SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાનુભવનો વિષય બનતું નથી. કારણ કે તેઓશ્રી અસંગયોગમાં નિમગ્ન હોય છે. તેથી અપ્રમત્તયતિને સુખની ઉદીરણાનો પ્રસંગ આવતો નથી - આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ એ કહેવાનું ઉચિત નથી. કારણ કે અપ્રમત્તયતિઓને “હું સુખી છું’... ઇત્યાદિ અનુભવ અબાધિત છે... વગેરે અન્યત્ર અનુસંધેય છે. ll૩૦-૧૮ દિગંબરોએ પોતાની માન્યતાનું સમર્થન કરવા ઉપન્યસ્ત નવમા હેતુનું નિરાકરણ કરાય છે– आहारकथया हन्त, प्रमादः प्रतिबन्धतः । તમારે ૨ નો મુવલ્યા, યૂયતે સુમુરપ રૂ૦-૧૧ आहारकथयेति-आहारकथया हन्त प्रतिबन्धतस्तथाविधाहारेच्छासंस्कारप्रवृद्धेः प्रमादो भवति, न त्वन्यथापि । अकथाविकथानां विपरिणामस्य परिणामभेदेन व्यवस्थितत्वात् । तदभावे च प्रतिबन्धाभावे च नो नैव भुक्त्या श्रूयते सुमुनेरपि उत्तमसाधोरपि प्रमादः, किं पुनर्भगवत इति भावः । बहिर्योगव्यापारमात्रोपरम एवाप्रमत्तत्वलाभ इति तु न युक्तम्, आरब्धस्य तस्य तत्रासङ्गतया निष्ठया अविरोधादिति ||રૂ૦-૧૨ll આહારકથાથી પ્રમાદ થાય છે તે વાત બરાબર છે પરંતુ પ્રતિબંધને(રાગને) લઈને તે પ્રમાદ થાય છે. અન્યથા પ્રતિબંધના અભાવમાં વાપરવાથી સારા(ભાવ)સાધુને પણ પ્રમાદ થતો નથી. તો શ્રી કેવલીપરમાત્માને તે ક્યાંથી થાય?” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આહારકથાના કારણે તેવા પ્રકારના ઈષ્ટ આહારને વાપરવાની ઇચ્છાના સંસ્કારની (ઈચ્છાજનક સંસ્કારની) વૃદ્ધિ થવાથી પ્રમાદ થાય છે. અન્યથા તાદેશ સંસ્કારના અભાવમાં પણ પ્રમાદ થતો નથી. આહારની કથા હોવા છતાં ફળમાં કેમ ફરક પડે છે – એમ નહીં કહેવું જોઇએ. કારણ કે અકથા કે વિકથાનો વિપરિણામ (વિશિષ્ટ પરિણામ); આશયવિશેષથી વ્યવસ્થિત છે. અર્થાત્ એમાં વક્તા વગેરેનો આશય કારણ છે. ઉપર જણાવ્યા મુજબ પ્રતિબંધનો અભાવ હોય તો ઉત્તમ સાધુ મહાત્માને પણ પ્રમાદ થતો નથી – એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. કવલાહારાદિ સ્વરૂપ બાહ્યવ્યાપાર(ક્રિયા)માત્ર(સકળ બાહ્યવ્યાપારમાત્ર)નો અભાવ થાય ત્યારે જ અપ્રમત્તત્વની પ્રાપ્તિ થાય છે, તેથી ઉત્તમ સાધુમહાત્માઓને સાતમાં ગુણઠાણે આહારનો સંભવ નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ; કારણ કે છઠ્ઠા ગુણસ્થાનકે જેઓએ આહારની શરૂઆત કરેલી હોય તેઓ; ઉદાસીનપણે વાપરતાં વાપરતાં અસંગદશાને પ્રાપ્ત કરી સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે, એમાં કોઈ વિરોધ નથી. ૩૦-૧લા દશમા હેતુનું નિરૂપણ કરાય છે– એક પરિશીલન ૨૦૭.
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy