________________
કોપ ન કરનારા, અત્યંત કલહને ન કરનારા અને ઉચિત-અનુચિતમાં અનુક્રમે અનાદર આદર નહીં રાખનારા ભાવભિક્ષુ છે. ર૭-૬ ભિક્ષુ પોતે કોપ ન કરે પણ બીજા કોપ કરે ત્યારે ભિક્ષનું સ્વરૂપ છે, તે વર્ણવાય છે–
आक्रोशादीन् महात्मा यः, सहते ग्रामकण्टकान् ।
न बिभेति भयेभ्यश्च, स्मशाने प्रतिमास्थितः ॥२७-७।। आक्रोशादीनिति-आक्रोशादीनाक्रोशप्रहारतर्जनान् ग्रामकण्टकान् ग्रामाणामिन्द्रियाणां कण्टकवद्દુઃવહેતુત્વાન્ ર૭-૭ી.
ઇન્દ્રિયોને માટે કાંટા જેવા આક્રોશાદિને જે સહન કરે છે અને પ્રતિમા ધ્યાને સ્મશાને રહેલા જે, ભયોથી ડરતા નથી, તે ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો ભાવ સમજી શકાય છે કે ગમે તે કારણે પોતાની ઉપર કોઈ આક્રોશ, વધ કે તાડનાદિ કરે તો પૂ. સાધુ મહાત્મા તેનો પ્રતિકાર ન કરે પરંતુ તેને સહન કરે. પગમાં કાંટો વાગવાથી જેમ દુઃખ થાય છે, તેમ આક્રોશાદિના કારણે ઇન્દ્રિયોને દુઃખ થાય છે. તેથી આક્રોશ, પ્રહાર, તિરસ્કાર આદિને ગ્રામકંટક તરીકે વર્ણવ્યા છે.
આ પ્રમાણે આક્રોશાદિને સહન કરનારા અને પ્રતિમાળાને સ્મશાનમાં રહેલા જે મહાત્માઓ ભૂત-પ્રેતાદિના ભયોથી ભયભીત થતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. ૨૭-૭ના
ભાવભિક્ષુઓ ભયથી રહિત હોય છે, એના કારણને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે. અર્થાત્ ભયરહિત અવસ્થા જેથી પ્રાપ્ત થાય છે તે સ્વરૂપ વર્ણવાય છે–
आक्रुष्टो वा हतो वाऽपि लूषितो वा क्षमासमः ।
व्युत्सृष्टत्यक्तदेहो योऽनिदानश्चाकुतूहलः ॥२७-८॥ आक्रुष्टो वेति-आक्रुष्टो वा कुवचनैः । हतो वाऽपि दण्डादिभिः । लूषितो वा खड्गादिभिः । क्षमासमः पृथ्वीसमो निष्प्रतिकर्मत्वात् । व्युत्सृष्टो भावप्रतिबन्धाभावेन त्यक्तश्च विभूषाकरणेन देहः शरीरं यस्य (येन) स तथा । योऽनिदानो भाविफलाशंसारहितोऽकुतूहलश्च नटादिदर्शने ॥२७-८।।
“આક્રોશ કરાયા હોય, હણાયા હોય અથવા કપાયા હોય તોપણ જેઓ પૃથ્વી સમાન છે, જેમણે શરીરનું વિસર્જન કર્યું છે અને શરીરનો ત્યાગ કર્યો છે, તેમ જ જેઓ નિયાણું અને કુતૂહલથી રહિત છે, તેઓ ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતો ઉપર કોઈ આક્રોશ કરે, તેઓશ્રીને કોઈ હણે કે કાપે તોપણ તેઓ પૃથ્વીની જેમ સહન કરે છે. તેથી જ તેઓ ભયથી રહિત છે. જેઓ સહનશીલ છે, તેઓને ભયનું કોઈ જ કારણ નથી. તેમ જ શરીર પ્રત્યે મમત્વ ન હોવાથી અને
એક પરિશીલન
૧૦૫