SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ એમને તારવા નથી.” આવો પક્ષપાત યોગે કર્યો નહિ. અર્થાત એવાં પાપકર્મોનો પણ યોગથી ક્ષય થયો છે... ઈત્યાદિ સમજી શકાય છે. ૨૬-૨૬ll યોગનો મહિમા જ વર્ણવાય છે अहर्निशमपि ध्यातं, योग इत्यक्षरद्वयम् । પ્રવેશાય પાપાનાં, ઘુવં વસ્ત્રાતા ર૬-૨૭મી “રાતદિવસ-સતત “યોગ' આ બે અક્ષરનું ધ્યાન કરવામાં આવે તો તે, આત્મામાં પાપનો પ્રવેશ થવા નહિ દેવા માટે વજની અર્ગલા આગળિયો) બને છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે – યોગની સાધના તો સિદ્ધિઓનું સ્થાન છે જ. પરંતુ માત્ર યોગનું નામસ્મરણ-ધ્યાન પણ આત્માને પાપથી દૂર રાખે છે. અર્થાત્ આત્મામાં પાપનો પ્રવેશ જ થવા દેતું નથી. ર૬-૨થી યોગ જેમ મોક્ષનું સાધન છે, તેમ બીજા કોઈ દુષ્ટ આશયથી કરેલી યોગની પ્રવૃત્તિ ઉપદ્રવને કરનારી બને છે - તે જણાવાય છે– - માનીવિકિનાર્થેન, યોગાસ્ય = વિશ્વના ! पवनाभिमुखस्थस्य, ज्वलनज्चालनोपमा ॥२६-२८॥ આજીવિકાદિના પ્રયોજનથી જે યોગની વિડંબના છે તે પવનની સામે રહેલાની અગ્નિ પ્રગટાવવા જેવી ક્રિયા છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેઓ જીવનનો નિર્વાહ, માનસન્માન કે ખ્યાતિ વગેરે માટે યોગની પ્રવૃત્તિ કરે છે, તેમને તેના ફળસ્વરૂપે વિડંબના જ પ્રાપ્ત થાય છે. યોગના ફળ તરીકે પ્રાપ્ત થનારી સિદ્ધિઓ તો દૂર રહી, પરંતુ ભવાંતરમાં યોગનું શ્રવણ પણ મળે નહીં. આ વાતને ઉપમા દ્વારા શ્લોકના ઉત્તરાર્ધથી સમજાવી છે. પાક(રસોઇ) વગેરેના સાધનભૂત અગ્નિને પણ કોઈ માણસ પવનની સામે રહીને અયોગ્ય રીતે પ્રગટાવે તો, તેના ફળની પ્રાપ્તિના બદલે તેને પોતાને જ તે બાળી નાખે. આવી રીતે જ આજીવિકાદિના આશયથી કરાયેલી યોગની પ્રવૃત્તિ અનર્થનું જ કારણ બને છે. તેથી શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલા આશયથી જ યોગની આરાધના કરવી જોઈએ. અન્યથા તો તેની વિડંબના છે - એ સૂચવ્યું છે. ૨૬-૨૮ વિશુદ્ધ આશય વિના કરેલી યોગની આરાધનાના અનિષ્ટ ફળને જણાવીને હવે શુદ્ધ આશયથી થયેલી યોગની સ્પૃહા પણ ઈષ્ટ ફળને આપનારી છે, તે જણાવાય છે– એક પરિશીલન ૯૫
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy