________________
આવે, પરંતુ મૃદુ ઉપાય વડે જયારે તેઓશ્રી વિનય ગ્રહણ કરાવે ત્યારે કોપ કઈ રીતે આવે? વિનયની અર્થિતાનો અભાવ ન હોય તો એ શક્ય નથી... ઇત્યાદિ વિચારવું જોઈએ. /ર૯-૧૮ વિનીત અને અવિનીતને પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કરાય છે
त्रैलोक्येऽपि विनीतानां, दृश्यते सुखमङ्गिनाम् ।
त्रैलोक्येऽप्यविनीतानां, दृश्यतेऽसुखमङ्गिनाम् ॥२९-१९॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “ત્રણેય લોકમાં વિનયસંપન્ન આત્માઓને સુખની પ્રાપ્તિ થતી દેખાય છે. તેમ જ ત્રણેય લોકમાં વિનયથી રહિત આત્માઓને અસુખ-દુઃખની પ્રાપ્તિ થતી દેખાય છે.” આ લોકમાં અને પરલોકમાં વિનયસંપન્ન આત્માઓને સુખની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે અર્થ અને કામથી પ્રાપ્ત થતું લોકપ્રસિદ્ધ સુખ પણ વિનયી જનોને પ્રાપ્ત થતું હોય છે. ગમે તેટલાં સુખનાં સાધનોનો પરિભોગ હોય પરંતુ તે વખતે કોઈ તિરસ્કારાદિ કરે તો સુખનો અનુભવ થતો નથી. વિનયવંત આત્માઓનો પ્રાયઃ કોઇ તિરસ્કારાદિ કરતું ન હોવાથી અલ્પ સુખસામગ્રીમાં પણ એ વખતે તેઓ સુખનો અનુભવ કરે છે. વિનયના કારણે તે જીવોને જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થવાથી આત્મિક સુખની પણ પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં મોક્ષ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે, જે પરમસુખાનુભવનું કારણ બને છે.
આથી તદ્દન જ વિપરીત રીતે અવિનીત આત્માઓને સર્વત્ર સદાને માટે દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. સર્વત્ર તિરસ્કારને પાત્ર બનવાથી સુખનો અનુભવ થતો નથી. જ્ઞાનાદિ ગુણો પણ તેઓને પ્રાપ્ત થતા ન હોવાથી ભવાંતરમાં પણ મોક્ષાદિની પ્રાપ્તિ થતી નથી.. ઇત્યાદિ અન્યત્રથી જાણી લેવું. ૨૯-૧લા. સુખનું પ્રયોજક એવું ગૌરવ પણ વિનયથી જ પ્રાપ્ત થાય છે : એ જણાવાય છે
ज्ञानादिविनयेनैव, पूज्यत्वाऽऽप्तिः श्रुतोदिता ।
गुरुत्वं हि गुणाऽपेक्षं, न स्वेच्छामनुधावति ॥२९-२०॥ “જ્ઞાનાદિનો વિનય કરવાથી જ પૂજ્યત્વની પ્રાપ્તિ થાય છે - એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. કારણ કે ગુરુત્વ-પૂજયત્વ ગુણની અપેક્ષાવાળું છે. આપણી પોતાની ઇચ્છાથી કાંઈ પૂજયત્વદોડતું આવતું નથી.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં ફરમાવ્યું છે કે ગુણોથી પૂજય થવાય છે, સાધુ થવાય છે. ક્રોધ, અહંકાર વગેરે દોષોનો ત્યાગ કરી ક્ષમા, નમ્રતા, વિનય, વિવેક વગેરે ગુણોને જે પ્રાપ્ત કરે છે; તે આત્માઓમાં સાધુતા-પૂજયતા આવે છે. પૂજયતા-સાધુતા વગેરે સ્વભાવથી નથી આવતી કે જાતિ, કુળ, વેશ
એક પરિશીલન
૧૭૯