________________
પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે સારા કવિઓ અનેકાનેક ગ્રંથોના અર્થને સંકલિત કરે છે અને પ્રયત્નપૂર્વક તેનો વિસ્તાર કરે છે. એ જોઈને સજ્જનો તેમની કૃતિની પ્રશંસા વગેરે કરીને સજ્જનોની કીર્તિને સર્વત્ર ફેલાવે છે. ચંદ્રમાના પ્રકાશમાં જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ સજ્જનો દ્વારા કરાયેલી સારા કવિઓની પ્રશંસા વગેરેથી કવિઓની તે તે કૃતિથી સારા કવિઓની કીર્તિ વૃદ્ધિ પામે છે. એનાથી તદ્દન જ વિપરીત કાર્ય કરવાનો સ્વભાવ દુર્જનોનો છે. તેઓ પોતાના સ્વભાવને અનુરૂપ, સારા કવિઓની કૃતિમાં દોષનું ઉદ્દભાવન કરી-કરીને કવિઓની કીર્તિસ્વરૂપ સમુદ્રમાં વડવાનલની વ્યથાને ઉપજાવે છે. અર્થાત્ કીર્તિસ્વરૂપ પાણીને શોષી લે છે. સમુદ્રમાં ચંદ્રમાના ઉદયથી ભરતી આવે છે અને સમુદ્રમાં વડવાનલ હોય છે – એ સાહિત્યપ્રસિદ્ધ છે. આ રીતે સજજનો સારા કવિઓની કીર્તિને વિસ્તારે છે અને દુર્જનો તેને ફેલાતી અટકાવે છે – એ કહેવાનું તાત્પર્ય છે. //૩ર-લા
ઉપર જણાવ્યા મુજબ દુર્જનોની દુષ્ટતા હોવા છતાં સજ્જન પુરુષોના અનુગ્રહને લઈને દુર્જનોથી ભય રહેતો નથી, તે જણાવાય છે–
यद्यनुग्रहपरं सतां मनो, दुर्जनात् किमपि नो भयं तदा ।
सिंह एव तरसा वशीकृते, किं भयं भुवि शृगालबालकात् ॥३२-१०॥ “જો મારા ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવું સજ્જનોનું મન હોય તો દુર્જનથી મને કોઈ જ ભય નથી. કારણ કે ઝડપથી સિંહને જ વશ કરી લીધેલ હોય તો શું જગતમાં શિયાળના બચ્ચાથી ભય હોય ખરો ? અર્થાત્ ન હોય.” – આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે દુર્જનો શિયાળના બચ્ચા જેવા છે અને સજ્જનો સિંહ જેવા છે. તેમના સંગથી દુર્જનોનો ભય રાખવાનું કોઈ જ કારણ નથી. ૩૨-૧૦ના
સજ્જન અને દુર્જનના કાર્યભેદને જ જણાવાય છે– खेदमेव तनुते जडात्मनां, सज्जनस्य तु मुदं कवेः कृतिः ।। स्मेरता कुवलयेऽब्जपीडनं (म्बुजे व्यथा), चन्द्रभासि भवतीति हि स्थितिः ॥३२-११॥
“જડબુદ્ધિવાળા દુર્જનોને કવિની કૃતિ(ગ્રંથ-રચના) ખેદને જ ઉપજાવે છે. પરંતુ સજ્જનોને તો તે આનંદને ઉપજાવે છે. ચંદ્રની કાંતિ ખીલેલી હોય ત્યારે ચંદ્રવિકાસી કમળ (કુવલય) વિકાસ પામે છે. પરંતુ સૂર્યવિકાસી કમળને વ્યથા-પીડા થાય છે. તેથી અહીં આવી સ્થિતિ છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
કોઇનું પણ સારું જોઈ ના શકે - એવો સ્વભાવ દુર્જનોનો હોય છે. તેથી તેમને કવિઓની ગ્રંથની રચનાથી આનંદ ન થાય એ બનવાજોગ છે. એટલાથી પતી જતું હોત તો તે સારું જ એક પરિશીલન
૨૬૧