________________
“અશાતાદનીય વગેરે પાપપ્રકૃતિઓનો રસઘાત થયેલો હોવાથી તે નીરસ બને છે જેથી તે પોતાનો વિપાક દર્શાવવા અસમર્થ હોવાથી તેને બળી ગયેલી દોરડી જેવી મનાય છે અને તેથી પુણ્યપ્રકૃતિઓ દગ્ધરજુસમાન ન હોય તોપણ અશાતાવેદનીયાદિ સ્વરૂપ પાપપ્રકૃતિઓ દગ્ધરજુસમાન છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે રસઘાત થવાના કારણે જો પાપપ્રકૃતિઓ નીરસ મનાતી હોય તો સ્થિતિઘાત થવાના કારણે તે પ્રકૃતિઓની સ્થિતિ જ નહીં રહે. રસઘાત થાય અને સ્થિતિઘાત ન થાય એ શક્ય નથી. અશાતાનો ઉદય કેવલીપરમાત્માને હોવાથી પાપપ્રકૃતિઓની સત્તા માન્યા વિના ચાલે એવું નથી.
રસઘાત થવાથી પાપપ્રકૃતિઓ જેમ નીરસ થવાથી અત્યંત અલ્પરસવાળી બને છે, તેમ સ્થિતિઘાત થવાથી તે પ્રકૃતિઓ સર્વથા ક્ષય પામતી નથી પરંતુ તદ્દન અલ્પસ્થિતિવાળી બને છે. તેથી તેના નિઃસ્થિતિકત્વનો પ્રસંગ યદ્યપિ આવતો નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, જે અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે રસધાતાદિની વાત છે કે, તે ગુણસ્થાનકે બંધાતી પુરુષવેદ, સંજવલનના ચાર કષાય... ઇત્યાદિ અશુભ પ્રવૃતિઓને આશ્રયીને છે. કેવલી પરમાત્માને અશાતાનો બંધ જ ન હોવાથી અશાતાવેદનીય કર્મને દગ્ધરજુસમાન માનવાની વાત જ રહેતી નથી.. આ બધું કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલું છે. જિજ્ઞાસુઓએ તેના અધ્યયનથી એ સમજી લેવું.
યદ્યપિ શ્રી કેવલપરમાત્માનાં અશાતા વેદનીયાદિ અઘાતી કર્મોના રસાદિનો ઘાત અપૂર્વકરણાદિમાં થયો ન હોય તો, શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં વૃત્તિકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે “દગ્ધરજુસમાન ભવોપગ્રાહિ એવા કર્મો અલ્પ હોવા છતાં કેવલજ્ઞાની ભગવંતો મુક્તિને પ્રાપ્ત કરતા નથી.” એનો વિરોધ આવે છે; પરંતુ તે, ભવોપગ્રાહિકર્મોની સ્થિતિને (બાકી રહેલી સ્થિતિને) આશ્રયીને જણાવ્યું છે. પરંતુ રસધાતાદિની અપેક્ષાએ એ જણાવ્યું નથી. અન્યથા ભવોપઝાહિકર્મોને રસધાતાદિની અપેક્ષાએ દગ્ધરજુસમાન જણાવવામાં આવે તો સૂત્રકૃત (સૂયગડાંગ) સૂત્રની વૃત્તિનો વિરોધ આવશે. કારણ કે ત્યાં ફરમાવ્યું છે કે – “વેદનીયકર્મને જે દગ્ધરજુસમાન વર્ણવાય છે તે બરાબર નથી. કારણ કે આગમમાં શ્રી કેવલી પરમાત્માને અત્યંત શાતાનો ઉદય જણાવ્યો છે. યુક્તિથી પણ એ સંગત છે. ઘાતિકર્મના ક્ષયથી તેઓશ્રીને જ્ઞાનાદિ-ગુણો પ્રાપ્ત થાય છે. ત્યારે વેદનીયકર્મનો ઉદય હોવાથી ક્ષુધાપિપાસા કેમ ન થાય? જ્ઞાનને અને વેદનીય-જન્ય સુધા વગેરેને તડકો અને છાયા અથવા ભાવ અને અભાવની જેમ વિરોધ નથી. શાતા અને અશાતા અંતર્મુહૂર્તમાં પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી શ્રી કેવલી પરમાત્માને જેમ શાતાનો ઉદય છે તેમ અશાતાનો પણ ઉદય હોય છે. તેથી અનંતવીર્ય હોવા છતાં કેવલીભગવંતને સુધાવેદનીયકર્મના ઉદયથી પીડા થાય છે જ. આવશ્યકસૂત્રની નિયુક્તિમાં અશાતાદિકર્મની પ્રકૃતિઓ દુઃખદાયિની નથી.' - આ પ્રમાણે જે વર્ણવ્યું છે, તેનો આશય એ
કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી
૨૦૦