________________
तथा हि मिथिलानाथो, मुमुक्षु निर्ममः पुरा ।
बभाण मिथिलादाहे, न मे किञ्चन दहाते ॥२७-१०॥ तथाहीति सम्प्रदायव्यक्तोऽयम् ।।२७-१०।।
“શ્લોકાર્થ સ્પષ્ટ છે કે પૂર્વે મુમુક્ષુ મિથિલાના નાથ શ્રીનમિરાજર્ષિએ કહ્યું હતું કે મિથિલાનગરીના દાહબળવું તે)માં મારું કાંઈ જ બળતું નથી. શ્રી નમિરાજર્ષિની કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. મિથિલાના રાજા શ્રીનમિને એક વાર ખૂબ જ અસહ્ય વેદના ઉત્પન્ન થયેલી. એના ઉપચાર માટે તેમની રાણીઓ પોતે ચંદન ઘસતી હતી. રાણીઓના હાથમાંનાં કંકણોના અવાજથી તે વખતે ઉપરથી વધારે વેદના થઇ. તેથી મંત્રીઓની સૂચનાથી સૌભાગ્યસૂચક એક એક કંકણ રાખવાથી અને બાકીનાં કંકણો કાઢી નાંખવાથી ચંદન ઘસતી વખતે અવાજ બંધ થયો. તેથી શ્રીનમિરાજાએ મંત્રીઓને પૂછ્યું કે હવે રાણીઓ ચંદન ઘસતી નથી? ત્યારે મંત્રીઓએ કહ્યું કે “ના રાજન્ ! રાણીઓ અત્યારે પણ ચંદન ઘસી રહી છે. પણ પૂર્વે હાથમાં અનેક કંકણો હતાં તેથી અવાજ થતો હતો. હવે હાથમાં એક એક કંકણ રાખીને ચંદન ઘસી રહી છે. તેથી હવે અવાજ થતો નથી. આ પ્રમાણે મંત્રીઓના વચનને સાંભળીને એકત્વભાવનાથી ભાવિત બનેલા શ્રી નમિરાજાએ પ્રવ્રયા ગ્રહણ કરી. એ વખતે સ્વયં ઈન્દ્ર મહારાજાએ શ્રીનમિરાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા અનેક રીતે કરી હતી. એમાં ઇન્દ્રમહારાજાએ તેઓશ્રીને કહ્યું હતું કે આ મિથિલાનગરી બની રહી છે. તેની વ્યવસ્થા કરીને પછી દીક્ષા લેજો. એના જવાબમાં તેઓશ્રીએ ઈન્દ્ર મહારાજાને કહ્યું કે મિથિલાનગરી બળે છે એમાં મારું કશું જ બળતું નથી. પુદ્ગલથી ભિન્ન એવા પોતાને જાણીને શ્રી નમિરાજર્ષિએ એવો વૈરાગ્ય પ્રાપ્ત કરેલો. ઈન્દ્ર મહારાજાએ શ્રી નમિરાજર્ષિને બીજી અનેક વાતો કરેલી. પરંતુ પોતાની શ્રદ્ધાથી તેઓશ્રી વિચલિત થયા નહીં, જેનો વૃત્તાંત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી છે. ૨૭-૧ના
કુતૂહલાદિથી રહિત એવા ભિક્ષુઓ પોતાના વસતિ-સ્થાનમાં જે રીતે રહે છે, તેને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે–
हस्तेन चाङ्घिणा वाचा, संयतो विजितेन्द्रियः ।
अध्यात्मध्याननिरतः, सूत्रार्थं यश्च चिन्तयेत् ॥२७-११॥ हस्तेन चेति-हस्तेन चाधिणा च संयतः कारणं विना कूर्मवल्लीनत्वेन स्थितेः कारणे च सम्यग्गमनात् । वाचा संयतोऽकुशलवाग्निरोधकुशलवागुदीरणाभ्यां विजितेन्द्रियो निवृत्तविषयप्रसरः ।।२७-११॥
“જેઓ ઇન્દ્રિયોના વિજેતા છે, હાથ પગ અને વાણીથી સંયત છે અને અધ્યાત્મધ્યાનમાં લીન એવા જે પૂ. સાધુભગવંતો સૂત્ર અને અર્થનું ચિંતન કરે છે, તે ભાવભિક્ષુ છે. આ પ્રમાણે
એક પરિશીલન
૧૦૭