________________
૨૫
શારદા શિખર
બંધુઓ ! જ્ઞાની કહે છે કે ઈન્દ્રિઓનું દમન કરો. જેની એક ઈન્દ્રિય છૂટી હોય છે તે મરણને શરણ થાય છે તે જેની પાંચે પાંચ ઈન્દ્રિઓ છૂટી હોય તેની શી દશા થાય? જે આત્માનું અહિત ન કરવું હોય તો ઈન્દ્રિઓનું દમન કરે ને આત્મસાધના સાધવા કટિબધ્ધ બનો. જંબુસ્વામી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને ઘેર આવ્યા. જેને પુત્રને પરણાવવાના કેડ છે એવા માતા-પિતાને આ વાતની ખબર પડતાં ખૂબ દુઃખ થયું. આંખમાં આંસુ સારતા માતા-પિતાએ ખૂબ સમજાવ્યા પણ જંબુસ્વામી તેમના વ્રતમાં અડગ રહ્યા. જંબુસ્વામીના માતાપિતાએ વેવાઈઓને આ વાતની જાણ કરી. ત્યારે તે કન્યાઓ કહે જે પતિનો માર્ગ તે અમારે માર્ગ. છેવટે લગ્ન થયા. ને લગ્નને બીજે દિવસે બધા સંયમ માર્ગે ચાલી નીકળ્યા. આવા સુવર્ણ પાત્ર સમાન જંબુસ્વામી હતા. તેવા જંબુસ્વામી સુધર્માસ્વામીને શું પૂછશે તે સુંદર ભાવે આઠમાં અધ્યયનમાં આવશે. તે સમજવા માટે વિષયોનું વમન, કષાયનું શમન અને ઇન્દ્રિઓનું દમન કરી અંતર પવિત્ર બનાવવું પડશે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૪ અષાડ સુદ ૧૫ ને ગુરૂવાર
તા. ૮-૭–૭૬ વિષય - “જીવનની સાર્થકતા માટે શું કરશો” ? સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
આ વિષમ કાળમાં વિરલ માર્ગ બતાવનાર, જગતની વિરલ વિભૂતી વીર ભગવંત અને વીતરાગ વાટિકામાં વિચરણ કરાવનાર સદ્ગુરૂદેવને વંદન નમસ્કાર કરું છું. ભગવંતે જગતના જીવને ઉપદેશ આપતા કહ્યું છે કે હે ભવ્ય છે ! અનંત પુણ્યના ઉદયે જીવ માનવભવ રૂપી રન્નાદ્વીપમાં આવે છે. પ્રબળ પુણ્યદયે આત્મસાધના કરવા માટે ઉત્તમ સામગ્રી પણ મળી ગઈ છે. આ માનવભવ રૂપી રન્નાદ્વીપ પામીને રત્નત્રયીનું શાશ્વત ધન ભેગું કરી લેવાનું છે. જેને રત્નત્રયીનું શાશ્વત ધન મળ્યું તેનું દ્રવ્ય અને ભાવ દારિદ્ર ગયું સમજી લે. રત્નત્રયી એ અમૂલ્ય અને અપૂર્વ ચિંતામણી છે.
દેવાનુપ્રિયે ! તમે કયું ધન મેળવવા રાત-દિવસ ધમાલ કરી રહ્યા છે, શાશ્વત કે નાશવંત ? શાશ્વત ધન મેળવશે તો શાશ્વત સુખ મળશે અને નાશવંત ધન મેળવશે તો નાશવંત સુખ મળશે. હવે કયું ધન મેળવવું છે તેનો વિચાર કરજે. અનાદિકાળથી અર્થ-કામની વૃત્તિઓએ આત્મા ઉપર અ જમાવ્યું છે. તેને જિન વાણીના શ્રવણથી દૂર કરી આત્માને પર ઘરમાંથી સ્વઘરમાં લાવવાનો છે. મહિના