________________
गुणहानेरिति-अथ गुणहानेरनिष्टत्वं वैराग्यान्न वेद्यते कामान्धत्वादिव पारदार्य बलवदुःखानुबन्धित्वं, ततः प्रवृत्त्यव्याघात इति भावः । एवं सति इच्छाद्वेषौ विना सुखदुःखयोः प्राप्यनाश्ययोरिति शेषः । प्रवृत्तिर्न स्यात् । परवैराग्ये प्रवृत्तिकरणयोस्तयोनिवृत्तेरपरवैराग्ये च गुणवैतृष्णस्यैवाभावाद्गुणहानेरनिष्टत्वाप्रतिसन्धानानुपपत्तेर्गुणहानेरनिष्टत्वे प्रतिसंहिते प्राक्तनप्रवृत्त्यनुपपत्तौ तत्संस्कारतोऽप्यसङ्गप्रवृत्तेહુર્વવત્વમિતિ વિચિતત્ રૂ9-૨૮
“વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થઈ શકે છે. નૈયાયિકનું આ કથન યુક્ત નથી. કારણ કે સુખની ઇચ્છા અને દુઃખના દ્વેષ વિના પ્રવૃત્તિ શક્ય નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે “કામથી અંધ બનેલા પરસ્ત્રીનું સેવન કરતી વખતે જેમ બળવદ્ અનિષ્ટ(નરકાદિ)નું અનુબંધિત્વ જોતા નથી તેમ વૈરાગ્યના કારણે ગુણહાનિની અનિષ્ટતા અનુભવાતી નથી. તેથી પરસ્ત્રીના સેવનની જેમ જ મોક્ષની સાધનાની પ્રવૃત્તિમાં કોઈ જ વ્યાઘાત થતો નથી.' - આવી માન્યતા યુક્ત નથી.
કારણ કે ઇચ્છા અને દ્વેષ વિના પ્રાપ્ત કરવા યોગ્ય સુખમાં અને નાશ્ય દુઃખમાં પ્રવૃત્તિ શક્ય નથી. ઇચ્છાથી(સુખની ઇચ્છાથી) અને દ્વેષથી(દુ:ખના ષથી) જ સુખની પ્રવૃત્તિ અને દુ:ખનાશની પ્રવૃત્તિ થતી હોય છે. વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિ જ શક્ય નથી. પર વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિના કારણભૂત એવા સુખના રાગની અને દુઃખના દ્વેષની જ નિવૃત્તિ થઈ ગયેલી હોવાથી કારણના અભાવે કાર્યનો પણ અભાવ થાય છે. પરવૈરાગ્યના કાળમાં ગુણની તૃષ્ણાનો પણ અભાવ હોય છે. કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવની પણ અહીં ઇચ્છા હોતી નથી. અને અપર વૈરાગ્યમાં તો શબ્દાદિ વિષયોમાં તૃષ્ણા હોતી નથી. પરંતુ ગુણની તૃષ્ણાનો અભાવ ન હોવાથી (ગુણની તૃષ્ણા હોવાથી) ગુણની હાનિના અનિષ્ટત્વનું અપ્રતિસંધાન જ અનુપપન્ન છે અને તેથી ગુણહાનિમાં આત્મવિશેષગુણો-જ્ઞાન, સુખાદિની હાનિમાં) અનિષ્ટત્વનું પ્રતિસંધાન થવાથી મોક્ષસાધક પ્રવૃત્તિ જ નહિ થાય. આથી સમજી શકાશે કે વૈરાગ્યના કાળમાં જયાં મોક્ષસાધક પ્રવૃત્તિ જ થઈ નથી, ત્યાં “પૂર્વસંસ્કારોથી (અનુવેધથી) અસંગાનુષ્ઠાનસ્વરૂપ પ્રવૃત્તિ થાય છે.” - એ કહેવાનું શક્ય નથી... તેથી નૈયાયિકની વાતમાં તથ્ય નથી. ૩૧-૨૮
ननु श्रुतिबाधान्न मुक्तौ सुखसिद्धिरित्यत आह
મોક્ષમાં સુખ માનવાથી શ્રુતિ-ઉપનિષદુનો વિરોધ આવે છે તેથી મુક્તિમાં સુખ માનવામાં આવતું નથી, આવી નૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે
अशरीरं वाव सन्तमित्यादिश्रुतितः पुनः । सिद्धो हन्त्युभयाभावो, नैकसत्तां यतः स्मृतम् ॥३१-२९॥
૨૫૦
મુક્તિ બત્રીશી