________________
કરવો જોઇએ. આ ગાથામાં જીવ પદ ધ્રુવતા(સ્થિરતા) અર્થને જણાવનારું છે. ધ્રુવ પદ વાસ્તવિક રીતે સ્થિરાર્થક છે, તેથી ઉપર જણાવ્યા મુજબ ભાવની (સ્થિરતાની) પ્રધાનતાનો નિર્દેશ છે.
શ્રી ષોડશક પ્રકરણની ઉપર જણાવેલી વિગતને અનુલક્ષી “સંસારના સુખ માટે ધર્મ કરાય' - આવી પોતાની માન્યતાનું કેટલાક વિવેચકોએ સમર્થન કર્યું છે. પરંતુ ઉપર જણાવેલી વાત ઉપરથી સમજી શકાશે કે અહીં એવી કોઈ જ સંસારના સુખની વાત નથી. કીર્તિ, આરોગ્ય, વ્રતની સ્થિરતા અને સત્પદની પ્રાપ્તિ શિષ્યને થાય એવી ભાવનાથી નામાદિનો ન્યાસ પૂ. ભવનિસ્તારક ગુરુદેવ કરતા હોય છે. કીર્તિ, આરોગ્ય વગેરેને સંસારના સુખ રૂપે જોવાની પ્રવૃત્તિ ખરેખર જ વિકૃત છે. ભવનિસ્તારને કરનારી દીક્ષા સંબંધી નામાદિન્યાસ ભવનિસ્તારનાં જ અંગ છે, ભવનાં અંગ નથી. આ બધી વાત સામાન્યથી “શ્રી જિનશાસનની મોસૈકલક્ષિતા આ પુસ્તિકામાં જણાવી છે. અને “શ્રી ષોડશક એક પરિશીલન' આ પુસ્તકમાં જણાવીશ એટલે એ વિષયમાં અહીં જણાવ્યું નથી. જિજ્ઞાસુઓએ તે તે પુસ્તકો વાંચી લેવાં જોઇએ. ll૨૮-પા
હવે દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે. આ પૂર્વે દીક્ષા' શબ્દને આશ્રયી દીક્ષાનું સ્વરૂપ વર્ણવ્યું હતું, હવે દીક્ષાનું જે કાર્ય છે તેને આશ્રયી દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે–
इहादौ वचनक्षान्तिधर्मक्षान्तिरनन्तरम् ।
अनुष्ठानं च वचनानुष्ठानात् स्यादसङ्गकम् ॥२८-६॥ इहेति-इह दीक्षायामादौ प्रथमं वचनक्षान्तिः । अनन्तरं धर्मक्षान्तिर्भवति । अनुष्ठानं च वचनानुष्ठानादध्ययनाद्यभिरतिलक्षणादनन्तरं तन्मयीभावेन स्पर्शाप्तौ सत्यामसङ्गकं स्यात् ॥२८-६।।।
શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. “દીક્ષામાં શરૂઆતમાં વચનક્ષમા હોય છે અને પછી ધર્મક્ષમા હોય છે. તેમ જ અધ્યયન, વૈયાવચ્ચ વગેરે સ્વરૂપ અનુષ્ઠાનો સ્વરૂપ અનુષ્ઠાનોમાં પ્રથમ વચનાનુષ્ઠાન હોય છે અને પછી એ અનુષ્ઠાનોના કારણે ઉત્પન્ન થનારું અસંગ અનુષ્ઠાન હોય છે.” - આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો શબ્દાર્થ છે. વચનક્ષમા, ધર્મક્ષમા, વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનાદિનું સ્વરૂપ આગળના શ્લોકોથી ગ્રંથકારશ્રી સ્વયં જણાવશે.
એ પૂર્વે અહીં એ યાદ રાખવું જોઇએ કે દીક્ષા લીધા પછી પાંચ મહાવ્રતોનું પાલન; બાવીશ પરીષહોને સહન કરવા; નિર્દોષ ભિક્ષા; નવકલ્પી વિહાર; દશ પ્રકારના શ્રમણધર્મનું વિશુદ્ધ પાલન; પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન; પંદર કલાકનો સ્વાધ્યાય અને ગુરુપારતન્ય વગેરે અનેક આચારોનું અપ્રમત્તપણે પાલન કરવાનું છે. આ બધામાં દશ પ્રકારના યતિધર્માન્તર્ગત “ક્ષમા” ધર્મની પ્રધાનતા હોવાથી આ શ્લોકમાં ક્ષમાધર્મથી દીક્ષાનું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી જિનશાસનનો સાર ક્ષમાધર્મ છે. એના અસ્તિત્વમાં જ બીજા બધા ધર્મોનું અસ્તિત્વ છે. ક્ષમાના અભાવમાં બીજા બધા ધર્મોનું કોઈ મહત્ત્વ નથી. “સહનશીલતા' એ
૧૩૨
દીક્ષા બત્રીશી