________________
શ્રમણભગવંતો-૨
૨૯
અવિનાશી આત્મા જગતમાં તપ-ત્યાગ અને જ્ઞાન–ધ્યાનની છાયા ફેલાવી અમર બની ગયે. પૂજ્યશ્રીની સ્મૃતિમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રદેશોમાં તેઓશ્રીના વિદ્વાન શિષ્યસમુદાયની પ્રેરણાથી અનેક સમાધિમંદિરે, ગુરુમંદિરે, સરસ્વતીમંદિરે. ધર્મ સ્થાને, પાઠશાળાઓ આદિનું નિર્માણ થવાથી પૂજ્યશ્રીની યશોગાથા વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહી છે. પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવક પરમારાધ્ય સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રીના નામસ્મરણને અપૂર્વ પ્રભાવ છે કે તનમનનાં સેંકડો કષ્ટ ક્ષણભરમાં વિલીન થાય છે. વર્તમાનમાં પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં ગુરુભ્રાતા પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયજયદેવસૂરિજી મહારાજ આદિ અનેક આચાર્યો, પદવીધરે, મુનિવરે આદિ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનની અનેક પ્રકારે પ્રભાવના કરી રહેલ છે. પૂજ્યશ્રીના પાવનકારી નામસ્મરણને કેટ કેટિ વંદના !
શાસનહિતચિંતક, મર્મજ્ઞ, સમયજ્ઞ અને
પરમ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયરામસુરીશ્વરજી મહારાજ
ગરવી ગુજરાતના મહાનગર અમદાવાદ નજીક એક ઘણું રળિયામણું ગામ છે. નામ છે કુબડથલ. પ્રકૃતિને ખોળે રમતાં આ કુબડથલ ગામે એક સંસ્કારી અને શીલસંપન્ન શ્રાવકદંપતી રહે. શ્રાવકનું નામ ભલાભાઈ અને એમનાં પત્નીનું નામ ગંગાબાઈ. ભલાભાઈ યથાનામ ભલમનસાઈથી ભરેલા અને ગંગાબાઈ યથાનામ ધર્મમય પ્રવૃત્તિથી પવિત્ર જીવન વિતાવતાં સુખપૂર્વક દિવસ પસાર કરે. આ દંપતીને સંસારના ઉત્તમ ફળરૂપે બે પુત્ર પ્રાપ્ત થયા ઃ ૧. વાડીભાઈ અને ૨. રમણભાઈ. બંને ભાઈઓએ દુર્ભાગ્યવશાત્ બાળપણથી જ પિતૃછાયા ગુમાવી. દાદાજી પૂજાભાઈ અને માતા ગંગાબાની છાયામાં બંને ભાઈઓએ સંસ્કારના પાઠ શીખ્યા અને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. એવામાં પૂંજાભાઈને ધંધાથે અમદાવાદ આવી વસવું પડ્યું. માતા ગંગાબાઈ અને બંને ભાઈઓ પણ અમદાવાદ આવીને રહ્યા. પરંતુ ત્યાં પણ વિધિની કૂરતાએ દાદાજી પૂંજાભાઈને આ દુનિયામાંથી ઉઠાવી લીધા. આ આઘાતથી ધર્મમય વૃત્તિવાળા રમણભાઈમાં વૈરાગ્યભાવના અત્યંત તીવ્ર થઈ ઊઠી. તેમને સંસારની અસારતા સમજાઈ ગઈ, અને ચારિત્ર લેવાની ભાવના થઈ. એવામાં અમદાવાદ બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજની વૈરાગ્યસભર વાણું સાંભળી રમણભાઈ સંયમજીવન માટે તત્પર થયા. તેમણે માતા સમક્ષ દીક્ષાગ્રહણ કરવાની અનુમતિ માગી. પરીક્ષા લીધા બાદ માતા તેમની વાતમાં સંમત થયાં; પણ વાડીભાઈને આ વાતની ખબર પડી એટલે તે અકળાઈ ઊઠવ્યા. તે પિતાના નાના અને લાડકવાયા ભાઈને સાધુ બનવા દે તેમ નહોતા. આ વિરોધમાં કેટલેક સમય વ્યતીત થયે. અંતે રમણભાઈના દઢ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org