर्यस्तम्भनकर्तृत्वं, मङ्गलप्रयोजनत्वं, यथेष्टकटकादिप्रकारसम्पादकत्वं, तप्यमानस्य प्रादक्षिण्येनावर्तनं, सारोपेतत्वम्, अग्निनाऽदाह्यत्वम्, अकुथनीयत्वं च । युक्तिस्वर्णं वर्णादिसाम्येन स्वर्णवदाभासमानं पुनस्तत् स्वर्णं न भवति, स्वर्णगुणाभावात् । तथा प्रकृतेऽपि भावनीयमिति ।।२७-२५॥
સંવેગ, નિર્વેદ વગેરે ગુણોથી જે યુક્ત હોય તે ભિક્ષુ છે. તેનાથી અન્ય (તાદશ ગુણોથી રહિત) તો ભિક્ષુ નથી. કારણ કે ત્યાં સંવેગાદિ ગુણોનો અભાવ છે. કષ, છેદ અને તાપ વગેરેથી શુદ્ધ હોય તો તે સુવર્ણ સુવર્ણ છે. બનાવટી સુવર્ણ સુવર્ણ નથી.” - આ પ્રમાણે પચ્ચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે વર્ણવેલા સંવેગાદિ સકલ ગુણોથી યુક્ત ભિક્ષુ જ ભિક્ષુ છે. પરંતુ તે ગુણોથી રહિત હોવાથી બીજા ભિક્ષુ વાસ્તવિક રીતે ભિક્ષુ નથી. કારણ કે કષ, છેદ અને તાપ વગેરેથી શુદ્ધ અર્થાત્ સોનાના ગુણોથી યુક્ત એવું સોનું જ વાસ્તવિક સોનું છે. સુવર્ણના ગુણોથી રહિત એવા સુવર્ણને કોઈ સોનું માનતું નથી.
સામાન્ય રીતે સોનાના આઠ ગુણો પ્રસિદ્ધ છે. વિષનો ઘાત કરે; વીર્યનું સ્તંભન કરે (રસાયણ); મંગળ કરે; પોતાની ઇચ્છા મુજબ કટક વીંટી વગેરે આભૂષણ પ્રાપ્ત કરાવે (વિનીતધાર્યા ઘાટ આપી શકાય), તપાવતાં પ્રદક્ષિણાકારે વર્તે (ફરે), સારથી યુક્ત (ગુરુ), અગ્નિથી
૧૧૮
ભિક્ષુ બત્રીશી