________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૪ जीवतीति जीवः । असौ अनादिनिधनः अनाद्यपर्यवसित इत्यर्थः । स च ज्ञानावरणादिकर्मणा समेकीभावेनान्योन्यव्याप्त्या युक्तः संबद्धो ज्ञानावरणादिकर्मसंयुक्तः । मिथ्यात्वादिनिमित्तं मिथ्यात्वादिकारणं, मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतव इति वचनात् (तत्त्वार्थाधिगमसूत्रम् ૮-૨) I વર્ષ પુનરાવરઃિ ભવત્યવિથમણવારીમતિ ૧ / તે વિષે ગ્રંથકાર કહે છે– ગાથાર્થ-જીવ અનાદિ-અનંત છે, અને જ્ઞાનાવરણાદિ કર્મથી સંયુક્ત છે. મિથ્યાત્વાદિના કારણે કર્મ (કર્મનો બંધ) છે. કર્મ આઠ પ્રકારનું છે. ટીકાર્થ– જીવ- જે જીવે તે જીવ.
સંયુક્ત- સં એટલે (દૂધ-પાણીની જેમ) એકી ભાવથી પરસ્પરની વ્યાપ્તિથી યુક્ત તે સંયુક્ત. આઠ રુચક પ્રદેશ સિવાય જેટલા આત્મપ્રદેશો છે તેટલા બધાય આત્મપ્રદેશોની સાથે કર્માણઓ બંધાયેલા છે. અને જ્યાં જયાં કર્માણુઓ બંધાયેલા છે ત્યાં ત્યાં આત્મપ્રદેશો છે. આમ કર્મ અને આત્મા (દૂધ-પાણીની જેમ) એકી ભાવથી પરસ્પર વ્યાપીને રહેલા છે. આથી જીવ કર્મથી સંયુક્ત છે.
મિથ્યાત્વાદિના કારણે કર્મ છે- કારણ કે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુઓ કારણો છે, એવું વચન છે.
મિથ્યાદર્શન આદિનું વિશેષ વર્ણન મિથ્યાદર્શન એટલે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા. મિથ્યાદર્શન, મિથ્યાત્વ, અશ્રદ્ધા વગેરે શબ્દો એકાર્થક છે. મિથ્યાદર્શનના પાંચ ભેદો છે. (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાભોગિક.
(૧) આભિગ્રહિક-અભિગ્રહ એટલે પકડ. વિપરીત સમજણથી અતાત્ત્વિક બૌદ્ધ આદિ કોઈ એક દર્શન ઉપર “આ જ સત્ય છે એવા અભિગ્રહથી= પકડથી યુક્ત જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે આભિગ્રહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણ તથા અભિગ્રહ=પકડ મુખ્ય ભાગ ભજવે છે.
(૨) અનાભિગ્રહિક– અનાભિગ્રહિક એટલે અભિગ્રહથી=પકડથી રહિત. અમુક જ દર્શન સત્ય છે એવા અભિગ્રહથી રહિત બનીને “સર્વ દર્શનો સત્ય છે' એમ સર્વ દર્શનો ઉપર શ્રદ્ધા રાખનાર જીવની તત્ત્વો