________________
નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે. ધારણાનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. આ ધારણા સામાન્યથી અન્ય જનો માટે પ્રીતિનું કારણ બને છે.
આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલી સ્થિરતાને લઈને યોગના બાધક એવા દોષોમાંથી “અન્યમુદ્દ’ નામના દોષનો અભાવ થાય છે. યોગ અને તેના સાધનને છોડીને અન્યત્ર હર્ષ થતો નથી. કારણ કે આ દૃષ્ટિમાં એ અતત્ત્વભૂતનો પ્રતિભાસ થતો નથી. આશય એ છે કે કાંતાદૃષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયેલી હોવાથી મોક્ષસાધક તત્ત્વને જ તત્ત્વસ્વરૂપે પ્રતીત કરાય છે. એને છોડીને અન્ય સઘળું યે અતત્ત્વસ્વરૂપ પ્રતીત થતું હોવાથી સાધકને એ બધું યાદ જ આવતું નથી, જેથી અન્યત્ર હર્ષઆનંદ થવાનો પ્રસંગ આવતો નથી. તેમ જ અન્યદર્શનોના શ્રવણાદિમાં પણ ચિત્ત જતું નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગને છોડીને અન્યત્ર તત્ત્વનો પ્રતિભાસ થતો ન હોવાથી “અન્યમુદ્ દોષ રહેતો નથી. શ્રી ષોડશક એક પરિશીલન... વગેરેમાં અન્યમુદ્દ વગેરે દોષોનું નિરૂપણ વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુઓએ એનું અનુસંધાન કરી લેવું જોઇએ.
અદ્વેષાદિ આઠ ગુણોમાંથી મીમાંસાગુણની પ્રાપ્તિ આ દષ્ટિમાં થાય છે. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂક્ષ્મ બોધના સામર્થ્યથી સવિચારાત્મક મીમાંસાની પ્રાપ્તિ થાય છે, જેનું ફળ સમ્યજ્ઞાન છે. તત્ત્વની પ્રાપ્તિ માટે મીમાંસા, એક મહત્ત્વનું સાધન છે. તત્ત્વનો બોધ(જ્ઞાન) પામ્યા પછી સદસની વિચારણા કરવામાં આવે નહિ તો તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય. સદસની વિચારણા કરવાનું ખરેખર જ આવશ્યક હોવા છતાં આજે એની આવશ્યકતા આપણને જણાતી નથી. તત્ત્વની પ્રતિપત્તિ માટે એ મીમાંસા કર્યા વિના ચાલે એવું નથી. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થયેલો બોધ જેમ જેમ વધવા માંડે તેમ તેમ આ સંસારનો ઉચ્છેદ કઈ રીતે થાય ઈત્યાદિની ચિંતા સ્વરૂપ સવિચારણા(મીમાંસા) પણ વધતી જાય છે. અંતે એથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્માને સર્વવિરતિસ્વરૂપ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. ૨૪-૮ll ધારણાનું સ્વરૂપ વર્ણવાય છે–
देशबन्धो हि चित्तस्य, धारणा तत्र सुस्थितः ।
प्रियो भवति भूतानां, धर्मकागमनास्तथा ॥२४-९॥ देशेति-देशे नाभिचक्रनासाग्रादौ बन्धो विषयान्तरपरिहारेण स्थिरीकरणात्मा हि चित्तस्य धारणा | यदाह-“देशबन्धश्चित्तस्य धारणा” ३-१ । तत्र धारणायां । सुस्थितो मैत्र्यादिचित्तपरिकर्मवासितान्तःकरणतया, स्वभ्यस्तयमनियमतया, जितासनत्वेन परिहृतप्राणविक्षेपतया, प्रत्याहृतेन्द्रियग्रामत्वेन ऋजुकायतया, जितद्वन्द्वतया, सम्प्रज्ञाताभ्यासाविष्टतया च सम्यग्व्यवस्थितः । भूतानां जगल्लोकानां प्रियो भवति । तथा धर्मकाग्रमना भवति ।।२४-९।। એક પરિશીલન