________________
તેને સિદ્ધ કરવામાં સિદ્ધસાધનદોષ પ્રાપ્ત થાય છે. “પ્રતિયોગિવૃત્તિત્વ માત્રને સાધ્ય માનીએ તોપણ સિદ્ધસાધન આવે છે. કારણ કે દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી દુઃખનિરૂપિત વૃત્તિતા દુખત્વમાં છે જ. ધ્વસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્યરૂપે માનવામાં આવે તોપણ “સિદ્ધસાધન' દોષ આવે છે. કારણ કે પ્રતિપક્ષી (મોક્ષ ન માનનારા) દુઃખધ્વસને સ્વીકારતા હોવાથી તત્પતિયોગિદુઃખનિરૂપિતવૃત્તિતા તાદશ દુઃખત્વમાં(પક્ષમાં) સિદ્ધ જ છે.
સાધ્યઘટક ધ્વંસના વિશેષણ તરીકે માત્ર પ્રાગભાવાનાધારવૃત્તિત્વનો નિવેશ કરવામાં આવે અર્થાત્ પ્રાગભાવાનાધારવૃત્તિ-વૅસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય તરીકે માનવામાં આવે તો ત્રીજા શ્લોકમાં જણાવેલા દીપ_સ્વરૂપ દષ્ટાંતમાં અસિદ્ધિ આવે છે. અર્થાત્ દષ્ટાંત તરીકે દીપત્વને માની શકાશે નહિ. કારણ કે દીપધ્વસના અધિકરણ પ્રદીપના અવયવોમાં પ્રદીપનો પ્રાગભાવ હોવાથી દીપત્વમાં દીપપ્રાગભાવના આધારભૂત દીપાવયવ-વૃત્તિ દીપāસપ્રતિયોગિદીપનિરૂપિત વૃત્તિત્વ છે. પ્રાગભાવના અનાધારભૂતવૃત્તિāસપ્રતિયોગિવૃત્તિત્વ નથી. તેથી દગંત દીપત્વમાં સાધ્યસિદ્ધિ ન હોવાથી દાંતાસિદ્ધિ આવે છે. તેના નિવારણ માટે કુવામાવ..ઈત્યાદિનો નિવેશ છે. પ્રદીપના અવયવો દુઃખપ્રાગભાવના અનાધાર હોવાથી દષ્ટાંત સંગત છે.
યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિના નિવારણ માટે દુઃખપ્રાગભાવના સ્થાને માત્ર દુઃખનો નિવેશ કરવાથી પણ ચાલે એવું છે. કારણ કે દુઃખના અનાધાર જ પ્રદીપના અવયવો છે. પરંતુ તેથી મહાપ્રલયના બદલે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરદોષની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અહીં મોક્ષની સિદ્ધિ માટે ઉપર જણાવેલા અનુમાનનો ઉપન્યાસ કર્યો છે. એ અનુમાનથી દુઃખપ્રાગભાવના અનાધાર સ્વરૂપે મહાપ્રલયની સિદ્ધિ થાય છે. એથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ થાય છે. મહાપ્રલયના સ્થાને જો ખંડપ્રલયની સિદ્ધિ થાય તો બધા જીવોની મુક્તિ સિદ્ધ નહિ થાય. ખંડપ્રલયમાં દુઃખનો ધ્વંસ થતો હોવાથી દુઃખના અનાધારભૂત ખંડપ્રલયમાં વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગિ-દુઃખનિરૂપિત વૃત્તિત્વ દુઃખત્વમાં છે જ. આ રીતે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરની પ્રાપ્તિ થાય છે. ખંડપ્રલયમાં દુઃખોનો ધ્વંસ થતો હોવા છતાં ત્યાં ભવિષ્યમાં (સૂયંતરમાં) ઉત્પન્ન થનારાં દુઃખોનો પ્રાગભાવ હોય છે. તેથી ખંડપ્રલય દુઃખોનો અનાધાર હોવા છતાં દુઃખપ્રાગભાવનો તે અનાધાર નથી. આથી સમજી શકાશે કે દુઃખપ્રાગભાવના નિવેશથી અર્થાતર નહીં આવે.
ઉપર્યુક્ત અનુમાનમાં સાધ્યસાધક હેતુ “સાર્યમાત્રવૃત્તિત્વ છે. માત્ર “વૃત્તિત્વને હેતુ તરીકે રાખીએ તો આત્મનિરૂપિત વૃત્તિત્વ આત્મત્વમાં પણ છે અને ત્યાં દુઃખમાગભાવાનાધારવૃત્તિ-ધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. “ાર્યવૃત્તિત્વને હેતુ માનીએ તો આત્મત્વમાં હેતુ ન હોવા છતાં “અનંતત્વમાં હેતુ છે અને ત્યાં સાધ્ય નથી તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે અનંતત્વ “ધ્વંસાપ્રતિયોગિત્વ' સ્વરૂપ છે. જેનો ધ્વંસ થતો નથી તેમાં
૨૨૬
મુક્તિ બત્રીશી