SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ सुखार्थं प्रवृत्तिदृश्यते । कटुकौषधपानादावपि आगामिसुखाशयैव । अन्यथा विवेकिनो दुःखजिहा सोमरणादावपि प्रवृत्त्यापत्तेः, न च मोक्षे सुखमिष्यते भवद्भिरिति व्यर्थः सर्वः प्रयासः ॥२५-२८॥ મદ(અહંકાર)થી ઉદ્ધત વ્યાપ્ત) થયેલા માણસ વિના બીજો કોઈ પણ આહપૂર્વે જણાવેલું) વચન બોલે નહીં. કારણ કે સુખ વિના દુઃખ માટે કોઈ કૃતાર્થ માણસ પરિશ્રમ કરતો નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે દુઃખને ઉત્પન્ન કરીને તેના નાશ માટે પુરુષાર્થ કરવાનું જે વચન છે, તે મદોન્મત્તને છોડીને બીજો કોઈ જ બોલે નહીં. કારણ કે જે થોડુંઘણું પણ દુઃખ ઉત્પન્ન કરાય છે, તે સુખ માટે ઉત્પન્ન કરાય છે. રાજાની સેવા વગેરેમાં પણ જે દુઃખ ભોગવાય છે તે અર્થસાધ્ય સુખ માટે છે અને અનિષ્ટ કડવા વગેરે ઔષધપાનાદિમાં પણ જે દુઃખો ભોગવાય છે તે પણ આરોગ્યસાધ્ય આગામી કાળના સુખ માટે છે. જો સુખના અર્થે દુઃખની પ્રવૃત્તિ ન હોય તો વિવેકીજન દુઃખથી મુક્ત બનવા મરણાદિમાં પણ પ્રવૃત્તિ કરે. “અમારે ત્યાં(નૈયાયિકાદિના મતમાં) પણ મોક્ષના સુખ માટે મુમુક્ષુ ચરમદુઃખને ઉત્પન્ન કરશે.' - આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે તમારે ત્યાં(નૈયાયિકાદિના મતમાં) મોક્ષમાં સુખ મનાતું નથી. તેથી સઘળો પ્રયાસ વ્યર્થ છે. ૨૫-૨૮. किं च चरमदुःखत्वं तत्त्वज्ञानजन्यतावच्छेदकमपि न सम्भवतीत्याह દુઃખાત્યન્તાભાવસ્વરૂપ જ મોક્ષમાં સુખ છે, તેને પ્રાપ્ત કરવા માટે તત્ત્વજ્ઞાનથી ચરમદુઃખને ઉત્પન્ન કરી શકાય છે.' - આ વાતનું નિરાકરણ વિદ ... ઈત્યાદિ ગ્રંથથી કરાય છે. અર્થાત્ તત્ત્વજ્ઞાનથી ચરમદુઃખ જન્ય નહીં બની શકે. કારણ કે તત્ત્વજ્ઞાનનિષ્ઠજનકતાનિરૂપિતજન્યતાવચ્છેદક ચરમદુઃખત્વને માની શકાશે નહિ... ઈત્યાદિ જણાવાય છે– चरमत्वं च दुःखत्वव्याप्या जाति न जातितः । तच्छरीरप्रयोज्यातः, साङ्कर्यान्नान्यदर्थवत् ॥२५-२९॥ चरमत्वं चेति-चरमत्वं च दुःखत्वव्याप्या जाति न तच्छरीरप्रयोज्या, अतो जातितः साङ्कर्याद् मैत्रीयचरमदुःखचैत्राचरमदुःखवर्तिन्योस्तयोश्चैत्रचरमदुःख एव समावेशात् । चैत्रशरीरप्रयोज्यजातिव्याप्यायाश्चैत्रचरमसुखदुःखादिनिष्ठाया भिन्नाया एव चरमत्वजातेरुपगमे तु सुखत्वादिनैव साङ्कर्याद् । अन्यत्समानाधिकरणदुःखप्रागभावासमानकालीनत्वलक्षणं चरमत्वं नार्थवत्, न तत्त्वज्ञानजन्यतावच्छेदकमर्थादेव समाजात्तदुपपत्तेः । कार्यवृत्तियावद्धर्माणां कार्यतावच्छेदकत्वे चैत्रावलोकितमैत्रनिर्मितघटत्वादेरपि तथात्वप्रसङ्गात् । तथा च नियतितत्त्वाश्रयणापत्तेरिति दिक् ।।२५-२९॥ “ચમત્વ દુઃખત્વની વ્યાપ્ય જાતિ નથી. કારણ કે તશરીરપ્રયોજય એવી જાતિને લીધે સાંકર્યું આવે છે. ચમત્વને બીજા કોઈ સ્વરૂપે માનવાનું અર્થહીન છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નૈયાયિકાદિની માન્યતાનુસાર ૬૦ ક્લેશણાનોપાય બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy