________________
“શરીરના એક દેશ(નાભિ વગેરે)માં ચિત્તને બાંધી રાખવા સ્વરૂપ ધારણા છે. તે ધારણામાં સારી રીતે સ્થિરતાને પામેલા યોગી પ્રાણીઓને પ્રિય બને છે અને ધર્મમાં જ લાગેલા મનવાળા બને છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે નાભિચક્ર (નાભિમંડલનાભિ), નાસિકાનો અગ્રભાગ અને હૃદયકમલ વગેરે શરીરના એક દેશ ઉપર અથવા બાહ્ય દેવાદિવિષય ઉપર ચિત્તને સ્થિર કરવા સ્વરૂપ ધારણા છે. અત્યાર સુધી અપ્રશસ્ત એવા સ્ત્રી વગેરે પદાર્થોમાં ચિત્ત એકાગ્ર હતું. એ અપ્રશસ્ત વિષયોનો પરિહાર(ત્યાગ) કરી શરીરના તે તે દેશાદિને વિશે ચિત્ત જ્યારે સ્થિર બને છે, ત્યારે ચિત્તને ધારણાની પ્રાપ્તિ થાય છે. યોગસૂત્ર(૩-૧)માં પણ જણાવ્યું છે કે – દેવવિશેષની સાથે જે ચિત્તનો સંબંધ છે, તેને ધારણા કહેવાય છે.
આ ધારણામાં યોગી સુસ્થિત હોય છે. કારણ કે તેમનું અંતઃકરણ મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યચ્ય... ઇત્યાદિ સુપ્રસિદ્ધ ભાવનાઓથી વાસિત હોય છે. પાંચ યમ(અહિંસાદિ) અને શૌચ સંતોષ તપ સ્વાધ્યાય તથા ઈશ્વરનું પ્રણિધાન સ્વરૂપ પાંચ નિયમો સારી રીતે અભ્યસ્ત થયેલા હોય છે. પદ્માસનાદિ આસનોને જીતનારા હોવાથી (અર્થાત્ આસન સિદ્ધ થવાથી) યોગી શ્વાસ-પ્રશ્વાસના વિક્ષેપને દૂર કરે છે. ઇન્દ્રિયોને વિષયવિકારોથી દૂર રાખવાના કારણે સહજ રીતે જ યોગીઓનું શરીર સરળ હોય છે. શીત-ઉષ્ણ, હર્ષ-વિષાદ અને માનાપમાન ઇત્યાદિ કંકોને યોગી જીતી લે છે અને સંપ્રજ્ઞાતયોગના અભ્યાસમાં તત્પર હોય છે. તેથી યોગીજનો ધારણામાં સુસ્થિત હોય છે. આથી તેઓ સર્વ લોકોને પ્રિય બને છે તેમ જ એકાગ્રમનથી ધર્મ કરનારા તેઓ બને છે. ર૪-લા.
ધારણામાં યોગી ધર્મને વિશે એકાગ્રમનવાળા બને છે - એનું કારણ જણાવાય છે–
अस्यामाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ।
श्रुतधर्मे मनोयोगाच्चेष्टाशुद्धे यथोदितम् ॥२४-१०॥ अस्यामिति-अस्यां कान्तायां । कायचेष्टाया अन्यपरत्वेऽपि । श्रुतधर्मे आगमे । मनोयोगान्नित्यं मनःसम्बन्धाद् । आक्षेपकज्ञानान्नित्यप्रतिबन्धरूपचित्ताक्षेपकारिज्ञानात् । न भोगा इन्द्रियार्थसम्बन्धा भवहेतवो भवन्ति । चेष्टायाः प्रवृत्तेः शुद्ध मनोनैर्मल्यात् । यथोदितं हरिभद्रसूरिभिर्योगदृष्टिसमुच्चये ॥२४-१०॥
“કાંતાદૃષ્ટિમાં ચિત્તાક્ષેપક જ્ઞાનના કારણે શ્રતધર્મ-આગમમાં નિત્ય મનનો સંબંધ હોવાથી પ્રવૃત્તિની શુદ્ધિને લઇને ભોગો ભવના હેતુ બનતા નથી. જેમ કહ્યું છે કે જે શ્લો.નં. ૧૧માં જણાવાશે) - આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં આ દષ્ટિને પામેલા યોગીને આનંદ આવતો નથી. સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત કરેલા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના પ્રભાવે એ યોગીઓનું ચિત્ત આ દૃષ્ટિને લઇને મોક્ષ અને તેનાં પ્રાપ્ત-અપ્રાપ્ત સાધનોમાં જ લાગી રહે છે.
૧૨
સદ્દષ્ટિ બત્રીશી