________________
श्री सङ्घाचार भाष्यम्
છે. આ સંસ્કરણ વિસ્તૃત વિષયાનુક્રમ, કથાસૂચિ, દેવગુરુ સ્તુતિ, દેશના સંગ્રહ, સાક્ષી તરીકે અપાયેલા સુભાષિતોની સૂચિ, સાક્ષિગ્રંથ સૂચિ, સાક્ષિશ્લોક-અકારાદિસૂચિ વગેરે આપ્યા છે અને શ્રી સાગરજી મ.સા.એ સંસ્કૃતમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે.
આ પ્રસ્તાવનાનો કેટલોક સારાંશ આ પ્રમાણે છે. ભાષ્યકાર આ. દેવેન્દ્રસૂરિ મ.સા.ના શિષ્યરત્ન આ. ધર્મઘોષસૂરિજીએ જ વિસ્તૃત ટીકા રચી હોવાથી ગ્રંથના પદાર્થોના સ્પષ્ટીકરણમાં ક્યાંય ગૂચવાડો નથી.
જે વિવિધ મતાંતરોનું ખંડન પ્રસ્તુત ગ્રંથમાં છે તેની ટૂંકી વિગત આ પ્રમાણે છે. ૧. રાત્રે જિનાલયમાં જવાનો નિષેધ કરતાં ખરતરગચ્છીય વગેરેને વસુદેવહિંડીના સાક્ષીપાઠપૂર્વક ઉત્તર.
૨. જિનેશ્વર ભગવંત સમક્ષ નૈવેદ્ય, ફળ, બલિ વગેરેનો નિષેધ કરનાર પલ્લવિક વ.ને વસુદેવહિંડીના પાઠપૂર્વક ઉત્તર.
૩. ‘પઢમં હોડ઼ મંગŕ' પાઠ માનનાર અંચલગચ્છીય પક્ષકારને વિવિધ સાક્ષિપાઠો પૂર્વક ઉત્તર.
૪. જિનેશ્વર ભગવંત પાસે ઈરિયાવહિયા કરતાં સ્થાપના-સ્થાપવાના આગ્રહીને સ્કંદકચરિતના પાઠ દ્વારા સમાધાન.
૫. સિદ્ધોની પૂજાનો નિષેધ કરનારને ઉત્તર.
૬. દરેક અનુષ્ઠાનોમાં ઈરિયાવહિયા’ની જરૂરત ન માનનારને ઉત્તર. ૭. ચોથી થોય ન માનનારને ઉત્તર.
ચૈત્યવંદન ભાષ્યના પદાર્થોની વિસ્તૃત છણાવટ કરતો પ્રસ્તુત ગ્રંથ ઘણો મહત્ત્વનો છે. ચતુર્વિધસંઘમાં દરેકને માટે અત્યંત ઉપયોગી આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ વિદ્વધર્ય મુનિરાજશ્રી રાજપદ્મ વિ.મ. એ કર્યો છે. આ અનુવાદ થવાથી માત્ર ગુજરાતી સમજનારા ભાવુકો પણ આનાથી લાભાન્વિત થશે.
અનુવાદ કાર્ય કેટલું મુશ્કેલ હોય છે એની સમજ સાધારણ વાચકને આવી શકે નહીં. ગ્રંથકારના આશયને સમજીને સામાન્ય મામસ પણ સમજી શકે એવી સણરળ અને સુબોધ ભાષામાં આલેખન કરવું એ મોટો પડકાર છે. અનુવાદક મુનિશ્રીને ઘણાં ઘણાં ધન્યવાદ ! આ ગ્રંથોનું વાંચન કરી સહુ પ્રભુભક્તિમાં તરબોળ બને. વિધિ સાચવવાનો પૂરો ખ્યાલ રાખે એ જ આશા.
ચૈત્ર વદ-૯ શ્રી ભદ્ર-કીર્તિ વિહારધામ
મુ. વાઘપુરા, ભીલડીયાજી-ડીસા હાઈવે
પૂ.આ.ભ. શ્રી ભદ્રસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્ર વિજય મ.સા.ના વિનેય આ. વિજય મુનિચન્દ્રસૂરિ