________________
ન બળનારું (અદાહ્ય), કોહવાઈ ન જાય – આ આઠ ગુણો સોનાના છે. તે ગુણથી યુક્ત સુવર્ણ જ, સુવર્ણ છે. તેવી રીતે પૂ. સાધુભગવંતો પણ આઠ ગુણોથી યુક્ત હોય છે. તેઓશ્રી મોહના વિષને હરે છે; ધર્મરસાયણસ્વરૂપ છે; મંગળ કરે છે; વિનયવંત છે; મોક્ષ માટે ફરતા રહે છે; ગુરુ (મહાન) છે; ક્રોધાદિ કષાયાગ્નિથી બળતા નથી અને વિષયથી કોહવાઈ જતા નથી. કારણ કે સદા શીલસંપન્ન છે. પીત વર્ણાદિની સમાનતા હોવા છતાં વિષઘાતાદિ ગુણો ન હોવાથી યુક્તિસુવર્ણને બનાવટી સુવર્ણને) સુવર્ણ માનતા નથી. આવી જ રીતે અહીં પણ જેમાં સંવેગાદિ ગુણો નથી એવા ભિક્ષુને; વેષાદિનું સામ્ય હોવા છતાં ભાવભિક્ષુ કહેવામાં આવતા નથી.. ઇત્યાદિ સમજી શકાય છે. વેષાદિની સમાનતા હોવા છતાં ગુણોથી રહિત એવા ભિક્ષુઓ, દ્રવ્યભિક્ષુઓ છે; જે ભાવભિક્ષના કાર્યને કરતા નથી. ર૭-રપા દ્રવ્યભિમાં વેષાદિનું સામ્ય હોવા છતાં તેને ભિક્ષુ નહિ માનવાનું કારણ જણાવાય છે–
षट्कायभिद् गृहं कुर्याद, भुञ्जीतौदेशिकं च यः ।
पिबेत्प्रत्यक्षमप्कायं, स कथं भिक्षुरुच्यते ? ॥२७-२६॥ षट्कायेति-षट्कायभिद् यत्र क्वचन पृथिव्याधुपमर्दकः । गृहं सम्भवत्येवैषणीयालये मूर्छया वसतिं भाटकगृहं वा कुर्याद् । औद्देशिकं च भुञ्जीत । योऽपुष्टालम्बनः प्रत्यक्षमुपलभ्यमान एवाप्कायं पिबेत् तत्त्वतो विनालम्बनेन । स कथं भिक्षुर्भावभिक्षुरुच्यते ! । तदुक्तं-“उद्दिट्टकडं भुंजइ छक्कायपमद्दणो घरं ૩ / પવ્યવરવું નાય નો પિવડું વરદં તુ તો મિતૂ III” ર૭-રદ્દા
જે છ જવનિકાયની વિરાધના કરે છે, પોતાના માટે બનાવેલા આહારાદિને વાપરે છે અને પ્રગટ રીતે કાચું પાણી વાપરે છે તેને ભાવભિક્ષુ કઈ રીતે મનાય?” – આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંવેગાદિ ગુણોથી યુક્ત ન હોવા છતાં દ્રવ્યભિક્ષુઓએ ભિક્ષુનો વેષ ધારણ કર્યો છે, તેઓ ભિક્ષા માટે જાય છે અને વિહારાદિ પણ કરે છે. લોકો પણ તેમને સાધુ માનીને વંદનાદિ કરે છે તો તેમને ભિક્ષુ માનવા જોઇએ ને ? આવી શંકાનું સમાધાન કરવા માટે આ શ્લોકથી દ્રવ્યભિક્ષુમાં જે દોષો છે, તે જણાવાય છે. અર્થાત્ વ્યતિરેકને આશ્રયીને ભાવભિક્ષુના ગુણો જણાવાય છે.
જેઓ ગમે ત્યારે ગમે ત્યાં પૃથ્વીકાયાદિ ષકાયજીવોની વિરાધના કરે છે, નિર્દોષ એવાં ઊતરવા માટે સ્થાનો મળતાં હોવા છતાં મમત્વના કારણે પોતાના ઉપાશ્રયો બનાવે છે અથવા ભાડેથી મકાન રાખે છે અને ત્યાં ઊતરે છે. તેમ જ દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવનું પુષ્ટ આલંબન ન હોય તો પણ પોતાને ઉદ્દેશીને બનાવેલાં આહાર, પાન... વગેરે વાપરે છે. નજરે દેખાય છે કે આ અપ્લાય (સચિત્ત પાણી) છે, તોપણ એ પાણી વાપરે છે. વિના આલંબને (દ્રવ્યાદિ આલંબને) આ રીતે જેઓ અષ્કાય પીએ છે તેને ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય? અર્થાત્ કોઈ એક પરિશીલન
૧૧૯