Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
(GE
ધર્મ
ઋષભ
服
પાદુકા
यस्यादेशादुपेत्य प्रथमगणधर : पुण्डरीकाभिधानः सिद्धाद्रौ पञ्चकोटीमितयतिसहितः केवलज्ञानमाप्य; । श्रेयः पुर्यामयासीदमरनरपतिश्रेणिसंसेविताङिघ्रः स श्रीमानादिदेवः शिवसुखमचिरात् प्राणभाजां प्रदेयात् ॥ १ ॥
જેઓશ્રીના ઉપદેશથી શ્રી સિદ્ધગિરિપર્વતપર આવીને શ્રી પુંડરીક નામના પ્રથમ ગણધર ભગવંત પાંચ ક્રોડ યતિઓ સાથે કેવલજ્ઞાન પામીને મોક્ષમાં પધાર્યા. તે ઇન્દ્રો અને રાજાઓની પંક્તિથી સેવાયેલાં ચરણકમલવાલા એવા શ્રીમાન આદિવપ્રભુ પ્રાણીઓને જલ્દીથી મોક્ષ સુખ આપો. જે તીર્થને વિશે લાંબાકાળથી ઉપાર્જન કરેલા સંપૂર્ણ કર્મરાશિનો ક્ષય કરીને અસંખ્યાતા—યતિઓ-મુનિઓ મોક્ષે ગયેલા છે. અને જશે.
તે તીર્થમાં દેવતાઓથી પૂજાએલા શ્રી ઋષભદેવ – વગેરે જિનેશ્વોની પૂજા કરતાં ને ધ્યાન કરતાં મનુષ્યોને શિવસુખ – મોક્ષસુખ થાય. કારણકે શ્રી શત્રુંજ્યને નજરે જોતાં બે દુર્ગતિ ( નગતિ ને તિર્યંચગતિ ) ક્ષય પામે છે. (તેમાં જવું પડતું નથી ) ત્યારે શ્રી શત્રુંજ્યઉપર પૂજા અને સ્નાત્ર કરવાથી હજાર સાગરોપમનાં પાપોનો નાશ થાય છે. શ્રી શત્રુંજ્યનું ધ્યાન કરવાથી હજાર પલ્યોપમનું પાપ નાશ પામે છે. અને શ્રી શત્રુંજયનો અભિગ્રહ ધારણ કરવાથી લાખ પલ્યોપમનું પાપ નાશ પામે છે. ત્યારે તેની સન્મુખ માર્ગે જતાં – ચાલતાં સાગરોપમથી ઉપાર્જન કરેલું દુષ્કર્મનાશ પામે છે. શ્રી સિધ્ધગિરિપર્વતઉપર જે ક્ષુદ્રપક્ષીઓ અને હિંસકપ્રાણીઓ છે તે પણ