SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે જ્યારે પણ વિનયગુણની હાનિ થતી ગઇ ત્યારે ત્યારે શ્રી જિનશાસનની ઉન્નતિના બદલે તેની અપભ્રાજના થઇ છે. ગંગાનદી કઇ દિશામાં વહે છે - એ જાણવા માટે મોકલેલા પૂ. બાલ સાધુમહાત્માના અદ્ભુત વિનયથી રાજાને શ્રી જિનશાસનની પ્રત્યે ખૂબ જ બહુમાન થયેલું. એ વૃત્તાંત ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રવચનશક્તિ, તપની કઠોર સાધના, અસાધારણ વિદ્વત્તા અને સહજભાવે કરાતું વૈયાવૃત્ત્વ વગેરે ગુણો પણ વિનય વિના ફળને આપનારા બનતા નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પ્રભાવના વિનયથી થાય છે - આ વાત ખરેખર જ ધ્યાનમાં લીધા વિના ચાલે એવું નથી. કોણ જાણે કેમ આવું થાય છે એ સમજાતું નથી. લગભગ પ્રભાવનાને કરનારામાં વિનયનું આચરણ જોવા ન મળે. અહંકારનો લેશ પણ બીજાના અસ્તિત્વનો સ્વીકાર પણ કરવા ના દે તો પછી બીજાના વિનયની તો અપેક્ષા રખાય જ ક્યાંથી ? પાણીના સિંચન વિના વૃક્ષ વધે નહીં એ સમજી શકનારા વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ ન થાય એ સમજી શકતા નથી - એ એક આશ્ચર્ય જ છે ને ? ।।૨૯-૧૭ના વિનયને નહિ કરનારાને કેવો અપાય પ્રાપ્ત થાય છે તે દૃષ્ટાંતપૂર્વક જણાવાય છે— विनयं ग्राह्यमाणो यो, मृदूपायेन कुप्यति । उत्तमां श्रियमायान्तीं दण्डेनाऽपनयत्यसौ ॥ २९-१८।। “મૃદુ-અત્યંત કોમળ વચનોના ઉપાય વડે વિનયને શિખવાડવા છતાં જે ગુસ્સે થાય છે, તે સામે ચાલીને આવતી ઉત્તમ એવી લક્ષ્મીને લાકડીથી દૂર કરે છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. લક્ષ્મીને દૂર કરવાના દૃષ્ટાંતથી કહેવાનો આશય ચોક્કસ જ સમજી શકાય છે. એક તો લક્ષ્મીને બોલાવ્યા પછી પણ આવતી નથી. એના બદલે તે સામે ચાલીને આવતી હોય ત્યારે તેને આવકારવાના બદલે દૂર કરવાનું ખૂબ જ ખરાબ છે. એમાં પણ ઉપેક્ષા કરીને અથવા સામાન્ય તિરસ્કાર કરીને તેને દૂર કરવાના બદલે લાકડીથી દૂર કરવાનું અર્થાત્ લાકડીથી ફટકારીને તેને આવતી અટકાવવાનું તો ખૂબ જ ભયંકર છે. આવું જ વિનય માટે સમજવાનું છે. એક તો આપણી મેળે આપણે વિનય કરતા નથી. સામે ચાલીને આપણને ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રી વિનય શિખવાડે ત્યારે શીખી લેવાના બદલે કે મૌનપણે સાંભળી લેવાના બદલે આપણે ગુસ્સે થઇ જઇએ : એ કેટલું ખરાબ છે - એ આપણે જ વિચારવું જોઇએ ને ? લક્ષ્મીના વિષયમાં સમજવાનું સાવ સરળ છે. પરંતુ વિનયના વિષયમાં સમજવાનું ઘણું જ અઘરું છે. આમ થવાનું કારણ બુદ્ધિની અલ્પતા નથી, પરંતુ વાસ્તવિક અનર્થીપણું છે. વિનયનું અર્થીપણું કેળવી લઇએ તો તેને ગ્રાહ્ય બનાવનારા પૂ. ગુરુભગવંત પ્રત્યે કોપ નહીં આવે. સંભવ છે કે કોઇ વાર કઠોર ઉપાયે કરી તેઓશ્રી વિનયને શિખવાડે ત્યારે કોપ વિનય બત્રીશી ૧૭૮
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy