________________
શ્રમણભગવંત-૨ શ્રી વલ્લભસૂરિજી મહારાજ, શ્રી નીતિસૂરિજી મહારાજ, શ્રી ભૂપેન્દ્રસૂરિજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી લબ્ધિસૂરિજી મહારાજ, અસંખ્ય ઉપાધ્યાયે, પંન્યાસ, ગણિવર્યો અને મુનિભગવંતે તથા સાધ્વીજી સમુદાયની એટલી વિશાળ હાજરી હતી કે જેમાં શ્રાવકશ્રાવિકાઓને ડહેલાના ઉપાશ્રયના વિશાળ વ્યાખ્યાન હોલમાં બેસવાની જગ્યા મળી ન હતી. જીવનને પ્રારંભ નિર્દોષ બાલ્યજીવનથી કરી, સંયમજીવનના મધ્યાહુનકાળે પહોંચેલા પૂજ્યશ્રીને જ્ઞાનસમૃદ્ધ આત્મભાનુ ઢળતી સંધ્યાએ પણ પ્રકાશનાં રક્તરંગી કિરણોથી જેનશાસનને આલેકિત કરતાં અમરલોકને યાત્રી બનવા છતાં મૃત્યુલોકને પ્રકાશિત કરી રહ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાનવારસાના ઉત્તરાધિકારી પૂ. પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજને ડહેલાના ઉપાશ્રયની પાટ-પરંપરાના પ્રથમ આચાર્ય અને પટ્ટધર શિષ્ય તરીકે અનેક ગામ અને શહેરોમાં પ્રતિષ્ઠિત કર્યા. પૂ. પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજના અંતિમ શિષ્ય આચાર્યશ્રી વિજ્ય અશોકચંદ્રસૂરિજી મહારાજ વર્તમાનમાં પ્રભુશાસનની ભવ્ય પ્રભાવના કરી રહેલ છે.
પૂ. આચાર્ય શ્રી વિજયઅશચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી પિતાના ગુરુદેવશ્રી પૂ. પંન્યાસજી ધર્મવિજયજી મહારાજના નામથી સરીયર, ખીમાણુ, કંબઈ, ઉંદરા તથા પાટણમાં, પં. રત્નવિજયજી મહારાજના નામથી ખેતરવસીમાં, અને અન્ય અનેક ગામમાં પાઠશાળાઓ ચાલે છે. કોટિ કોટિ વંદન હજો એ પરમ પ્રભાવને ! સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી અમર રહો !
તપ-ત્યાગની અને જ્ઞાન–દયાનની સમૃદ્ધિથી જેમણે સમૃદ્ધ સમુદાયની
પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી : અપ્રતિમ પ્રતિભાશાળી : બાલબ્રહ્મચારી પૂજ્ય આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
અનેક પાવનકારી તીર્થધામેથી શોભતા ગૌરવશાળી ગુજરાતના ઉત્તર વિભાગમાં નાનકડું ગામ કુવાલા ભવ્ય જિનાલયે અને ઉપાશ્રયાદિ ધર્મસ્થાનોથી શોભી રહ્યું છે. શ્રદ્ધા અને સંસ્કારની શીતળ છાયામાં વસતા મહાનુભાવે વચ્ચે, મોતીની માળામાં હીરે ચળકે એ રીતે શ્રાદ્ધવર્ય શ્રી સવજીભાઈ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી દલીબાઈ ધાર્મિક વાતાવરણના રંગે રંગાઈ પિતાના જીવનને દીપાવી રહ્યાં હતાં. સાંસારિક સુખોપભેગની સામગ્રી વચ્ચે પણ ધર્મ સન્મુખ રહેતા સવજીભાઈ અને દલીબાઈને સં. ૧૯૫૦ના કારતક સુદ બીજને દિવસે એક યશસ્વી પુત્રયુગલની પ્રાપ્તિ થઈ મોટા પુત્રનું નામ સીરચંદ અને નાના પુત્રનું નામ રૂપચંદ રાખવામાં આવ્યું. બંને બાળકે તેજસ્વી હતાં અને તેમનામાં સુગ્ય સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. કાળક્રમે માતાપિતાના સ્વર્ગવાસે ભાઈ સીરચંદને યુવાનીના ઉંબરે આવતાં રંગરાગના વાતાવરણથી દૂર રહી, ત્યાગ અને વૈરાગ્યના પંથે વિચરવાનાં અરમાને જાગવા લાગ્યાં. એવામાં મહાન ધુરંધર,
જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજ્યજી મહારાજને સંપર્ક થયે, અને અંતરમાં પ્રગટેલી વૈરાગ્ય વધુ પ્રજવલિત થઈ. સ. ૧૯૬૯ના પોષ વદ ૧૦ના શુભ દિવસે પાટણ શહેરમાં ભવ્ય મહોત્સવ પૂર્વક, પરિવારની અનુમતિ પ્રાપ્ત કરી, સૌ કેઈના લાડીલા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org