________________
શારદા શિખર પાર પામે છે. કષ્ટથી કસાયેલો આત્મા કમસત્તા સામે ટક્કર ઝીલી શકે? જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે સમતાભાવે સહન કરવામાં જે કર્મનિર્જરાને લાભ થાય છે તે બીજી આરાધનામાં નથી થતો. કર્મનિર્જરાના મેટા સાધન પ્રત્યે કંટાળે લાવો તે સાધકની મોટામાં મોટી ખામી છે. પાસે પૈસા હય, સુખની સામગ્રી હેય તો જ મેક્ષની આરાધના થાય તે માન્યતા છેટી છે. મોક્ષની આરાધના સુખમાં અને દુઃખમાં બંને સ્થિતિમાં થઈ શકે છે. દુનિયા જેને ખરાબ માને તેને સમકિતી આત્મા અને મોક્ષને પથિક આત્મા સારું માને. મોક્ષને મુમુક્ષુ લોકોત્તર દષ્ટિવાળે હેય. તેનું દષ્ટિબિંદુ દુનિયાની દષ્ટિબિંદુથી જુદું જ હોય. - જેમણે રત્નત્રયીની આરાધના કરી છે એવા જંબુસ્વામી સુધર્માસ્વામી પાસે પહોંચ્યા અને વિનયપૂર્વક ત્રણ વખત વંદણ કરીને વિવેકપૂર્વક મીઠી મધુરી ભાષામાં બેલ્યા કે હે ભગવંત ! આપ જ્ઞાનના ભંડાર છે. તે આપની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા રાખું છું. જુઓ, જંબુસ્વામીને જાણવાની કેવી તીવ જિજ્ઞાસા જાગી છે. જ્યાં સુધી જીવની લાયકાત નથી ત્યાં સુધી આત્મગુણની પ્રાપ્તિ થતી નથી. પકવ્યા વિનાના કાચા માટલામાં પાણી ભરવામાં આવશે તે તરત ફૂટી જશે, કારણ કે તેમાં પાણી ભરવાની લાયકાત નથી. તેમ કાચા માટલા જેવા લાયકાત વિનાના માનવીને જે જ્ઞાન આપવામાં આવશે તે ટકી શકશે નહિ. આ જગતમાં વિદ્વાન વકતાઓ ઘણાં છે. પણ જે તે જ્ઞાન પ્રમાણે આચરણ નથી કરતા, ઈન્દ્રિઓનો નિગ્રહ નથી કરતા તે સાચા વિદ્વાન નથી. ભગવતની આજ્ઞા પ્રમાણે જેનું આચરણ છે તે સાચા જ્ઞાની છે. એવા સાચા જ્ઞાની પાસે જવાથી કલ્યાણ થાય છે. માત્ર વાણીના વસ્તૃત્વથી લોકોને રંજન કરનારા પિતે તરી શકતા નથી તે બીજાને તારવાની વાત જ કયાં ? કેઈ આત્મા એમ માને કે હું વ્યાખ્યાન વાંચીને લેકેને રંજન કરી દઉં તે મારી વાહ વાહ થાય. પણ ભગવાન કહે છે કે લેકોને ઘણુ વાર રંજન કર્યા. તેથી તારું કે બીજાનું કલ્યાણું થવાનું નથી. તારી વાહ વાહ હવા હવા થઈને ઉડી જશે. સંતના ભાવ એક જ હોવા જોઈએ કે હું શ્રાવક-શ્રાવિકાઓને વીતરાગ શાસનના રસીક બનાવું ને જલ્દી સ્વ–પરનું કલ્યાણ થાય તેમ કરું.
તમને કઈ દર્દ થાય ત્યારે હાસ્પિતાલમાં જાઓ છે. એ હોસ્પિતાલમાં દેહના દર્દો દૂર થાય છે અને આ વીતરાગ શાસનની હેસ્પિતાલમાં આત્માના દર્દ જન્મ-જરા અને મરણના રોગ નાબૂદ કરવામાં આવે છે. હેસ્પિતાલમાં દર્દીનું નિદાન કરનાર ડેકટર હોંશિયાર હોવા જોઈએ. જે ડોકટર ગમાર હોય તે દર્દીને રેગ ન મટે. કેઈને ઝાડા થયા હોય ને કોઈને કબજીયાત હોય તે બંનેને એક જ દવા આપે તે દદી વહેલો મરી જાય. જેને જેવું દર્દ હોય તેવી દવા અપાય ને રેગ નાબૂદ થાય તે તે સાચે ડેકટર છે. તેમ ભગવાનના સંત રૂપી ડોકટરની પાસે