________________
આદિથી સંબદ્ધ નથી. વિનયાદિ ગુણોને લઈને એની પ્રાપ્તિ થાય છે. ગુણસાપેક્ષ વસ્તુ ગુણના અભાવમાં ન જ મળે – એ સમજી શકાય છે. ર૯-૨૦ના સામાન્યથી વિનયના વિષયનું નિરૂપણ કરીને હવે તેના મુખ્ય વિષયનું નિરૂપણ કરાય છે–
विनये च श्रुते चैव, तपस्याचार एव च ।
ચતુર્વિધ સમાધિસ્તુ, તો મુનિપુર્વેઃ ર૧-૨૦ શ્રી દશવૈકાલિક સૂત્રના અનુસાર અહીં આ એકવીસમા શ્લોકથી ચાર સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે. આત્માને જેને વિશે પૂ. જિતેન્દ્રિય સાધુ મહાત્માઓ રમણતા કરાવે છે, તેને સમાધિ કહેવાય છે. આવાં સમાધિ-સ્થાનો ચાર છે. વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ – આ ચાર સમાધિના દરેકના ચાર ચાર પ્રકાર છે. આ પ્રમાણે સમાધિસ્વરૂપ વિશેષ વિનયનું અહીં વર્ણન કરાય છે. સામાન્યતઃ વિનયનું નિરૂપણ આ પૂર્વે કર્યું છે.
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વિનય, શ્રત, તપ અને આચારને વિશે મુનીશ્વરોએ ચાર પ્રકારની સમાધિ વર્ણવી છે. ૨૯-૨૧ વિનયસમાધિના ચાર પ્રકાર જણાવાય છે
शुश्रूषति विनीतः सन्, सम्यगेवाऽवबुध्यते ।
यथावत्कुरुते चाऽथ मदेन च न माद्यति ॥२९-२२॥ વિનીત બનીને ગુરુના અનુશાસનને સાંભળવા ઇચ્છે છે. વિનીત થઈને સારી રીતે જાણે છે. સાંભળેલા તત્ત્વને શાસ્ત્રાજ્ઞા મુજબ કરે છે અને મદથી છકી જતો નથી.” – આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિનયમાં સમાધિ ચાર પ્રકારની છે. ભવનિસ્તારક પૂ. ગુરુભગવંત જ્યારે જ્યારે પણ આપણું અનુશાસન કરે ત્યારે ત્યારે તે અનુશાસન સ્વરૂપ વચનને વિનયપૂર્વક સાંભળવાની જે ઇચ્છા છે, તે વિનયસમાધિનો પહેલો પ્રકાર છે.
ધાર્યા કરતાં ઘણું અઘરું કામ છે, શુશ્રુષા સ્વરૂપ પ્રથમ વિનયસમાધિને પ્રાપ્ત કરવાનું. આપણી ઇચ્છા મુજબ પૂ. ગુરુદેવશ્રીનાં બીજાં બધાં જ કામો કરવાનું તો હજી ય ફાવે પરંતુ તેઓશ્રીના હિતકર એવા વચનને સાંભળવાની ઈચ્છા પ્રાપ્ત કરવાનું લગભગ મન જ થતું નથી. એ વિનયસમાધિની પ્રાપ્તિ થઈ જાય તો બીજા વિનયસમાધિના પ્રકારો તો સરળતાથી પ્રાપ્ત થઈ શકે એમ છે. જે કાંઈ તકલીફ છે તે આ શુશ્રુષાની છે. સાંભળવા માટે નહિ ટેવાયેલા આત્માઓને આ સમાધિ મળતી ન હોવાથી તેમનું સમગ્ર જીવન અસમાધિમાં જ વીતે છે. શુક્રૂષાની પ્રાપ્તિ થવાથી પૂ. ગુરુદેવશ્રીના પરમતારક અનુશાસનના શ્રવણથી અનુશાસનના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે વિનયસમાધિનો બીજો પ્રકાર છે. એ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાથી તદનુસાર જે
૧૮૦
વિનય બત્રીશી