________________
સ્પષ્ટ છે. અહીં દીક્ષાની સફળતાને અનુકૂળ એવા વિનયનું જ મુખ્ય રીતે નિરૂપણ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સ્વરૂપ ધર્મને અહીં જે વિનયસ્વરૂપે વર્ણવ્યો છે, તેનું કારણ સ્પષ્ટરૂપે સમજી શકાય છે કે જ્ઞાનાદિથી પૂર્વક દૂર થાય છે અને નવાં કર્મોનો બંધ થતો નથી. અર્થાત્ જ્ઞાનાદિ વિનયમાં વિનયત્વ; પૂર્વકર્મનું વિનયન અને ઉત્તરકર્મના બંધનો અભાવ : આ સ્વરૂપ છે. આ વિનય' પદનું પ્રવૃત્તિનિમિત્ત છે... ઇત્યાદિ સમજી લેવું. ૨૯-રા
જ્ઞાનાદિ પાંચ પ્રકારના વિનયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના આઠ આઠ પ્રકારો અને તપના બાર પ્રકારો પ્રસિદ્ધ છે. પાંચમા ઉપચારવિનયના પ્રકારો હવે જણાવાય છે
प्रतिरूपेण योगेन, तथाऽनाशातनात्मना । .
उपचारो द्विधा तत्राऽऽदिमो योगत्रयात् त्रिधा ॥२९-३॥ प्रतिरूपेणेति-प्रतिरूपेणोचितेन योगेन । तथाऽनाशातनात्मना आशातनाऽभावेन उपचारो द्विधा । तत्रादिमः प्रतिरूपयोगात्मको योगत्रयात् त्रिधा कायिको वाचिको मानसश्चेति ।।२९-३।।
ત્રીજા શ્લોકનો અર્થ પણ સ્પષ્ટ છે કે ઉચિત આચરણના યોગથી અને આશાતનાના અભાવથી ઉપચારવિનય બે પ્રકારનો છે. એ બે પ્રકારના ઉપચારવિનયમાં પ્રથમ જે ઉચિત યોગસ્વરૂપ ઉપચારવિનય છે; તે મન, વચન અને કાયાના ત્રણ યોગને આશ્રયીને ત્રણ પ્રકારનો છે. આથી સમજી શકાશે કે પ્રતિરૂપ(ઉચિત) યોગ અને અનાશાતના આ બે પ્રકારે ઉપચારવિનય બે પ્રકારનો છે અને માનસિક, વાચિક અને કાયિક: આ ત્રણ ભેદથી પ્રતિરૂપયોગાત્મક પ્રથમ ઉપચારવિનય ત્રણ પ્રકારનો છે, જે; અનુક્રમે મન, વચન અને કાયાની ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપ છે. ૨૯-al
પ્રથમ ઉપચારવિનયના ત્રણ પ્રકારના વિનયમાંના ટીકામાં જણાવેલા પ્રથમ કાયિક વિનયના પ્રકાર જણાવાય છે–
अभिग्रहाऽऽसनत्यागावभ्युत्थानाऽअलिग्रहौ । कृतिकर्म च शुश्रूषा, गतिः पश्चाच्च सम्मुखम् ॥२९-४॥
अभिग्रहेति-अभिग्रहो गुरुनियोगकरणाभिसन्धिः । आसनत्याग आसनदानं पीठकाधुपनयनमित्यर्थः । अभ्युत्थानं निषण्णस्य सहसार्हदर्शनेन । अञ्जलिग्रहः प्रश्नादौ । कृतिकर्म च वन्दनं । शुश्रूषा विधिवददूरासन्नतया सेवनं । पश्चाद्गतिर्गच्छतः, सम्मुखं च गतिरागच्छतः । इति ।।२९-४।।
“અભિગ્રહ, આસનત્યાગ, અવ્યુત્થાન, અંજલિગ્રહ, કૃતિકર્મ, શુશ્રુષા, પશ્ચાદ્ગતિ અને સમુખગતિ (આ આઠ પ્રકારનો કાયિક ઉચિતયોગસ્વરૂપ ઉપચારવિનય છે.)” - આ પ્રમાણે
એક પરિશીલન
૧૬૭