________________
સ્પર્શજ્ઞાન કહેવાય છે. વસ્તુને સ્પર્શે છે તેથી તે સ્પર્શ છે. તેથી હેયમાં હેયત્વની બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેયત્વની બુદ્ધિ ચોક્કસપણે થાય છે. અર્થાત્ વસ્તુના સ્વરૂપનો બોધ સંવેદનાત્મક થાય છે. તે ક્રમે કરીને પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વરૂપ કાર્યમાં પરિણમે છે. વસ્તુનું જ્ઞાન હોવું અને વસ્તુનું કાર્યપરિણત જ્ઞાન હોવું એ બેમાં ઘણો ફરક છે. નિશ્ચય-વ્યવહાર ઉત્સર્ગોપવાદ વગેરે અનેકની અપેક્ષાએ વસ્તુના વિશુદ્ધ સ્વરૂપને સ્પર્શે એવા બોધને છોડીને બીજો બધો બોધ, બોધમાત્ર છે. અર્થાત તેથી કોઈ કાર્ય થતું નથી... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઇએ. સામાન્યતઃ જાણવું અને એ મુજબ પ્રતીતિ થવી, એમાં વિશ્વાસ બેસવો : એમાં જે ફરક છે, તે સમજી શકાય એવું છે. ર૯-૨પા. સ્પર્શજ્ઞાનના ફળનું વર્ણન કરાય છે–
अक्षेपफलदः स्पर्शस्तन्मयीभावतो मतः ।
यथा सिद्धरसस्पर्शस्ताने सर्वाऽनुवेधतः ॥२९-२६॥ જેમ સિદ્ધરસનો સ્પર્શ તાંબામાં બધે અનુવેધ થવાથી વિલંબ વિના ફળને આપે છે તેમ સ્પર્શસ્વરૂપ બોધ ધ્યેયની સાથે તન્મય થવાથી વિના વિલંબે ફળને આપનાર બને છે.” – આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેમ તાંબામાં સિદ્ધરસનો સ્પર્શ સર્વદશમાં(પ્રદેશ પ્રદેશ) થવાથી સુવર્ણભાવને પ્રાપ્ત કરે છે, તેમ સ્પર્શસ્વરૂપ જ્ઞાન આત્માના સવદશે વ્યાપી જવાથી અર્થ-કામાદિ હેય પદાર્થોથી આત્મા બધી રીતે દૂર થાય છે. મોક્ષ અને તેના સાધનભૂત જ્ઞાનાદિમાં તન્મય બને છે. ભાવસેિન્દ્રસ્વરૂપ સ્પર્શાખ્ય તત્ત્વ-સમ્રાપ્તિના સવનુવેધથી આત્મા પરમાત્મભાવને પ્રાપ્ત કરે છે.
આ વિષયને વર્ણવતાં શ્રી ષોડશકપ્રકરણમાં (૮-૮માં) ફરમાવ્યું છે કે મહાન ઉદય છે જેનાથી એવા ભાવસેિન્દ્રથી(સ્પર્શયોગથી) કાલક્રમે જીવસ્વરૂપ તાંબામાં પરમ કોટીની સિદ્ધસ્વરૂપ સુવર્ણભાવની પ્રાપ્તિ થાય છે. આત્મા પરમાત્મા બને છે. આ બધા ભાવોની પ્રાપ્તિના મૂળમાં વિનયસમાધિ વગેરે ચાર સમાધિની પ્રાપ્તિ છે, જેનું અંતિમ ફળ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. ૨૯-૨૬ll આથી જે સિદ્ધ થયું છે તે જણાવાય છે–
इत्थं च विनयो मुख्यः, सर्वानुगमशक्तितः ।
मिष्टान्नेष्विव सर्वेषु, निपतन्त्रिक्षुजो रसः ॥२९-२७॥ આ પૂર્વે જણાવ્યા મુજબ બધી જ આરાધના વિનયપૂર્વકની હોય તો જ તે પોતાના ફળને આપનારી બને છે. તેથી “આ રીતે બધામાં અનુગમશક્તિને આશ્રયીને વિનય જ મુખ્ય છે. એક પરિશીલન
૧૮૩