________________
છે કે - શ્રી કેવલજ્ઞાની પરમાત્માને ઘાતિકર્મથી(ઘાતિકર્મના ઉદયથી) ઉત્પન્ન થનારાં ઘણાં દુઃખોનો વિલય થયો હોવાથી બીજા અલ્પ દુઃખની વિવક્ષા કરી નથી. અન્યથા “શ્રી કેવલીભગવંતના અઘાતી અશાતાવેદનીયકર્મ વગેરે દગ્ધરજુસમાન છે, તેથી પોતાના વિપાકને દર્શાવવા તે સમર્થ નથી...' ઇત્યાદિ માનવામાં આવે તો, તે કર્મોને ભવમાં રોકી રાખનારા (ભવોપગ્રાહી) કઈ રીતે કહેવાય ? આ વસ્તુ બુદ્ધિમાનોએ વિચારવી જોઇએ. ૩૦-૧૩ હવે છઠ્ઠા હેતુનું નિરાકરણ કરાય છે–
इन्द्रियोद्भवताधौव्यं, बाह्ययोः सुखदुःखयोः ।
चित्रं पुनः श्रुतं हेतुः, कर्माध्यात्मिकयोस्तयोः ॥३०-१४॥ इन्द्रियेति-इन्द्रियोद्भवताया धौव्यमावश्यकत्वं बाह्ययोरिन्द्रियार्थसम्बन्धापेक्षयोर्विलक्षणयोरेव सुखदुःखयोराध्यात्मिकयोस्तयोः सुखदुःखयोः पुनश्चित्रं कर्म हेतुः श्रुतं । क्वचिबहिरिन्द्रियव्यापाराभावेऽपि मनोमात्रव्यापारेण सदसच्चिन्ताभ्यामेव तयोरुत्पत्तेः । क्वचिच्च तस्याप्यभावे आध्यात्मिकदोषोपशमोद्रेकाभ्यामेव तदुत्पत्तेर्दर्शनाद्भगवत्यपि द्विविधवेदनीयोदयधौव्ये तयोः सुवचत्वादिति । वस्तुतो बाह्ययोरपि सुखदुःखयोरिष्टानिष्टार्थशरीरसम्पर्कमात्रं प्रयोजकं, न तु बहिरिन्द्रियज्ञानमपीति भगवति तृणस्पर्शादिपरीषहाभिधानं साम्प्रदायिकं सङ्गच्छत इति न किञ्चिदेतत् ॥३०-१४॥
“બાહ્ય સુખ અને દુઃખમાં અવશ્ય ઇન્દ્રિયોભવતા(ઇન્ડિયાધીનતા) છે. પરંતુ આધ્યાત્મિક સુખની પ્રત્યે તો ભિન્ન ભિન્ન કર્મ કારણ છે – એમ આગમમાં જણાવ્યું છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્મા અતીન્દ્રિય હોવાથી તેઓશ્રી કવલાહાર કરે તો તેઓશ્રીને ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખ માનવાનો પ્રસંગ આવશે - આ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. તે અંગે અહીં જણાવ્યું છે કે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી સાપેક્ષ એવાં સુખ અને દુઃખની પ્રત્યે ઇન્દ્રિયો અવશ્ય કારણ બને છે. અર્થાત્ એ સુખ-દુઃખ અવશ્ય ઇન્દ્રિયથી જન્ય છે. પરંતુ એવાં બાહ્ય સુખ-દુઃખથી ભિન્ન આધ્યાત્મિક સુખ-દુઃખની પ્રત્યે તો ભિન્ન ભિન્ન પ્રકારનું કર્મ કારણ છે - એમ શાસ્ત્રમાં સંભળાય છે. (પ્રસિદ્ધ છે.)
જેમ કે ક્યારેક બાહ્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયોનો ઉપયોગ ન હોય તોપણ માત્ર મનના ઉપયોગથી સદૂ-અસની વિચારણાથી જ સુખ-દુઃખની અનુક્રમે ઉત્પત્તિ થતી હોય છે અને કોઇવાર તો એવી સદસન્ની વિચારણા ન હોય તો ય આધ્યાત્મિક દોષો(રાગાદિ)ના ઉપશમથી આધ્યાત્મિક સુખની ઉત્પત્તિ અને આધ્યાત્મિક દોષોની ઉદ્દિફત (પ્રબળ) અવસ્થાથી આધ્યાત્મિક દુઃખની ઉત્પત્તિ થતી હોય છે. ભગવાન શ્રી કેવલીપરમાત્મામાં પણ, બંન્નેય પ્રકારનાં વેદનીયકર્મોનો ઉદય અવશ્ય હોવાથી સુખ અને દુઃખનો સંભવ છે જ.
એક પરિશીલન
૨૦૧