________________
તાદૃશપ્રિયના અભાવની અને અપ્રિયના અભાવની સિદ્ધિ થાય છે... ઇત્યાદિ સમજી શકાય .1139-3011
ઉપર જણાવેલી સ્મૃતિમાં ‘સુખ’ શબ્દ દુઃખાભાવમાં ઉપચરિત છે. તેથી મોક્ષમાં તાદેશ વાસ્તવિક સુખની સિદ્ધિ થતી નથી... આ શંકાનું નિરાકરણ કરાય છે—
उपचारोऽत्र नाबाधात्, साक्षिणी चात्र दृश्यते । નિત્યં વિજ્ઞાનમાનન્દ્ર, બ્રહોત્સવ્યપરા શ્રુતિઃ રૂ૧-૩૧||
उपचार इति - अत्र मुक्तिसुखप्रतिपादिकायामुक्तस्मृतौ उपचारो न दुःखाभावे सुखपदस्य लाक्षणिकत्वम् । अबाधाद्द्द्बाधाभावाद्, जन्यस्याप्यभावस्येव भावस्यापि कस्यचिदनन्तत्वसम्भवाद् । अत्र मुक्तिसुखे ‘नित्यं विज्ञानमानन्दं ब्रह्येति' अपरापि श्रुतिः साक्षिणी वर्तते, तया नित्यज्ञानानन्दब्रह्माभेदबोधना IIર્9-૩૧||
“અહીં દુ:ખાભાવમાં ‘સુખ’ પદનો ઉપચાર કર્યો છે - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે અહીં મોક્ષમાં સુખને જણાવનારી નિત્યં વિજ્ઞાનમાનનું બ્રહ્ય... ઇત્યાદિ બીજી પણ શ્રુતિ પ્રમાણ છે.’ · આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, મોક્ષસુખનું પ્રતિપાદન કરનારી શ્રુતિમાં ‘સુખ’ પદનો દુઃખાભાવમાં ઉપચાર કરાતો નથી. અર્થાત્ દુઃખાભાવમાં ‘સુખ’ પદને અહીં લાક્ષણિક મનાતું નથી. મુખ્યાર્થ બાધિત હોય તો જ પદને લાક્ષણિક મનાય છે. અહીં ‘સુખ’ પદનો અર્થ મોક્ષમાં બાધિત ન હોવાથી તેને દુઃખાભાવમાં લાક્ષણિક મનાતું નથી.
“મોક્ષમાં સુખ માનવામાં આવે તો જન્યભાવભૂત પદાર્થનો નાશ થતો હોવાથી તેમાં અનંતત્વ માની શકાશે નહિ.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે જન્ય એવા અભાવ(ધ્વંસ)ની જેમ કોઇ ભાવભૂત જન્ય પદાર્થ પણ અનંત સંભવી શકે છે. નૈયાંયિકોની માન્યતા મુજબ જેમ જન્ય એવા ધ્વંસસ્વરૂપ અભાવનો નાશ થતો નથી, તેમ જૈનોની માન્યતા મુજબ જન્મભાવભૂત મોક્ષસુખનો પણ નાશ થતો નથી. એ મુજબ મોક્ષના સુખને જણાવનારી “શુદ્ધાત્મા નિત્યવિજ્ઞાન અને આનંદ સ્વરૂપ છે.”... ઇત્યાઘર્થક નિત્યં વિજ્ઞાનમાનનું બ્રહ્મ - આ બીજી શ્રુતિ સાક્ષી(પ્રમાણ) છે. આ શ્રુતિ વડે નિત્યવિજ્ઞાન અને આનંદ તેમ જ બ્રહ્મ : એના અભેદનો બોધ કરાવાય છે. ઇત્યાદિ સમજી શકાય છે. II૩૧-૩૧॥
પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે—
૨૫૨
परमानं दलयतां, परमानं दयावताम् 1 પરમાનવીનાઃ સ્મ:, પરમાનન્દ્વઈયા રૂ૧-૩૨॥
મુક્તિ બત્રીશી