________________
શાસનપ્રભાવક
પ્રતિભાથી આકર્ષાયેલા અનેક આત્માઓ સંયમમાર્ગના પથિક બન્યા. તેમના મુખ્ય શિષ્યમાં પૂ. મુનિશ્રી ચમનવિજ્યજી, મુનિશ્રી ચારિત્રવિજ્યજી, મુનિશ્રી સુરેન્દ્રવિજયજી અને મુનિશ્રી અશોકવિજયજી મહારાજની ગણના થતી. બીજના ચંદ્રની જેમ આગળ વધેલા મુનિશ્રી ધર્મવિજ્યજી મહારાજને અનેક સંઘોએ તથા સમુદાયના સાધુભગવંતે એ અત્યંત આગ્રહ સાથે સં. ૧૯૬૨માં મહામહોત્સવપૂર્વક ડહેલાના ઉપાશ્રયે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સામુદાયિક ઉત્તરદાયિત્વ પૂર્ણ કરવા અંગે પંન્યાસપદની સ્વીકૃતિ બાદ પરમેષ્ઠિના ત્રીજા પદ આચાર્ય પદ પર બિરાજમાન કરવામાં ડહેલાના ઉપાશ્રયના શ્રીસંઘને અને પાટણ ખેતરવસી અને અનેક ગામના શ્રીસંઘને આગ્રહ હોવા છતાં પદલિપ્સાથી નિઃસ્પૃહ એવા પૂ. પંન્યાસજી મહારાજે છેક સુધી ઇન્કાર જ કર્યો.
શ્રત પાસનાના અખંડ ઉપાસક શ્રી ધર્મવિજયજી મહારાજે પાટણ ખેતરવસી જેન ઉપાશ્રયમાં અને ડહેલાના ઉપાશ્રયમાં હસ્તલિખિત પ્રતના વિશિષ્ટ જ્ઞાનભંડારોની સ્થાપના કરી, અને જ્ઞાનધનના સુરક્ષહેતુ અત્યંત પરિશ્રમ ઉઠાવ્યું. આ જ્ઞાનભંડારે વિશે દેશવિદેશના વિદ્વાન પૃચ્છા કરતા હતા. ચારિત્ર, સંયમ અને તલસ્પર્શી શાસ્ત્રજ્ઞાન ધરાવતા પૂ. પંન્યાસજીની તે સમયે સાધુસમુદાયમાં સૂરિપદથી પણ અધિક પ્રતિષ્ઠા થઈ હતી. શાસનસમ્રાટ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આદિ ધુરંધર આચાર્યભગવંતે સમયે સમયે “ડહેલાના સમર્થ પંન્યાસજી પધારે.” એવા એવા શબ્દોથી સન્માનિત કરતા હતા. પૂ. પંન્યાસજી મહારાજના ધ્યાનસાધનાના કેન્દ્રબિન્દુ રૂપે પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મુખ્ય હતા. ત્રિકાળ દર્શન-વંદનના નિયમ સાથે કેટલાય દિવસે સુધી દાદાજીની પાવન છાયામાં પૂજ્યશ્રી સમાધિની ઊંડી અનુભૂતિને આનંદ અનુભવતા હતા. તેઓશ્રીએ અંતરની અનુભૂતિ દ્વારા જીવનયાત્રાની સમાપ્તિનાં ચિહને જાણી, પિતાના પટ્ટધર શિષ્ય તરીકે પરિપૂર્ણ યોગ્યતાના ધારક, પ્રકૃષ્ટ પ્રભાવશાળી પૂ. મુનિવર્ય શ્રી રવિવિજ્યજી મહારાજને ડહેલાના ઉપાશ્રયની પાટે ભવ્ય સમારેહપૂર્વક પંન્યાસપદ પર પ્રતિષ્ઠિત કર્યા. ઉત્કૃષ્ટ પ્રતિભા, મધુર કંઠ અને શાસ્ત્રીય ગ્રંથનું તલસ્પર્શી અધ્યયન હોવાના કારણે પૂજ્યશ્રીના ગણધરવાદને, માતા ત્રિશલાના વિલાપને, ગણધર ભગવાનશ્રી ગૌતમસ્વામીના વિલાપને પૂજ્યશ્રીને મુખકમલથી સાંભળવા માટે પર્યુષણ મહાપર્વના દિવસોમાં અનેક ભાવુક આત્માઓ પિતાના સ્થાનેથી પૂજ્યશ્રીની નિશ્રામાં આવી જતા.
નાતા દ ધવો મૃત્યુ—એ ન્યાયે ડહેલાના ઉપાશ્રયની ગૌરવમયી પાટપરંપરાના આ તેજસ્વી નક્ષત્રને પણ કાળયમની છાંય પડી. સં. ૧૯૯૦ના ચૈત્ર વદ ૭ની સાંજે પ-૨૫ કલાકે, રાજનગર અમદાવાદને આંગણે પ્રથમવાર અદ્વિતીય મુનિસંમેલનની મંગલ પૂર્ણાહુતિના સમાચાર જાણી, પૂજ્યશ્રીના આતમહંસે અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. આદર્શ ગુણોથી આકર્ષિત ભક્તવર્ગની આંખોથી વરસતા શ્રાવણ-ભાદરવા વચ્ચે શહેરના ઇતિહાસમાં અદ્વિતીય કહી શકાય એવા ઠાઠથી પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા નીકળી અને શેકમિશ્રિત ભક્તિભાવનાના અખંડ પ્રવાહની ધારા વચ્ચે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ રૂપે દેવવંદના અને મંગલક્રિયામાં જૈન સમાજના ધુરંધર આચાર્યો શ્રી સિદ્ધિસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org