________________
કોમળતાનો નાશ થતો નથી... ઇત્યાદિ વાત અનુભવથી પ્રસિદ્ધ છે. માણસના વચન ઉપરથી સામાન્ય રીતે એના સ્વભાવનો ખ્યાલ આવે છે. ૩૨-૩.
સજ્જનોનું માહાલ્ય વર્ણવાય છે
या द्विजिह्वदलना घनादराद्, याऽऽत्मनीह पुरुषोत्तमस्थितिः ।
याप्यनन्तगतिरेतयेष्यते, सज्जनस्य गरुडानुकारिता ॥३२-४॥ “જે દ્વિજિહ્ન(સર્પ, દુર્જન)દલન છે, જે પુરુષોત્તમ(વિષ્ણુ, તીર્થંકર)સ્થિતિ છે અને જે અનંતગતિ (શેષનાગગતિ, અસીમગતિ) છે; આ ત્રણના કારણે સર્જનના આત્મામાં અત્યંત આદરથી ગરુડની સમાનતા પ્રસિદ્ધ છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યાર્થ છે.
અહીં કહેવાનો આશય એ છે કે સજ્જનો ગરુડ જેવા છે. ગરુડ સર્પનું દલન-ખંડન કરે છે. વિષ્ણુને તે ધારણ કરે છે, કારણ કે એ વિષ્ણુનું વાહન છે અને તેની - ગરુડની ગતિ અસીમ છે. આવી જ રીતે સજ્જનો દુર્જનોનું ખંડન કરે છે, પોતાના આત્મામાં શ્રી તીર્થંકરપરમાત્માને ધારણ કરે છે અને અધ્યાત્મમાર્ગે તેઓશ્રીની અસીમગતિ છે. તેમ જ શેષનાગની પૃથ્વીને ધારણ કરવાની જે ગતિ-પદ્ધતિ છે તેમ સજજનો પણ પોતાની જવાબદારીને સારી રીતે વહન કરે છે. તેથી તેઓ અનંતગતિ છે. આ રીતે સજ્જનો પોતાના આત્મામાં અત્યંત આદરથી ગરુડની તુલ્યતાને ધારણ કરે છે - એ સમજી શકાય છે. li૩૨-૪ll
સજ્જન અને દુર્જનના ભેદને જ ફરી જણાવાય છે. અર્થાત પ્રકારતરથી સજ્જન અને દુર્જનના ભેદને જણાવાય છે–
सज्जनस्य विदुषां गुणग्रहे, दूषणे निविशते खलस्य धीः ।
चक्रवाकदृगहर्पते [तौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥३२-५॥ “વિદ્વાનોના ગુણને ગ્રહણ કરવામાં સજજનોની બુદ્ધિ જોડાય છે અને દુર્જનોની બુદ્ધિ તે વિદ્વાનોનાં દૂષણોને પ્રગટ કરવામાં જોડાય છે. ચક્રવાકની દૃષ્ટિ સૂર્યની કાંતિમાં જોડાય છે અને ઘુવડની દષ્ટિ અંધકારનો સંગ કરે છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સ્વભાવથી જ સજ્જનો ગુણના અર્થી હોવાથી વિદ્વાનોના ગુણોને ગ્રહણ કરવામાં તેઓ તત્પર હોય છે. જયારે દુર્જનો વિદ્વાનોના પણ દોષોને પ્રગટ કરવામાં તત્પર હોય છે. બન્નેના સ્વભાવમાં ખૂબ જ મોટું અંતર છે – આ વાત ચક્રવાકપક્ષી અને ઘુવડની ઉપમા દ્વારા સમજી શકાય છે. જયાં દોષ હોય ત્યાં પણ સામાન્યથી તે પ્રગટ કરાતા નથી. પરંતુ દુર્જનોનો સ્વભાવ જ વિચિત્ર હોય છે, તેથી જ્યાં દોષ નથી તે વિદ્વાનોમાં પણ દોષને પ્રગટ કરે છે. જ્ઞાનાદિગુણોનાભાજન સ્વરૂપ વિદ્વાનોના ગુણ ગ્રહણ કરવા જેટલી યોગ્યતા
૨૫૮
સજ્જનસ્તુતિ બત્રીશી