________________
અનુત્પત્તિ સ્વરૂપ જ તેનો ઉચ્છેદ કહેવાય છે. એ સંયોગની અનુત્પત્તિ સ્વરૂપ જ પુરુષનું કૈવલ્ય વર્ણવાય છે. તેથી મૂર્ત ઘટાદિ દ્રવ્યોની જેમ સંયોગનો પરિત્યાગ પુરુષમાં ઉચિત નથી. કારણ કે “પુરુષનો બુદ્ધિની સાથે સંયોગ, અવિદ્યાના કારણે થાય છે અને વિવેકખ્યાતિના કારણે તેનો પરિત્યાગ થાય છે. - આમ માનવાથી પુરુષના કૂટસ્થત્વની હાનિ થવાનો પ્રસંગ આવશે. આ પ્રમાણે પાતંજલોની માન્યતા છે. નાશ ન પામે અને ઉત્પન્ન ન થાય એવી સ્થિરેકસ્વભાવવત્ વસ્તુને કૂટસ્થ કહેવાય છે, જેમાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ પરિવર્તન મનાતું નથી.
આ વાતને જણાવતાં પાતંજલયોગસૂત્ર(૨-૨૫)માં કહ્યું છે કે “પૂર્વે વર્ણવેલી અવિદ્યાના અભાવથી પુરુષ અને બુદ્ધિના સંયોગનો અભાવ હોય છે, તેને હાન કહેવાય છે. તે હાન જ જ્ઞાનસ્વરૂપ પુરુષનો કૈવલ્યસ્વરૂપ મોક્ષ છે.” વગેરે અન્યત્ર અનુસંધય છે. રપ-૨૪,
તવાહિં–
ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે. આશય એ છે કે પાતંજલીના મતે પુરુષાર્થ સંગત થતો નથી... વગેરે જે જણાવ્યું છે, તેનું કારણ જણાવાય છે
तात्त्विको नात्मनो योगो, होकान्तापरिणामिनः ।
कल्पनामात्रमेवं च, क्लेशास्तद्धानमप्यहो ॥२५-२५॥ तात्त्विक इति-तात्त्विकः पारमार्थिको नात्मनो हि योगः सम्बन्ध एकान्तापरिणामिनः सतो युज्यते । एवं चाहो इत्याश्चर्ये क्लेशास्तद्धानमपि कल्पनामात्रम् । उपचरितस्य भवप्रपञ्चस्य प्रकृतिगतत्वं विनापि अविद्यामात्रनिर्मितत्वेन बौद्धनयेन वेदान्तिनयेनापि च वक्तुं शक्यत्वाद्, मुख्यार्थस्य च भवन्मतनीत्याद्याप्यસિદ્ધત્વાહિત્ય: રિલ-૨૧|
પરમાર્થથી, એકાંતે અપરિણામી એવા આત્માનો બુદ્ધિની સાથે યોગ(સંબંધ) ઘટતો નથી અને તેથી ક્લેશો અને તેની હાનિ માત્ર કલ્પના છે.” - આ પ્રમાણે પચ્ચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે આત્માને સર્વથા અપરિણામી માનવાના કારણે તાત્વિક રીતે આત્માની સાથે બુદ્ધિનો સંબંધ સંગત થતો નથી. કારણ કે આત્મા પરિણમનશીલ નથી. તેથી તાદશ સંબંધના કારણ તરીકે અવિદ્યાદિ ક્લેશની કલ્પના અને તેની વિવેકખ્યાતિથી હાનિની કલ્પના પણ કલ્પનામાત્ર છે, વાસ્તવિક નથી – એ આશ્ચર્યની વાત છે.
યદ્યપિ બુદ્ધિના ઔપચારિક સંબંધાદિ આત્મામાં(પુરુષમાં) થઈ શકે છે પરંતુ આ રીતે ઔપચારિક ભવપ્રપંચ તો, પ્રકૃતિમાં એ માન્યા વિના પણ અવિદ્યામાત્રના કારણે બૌદ્ધ અને વેદાંતના મત મુજબ વર્ણવી શકાય છે. પ્રકૃતિ જડ હોવાથી અને પુરુષ અપરિણામી હોવાથી પ્રકૃતિમાં ભવપ્રપંચનો સંભવ નથી. તેથી તેના પ્રપંચનો ઉપચાર, પુરુષમાં સંભવિત નથી. અન્યત્ર પ્રસિદ્ધનો અન્યત્ર ઉપચાર કરાય છે. અપ્રસિદ્ધનો ઉપચાર કરાતો નથી. આ રીતે
એક પરિશીલન
૫૫