________________
જ હોવી જોઇએ. અન્યથા એ પરમપદને પ્રાપ્ત કરાવનારી નહીં બને. તત્ત્વજ્ઞાન રાગાદિવાસનાનો નાશ કરવા દ્વારા પરમપદનું કારણ બને છે. ૨૮-૨રો
ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોને શરીર પ્રત્યે પણ મમત્વ ન હોવાથી રાગ અને વૈષના અભાવે જે સામ્યવસ્થા છે – તેને જણાવાય છે–
યઃ સમઃ સર્વભૂતેષ ત્રસેષ સ્થાવરેષ .
अत एव च तस्यैव दीक्षा सामायिकात्मिका ॥२८-२३॥ “ત્રસ અને સ્થાવર - એવા સર્વ પ્રાણીઓ વિશે જે સમાન બુદ્ધિવાળા છે; તેથી જ તેઓને જ સામાયિક (સમપરિણામ) સ્વરૂપ દીક્ષા છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સ્પષ્ટ છે. સર્વવિરતિસામાયિકસ્વરૂપ દીક્ષા છે. રાગ-દ્વેષના પરિણામના અભાવને સામાયિક કહેવાય છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાન પરિણામ સ્વરૂપ એ સામાયિક પૂ. સાધુભગવંતોને જ હોય છે. પોતાના શરીર પ્રત્યે પણ રાગ ન હોવાથી પૂ. સાધુભગવંતો ત્રસ (બેઇન્દ્રિયાદિ) અને સ્થાવર (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય) જીવો પ્રત્યે સમાન પરિણામવાળા હોય છે. પોતાની અનુકૂળતા કે પ્રતિકૂળતાદિના કારણે કોઈ પણ જીવની પ્રત્યે મનથી પણ દુર્ભાવ રાખતા નથી. પ્રાણી માત્રની પ્રત્યે એકસરખો દયાનો ભાવ રાખનારા પૂ. મુનિભગવંતોને સમભાવસ્વરૂપ સામાયિકનો પરિણામ હોય છે.
સામાન્ય રીતે શ્રી આચારાંગ વગેરે સૂત્રોમાં જણાવ્યા મુજબ શરીરાદિની અનુકૂળતા માટે અને પ્રતિકૂળતાના પરિહાર માટે છકાય જીવોને દુઃખ પહોંચાડવા સ્વરૂપ સમારંભ જીવો કરે છે. પૂ. સાધુ ભગવંતોને શરીર પ્રત્યે કોઈ મમત્વ ન હોવાથી શરીરની અનુકૂળતાદિના કારણે એવો સમારંભ કરવાનો પ્રસંગ જ આવતો નથી. તેથી નાનો કે મોટો, ત્રસ કે સ્થાવર, દશ્ય કે અદશ્ય, અપરાધી કે નિરપરાધી... વગેરે જાતના ભેદની કલ્પના કર્યા વિના દરેક જીવની પ્રત્યે એક જ જાતના પરિણામને તેઓ ધારણ કરે છે, જે સામાયિકસ્વરૂપ છે. તે સામાયિકના પરિણામ સ્વરૂપ દીક્ષા છે. ૨૮-૨૩ કર્મજન્ય વિભાવોમાં પણ પૂ. સાધુભગવંતોને સામ્ય હોય છે - તે જણાવાય છે
नारत्यानन्दयोरस्यामवकाशः कदाचन ।
પ્રથારો માનુમ7ખે ન તમતાત્વિજો: ર૮-૨૪| વીરાનિત્યાઘારણ્ય નવરત્તોડી પ્રાયો ચરુથ ર૮--૧૭-૧૮-૦૧-૨૦-૨૧-૨૨-૨૩-૨૪ો.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ છકાય જીવોની પ્રત્યે સમભાવ રાખ્યા પછી પણ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મના ઉદયમાં આનંદ અને અરતિ થતી હોય છે. અને તેથી આત્માની સમતા ટકતી નથી. આવા પ્રસંગે સામાયિકસ્વરૂપ દીક્ષા કઈ રીતે રહે – આવી શંકાના સમાધાન
એક પરિશીલન
૧૫૩