________________
सूक्ष्माश्चेति-सूक्ष्माश्च लघवः प्रायशः कादाचित्कत्वात् । विरलाश्चैव सन्तानाभावाद् । अतिचारा अपराधा वचनोदये भवन्ति । ततो वचनोदयात्पूर्वममी अतिचाराः पुनः स्थूलाश्च बादराश्च घनाश्च निरन्तराश्च भवन्ति । तदुक्तं–“चरमाद्यायां सूक्ष्मा अतिचाराः प्रायशोऽतिविरलाश्च । आद्यत्रये त्वमी स्युः स्थूलाश्च તથા ઘનાવ’ ૨૮-૧
વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે અનુષ્ઠાનમાં અતિચાર સૂક્ષ્મ(કોઈ વાર) અને વિરલ (જેની પરંપરા ન હોય એવા) હોય છે, જ્યારે વચનાનુષ્ઠાનની પૂર્વે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વખતે અતિચારો પૂલ(સ્પષ્ટપણે જણાય એવા) અને ઘન(નિરંતર) હોય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચાર પ્રકારનાં અનુષ્ઠાનમાં પ્રીત્યનુષ્ઠાન અને ભજ્યનુષ્ઠાન - આ બે અનુષ્ઠાન એવાં છે કે જે સાધુભગવંતોને હોતાં નથી. પૂ. સાધુભગવંતોને વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન હોય છે. તેથી અહીં દક્ષાબત્રીસી(દ્વાáિશિકા)માં તે બે-પ્રીતિ, ભક્તિ-અનુષ્ઠાનનો વિચાર કર્યા વિના વચનાનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનનો જ વિચાર કર્યો છે.
શ્રી વિતરાગપરમાત્માના એકમાત્ર વચનને અનુસરી કરાતા અનુષ્ઠાનને વચનાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનના સામર્થ્યથી જ મોટા ભાગે સાધ્વાચારમાં અતિચારનો સંભવ રહેતો નથી. કોઈ વાર સામાન્ય અનુપયોગાદિને લઇને નાના અતિચાર પ્રાયઃ થાય છે અને થતાંની સાથે જ ખ્યાલ આવી જવાથી તે દૂર કરાય છે તેથી એની પરંપરા ચાલતી નથી. એ કારણે જ એ વિરલ હોય છે. પરંતુ આ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવા પૂર્વે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરવાનું નહિવત્ હોય છે, તેથી તે વખતે અતિચારો સ્કૂલ અને નિરંતર થતા હોય છે. અહીં દોષ મોટા છે અને સતત છે, જયારે વચનાનુષ્ઠાનમાં દોષ કોઈ વાર જ અને એ પણ અત્યંત નાના હોય છે. આથી સમજી શકાશે કે વચનાનુષ્ઠાનની અને એના અભાવની સ્થિતિમાં કેટલું અંતર છે. વચનાનુષ્ઠાનનું સામર્થ્ય ખરેખર જ અદ્ભુત છે. દિક્ષાને નિષ્પાપ રાખવાનું કાર્ય માત્ર વચનાનુષ્ઠાનનું છે. એના અચિન્હ પ્રભાવે અંતે આત્મા, નિષ્પાપ જ નહિ, નિષ્કર્મ બને છે. અનુષ્ઠાનની મોક્ષસાધકતા વાસ્તવિક રીતે વચનના અનુસરણના કારણે છે. માત્ર અનુષ્ઠાનની જ સામે જોયા કરવાથી વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ નહીં થાય. દરેક અનુષ્ઠાન વખતે શ્રી તીર્થંકરપરમાત્માનું પરમતારક વચન કર્યું છે - એ યાદ કરાય તો વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે. શ્રી ષોડશક પ્રકરણમાં પણ જણાવ્યું છે કે પાંચ પ્રકારની ક્ષમા(ઉપકાર, અપકાર, વિપાક, વચન, ધર્મીઓમાં વચનક્ષમા વખતે પ્રાયઃ અતિચાર સૂક્ષ્મ અને અતિવિરલ હોય છે; અને શરૂઆતના ત્રણ પ્રકારમાં એ અતિચારો સ્થૂલ અને ઘન હોય છે. આદ્ય ત્રણ પ્રકારોનો સમાવેશ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં થાય છે અને વચનક્ષમાનો સમાવેશ વચનાનુષ્ઠાનમાં થાય છે, તેથી અહીં જણાવેલી અને ષોડશકપ્રકરણમાં જણાવેલી વાતમાં કોઈ વિરોધ નથી. ૨૮-લા
૧૩૮
દીક્ષા બત્રીશી