________________
ભવિષ્યકાળની ચિંતાને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે–
न यश्चागामिनेऽर्थाय, सन्निधत्तेऽशनादिकम् ।
સાથર્મવાન્ નિમજ્જૈવ, મુવા સ્વાધ્યાયવ્ય : /ર૭-૧ll नेति-आगामिनेऽर्थाय श्वः परश्वो वा भाविने प्रयोजनाय । निमन्त्र्यवेत्यनेन स्वात्मतुल्यसाधर्मिकवात्सल्यसिद्धिरुक्ता । भुक्त्वा स्वाध्यायकृच्चेत्यत्र चशब्दाच्छेषानुष्ठानपरत्वग्रहेण नित्याप्रमादित्वमुक्तम् ।।२७५।।
જેઓ ભવિષ્યમાં કામ લાગશે એમ સમજીને અશન પાન વગેરે પોતાની પાસે રાખતા નથી, તેમ જ પોતાના સાધર્મિકોની ભક્તિ કરીને જ વાપરે છે અને જેઓ વાપરીને સ્વાધ્યાયને કરનારા છે, તેઓ ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આજે અથવા કાલે કામ લાગશે એમ સમજીને ભવિષ્યકાળ માટે આહાર, પાણી કે ઔષધ વગેરે પૂ. સાધુભગવંતોએ પોતાની પાસે રાખવાનાં નથી. વર્તમાનમાં જેટલું ઉપયોગી હોય તેટલું જ રાખીને તે વખતે જ તે આહાર પાણી વગેરે તેઓ વાપરે છે. અન્યથા સન્નિધિ રાખવાથી તો ગૃહસ્થજેવા થવાય છે.
વર્તમાનમાં પણ જે વાપરવાનું છે, તે પોતાના જેવા સાધર્મિકોને નિમંત્રીને તેમની ભક્તિ કરવા પૂર્વક વાપરવાનું છે. તેથી સાધર્મિક વાત્સલ્યની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે, જે દર્શનાચારવિશેષ છે. આ વાત નિમજ્જૈવ આ પદથી શ્લોકમાં જણાવી છે. તેમ જ વાપર્યા પછી પૂ. સાધુભગવંતો સ્વાધ્યાયને કરનારા છે. આ વાત જણાવીને ઉપલક્ષણથી સ્વાધ્યાયવ્ય અહીંના “ઘ' પદના ઉપાદાન દ્વારા એ જણાવ્યું છે કે સંયમજીવનના વિહાર વૈયાવૃત્ય.. વગેરે અનુષ્ઠાનમાં તત્પર રહી અપ્રમાદી બનવું, પણ નિદ્રાવિકથાદિ પ્રમાદ ન કરવો. એવા અપ્રમાદી; સન્નિધિથી રહિત અને સાધર્મિકોનું વાત્સલ્ય કરનારા ભાવભિક્ષુ કહેવાય છે. ર૭-પો.
સ્વાધ્યાયાદિ કરતી વખતની અવસ્થાને આશ્રયીને ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે–
न कुप्यति कथायां यो, नाप्युच्चैः कलहायते ।
उचितेऽनादरो यस्य, नादरोऽनुचितेऽपि च ॥२७-६।। ન થતીતિ-વ્યm: //ર૭-દ્દા
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સમજી શકાય છે કે વાચનાદિ સ્વાધ્યાય સ્વરૂપ કથાપ્રસંગે અનેક વાર કોપનાં નિમિત્તો મળતાં હોય છે. પરંતુ એવા પ્રસંગે પૂ. સાધુભગવંતો કોપ કરતા નથી અને કલહ તો કોઈ પણ રીતે કરતા નથી. ઉચિત પ્રવૃત્તિમાં તેમને અનાદર હોતો નથી અને અનુચિત પ્રવૃત્તિમાં તેમને આદર પણ હોતો નથી. આથી સ્પષ્ટ છે કે કથાપ્રસંગે
ભિક્ષુ બત્રીશી
૧૦૪