________________
ગુરુકુળવાસમાં રહીને વિનય કરવાના બદલે શુદ્ધભિક્ષાદિના પ્રાધાન્યને સ્વીકારનારા, ગુરુકુળવાસનો ત્યાગ કરી વિનયનો અપલાપ કરે છે. તેમની પ્રત્યે વિનયનું પ્રાધાન્ય જણાવાય છે–
छिद्यते विनयो यैस्तु, शुद्धोञ्छादिपरैरपि ।
तैरप्यग्रेसरीभूय, मोक्षमार्गो विलुप्यते ॥२९-३१॥ “નિદષભિક્ષા વગેરેમાં તત્પર એવા પણ જે લોકો વડે વિનયનો ઉચ્છેદ કરાય છે, તેઓ વડે પણ આગળ થઈને મોક્ષમાર્ગનો લોપ કરાય છે.” – આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે અનેક રીતે વિનયનું પ્રાધાન્ય વર્ણવ્યું. એનો વિચાર કરીએ તો વિનયની ઉપાદેયતા કે મુખ્યતાના વિષયમાં શંકા પડવાનું ખરેખર જ કોઈ કારણ નથી. પરંતુ વિનય કરવા માટે સૌથી પ્રથમ ગુરુકુળવાસમાં રહેવું આવશ્યક છે. પણ કેટલાક પોતાની ઇચ્છા મુજબ જીવનારા સાધુઓ માનતા હોય છે કે – “ગુરુકુળવાસમાં રહેવાથી ભિક્ષાસંબંધી, વસતિસંબંધી કે સ્વાધ્યાયસંબંધી અનેક દોષો લાગે છે. તેથી વિનય કરતાં પણ શુદ્ધચ્છા, નિર્દોષ વસતિ અને સ્વાધ્યાય વગેરેનું પ્રાધાન્ય છે. અને તેથી તેઓ વિનયને ગૌણ કરી શુદ્ધોછાદિમાં તત્પર રહે છે. ગુરુકુળવાસનો ત્યાગ કરે છે તેમ જ વિનયથી વિમુખ થાય છે. આવા સાધુઓ ગમે તેટલું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા હોય તોપણ ખરેખર તો આગળ થઈને અર્થાત મોખરે રહીને તેઓ મોક્ષમાર્ગનો લોપ કરે છે. મોક્ષમાર્ગનો નાશ કરવા માટે નેતૃત્વ ધારણ કરે છે.
ગુરુકુળવાસાદિસ્વરૂપ વિનયથી રહિત શુદ્ધભિક્ષા, નિર્દોષ વસતિ, ઉગ્રતા-વિહાર અને સ્વાધ્યાયાપ્રમત્તતાદિ ગુણો પણ ધર્માભાસ(ગુણાભાસ) સ્વરૂપ છે, વાસ્તવિક નથી. આભાસિક ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઉપરથી મોક્ષમાર્ગનો લોપ થાય છે. છઠ્ઠ અઠ્ઠમ આદિ તપની આરાધના કરે પણ ગુરુદેવશ્રીના વચનને ન માને તો તે જીવોનો અનંત સંસાર વધે છે. ગમે તેટલા બહુશ્રુત હોય પરંતુ વિનયથી રહિત એવા શ્રદ્ધાસંવેગ વગરના તેઓ ચારિત્રની આરાધના કરતા નથી. ચારિત્રથી પડેલા એવા તેઓ સંસારમાં ભટકે છે... ઇત્યાદિ વિચારવું. l/ર૯-૩૧ી. પ્રકૃતાર્થના નિરૂપણનું સમાપન કરાય છે–
नियुङ्क्ते यो यथास्थानमेनं तस्य तु सन्निधौ ।
स्वयंवरा समायान्ति परमानन्दसम्पदः ॥२९-३२॥ શિષ્ટમર્થ અષ્ટમ્ IIQરા.
આ વિનયને; સ્થાનને અનુરૂપ જે જોડે છે, તેની પાસે પરમાનંદની સંપત્તિ પોતાની મેળે સામેથી આવે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. એનું કહેવાનું તાત્પર્ય એ છે કે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુકૂળ; પોતાનું સામર્થ્ય અને પોતાના સંયોગોને
૧૮૬
વિનય બત્રીશી