________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મારૂપ અમૃતચંદ્રનો પ્રભાવ કરનારી આ દિવ્ય જ્ઞાનચંદ્રિકા રેલાવી પરંબ્રહ્મ અમૃતચંદ્ર - કવિ બ્રહ્માએ આ શબ્દબ્રહ્મની આવી દિવ્ય સૃષ્ટિ સર્જી છે ! તેમાં - “આત્મખ્યાતિનો સુજશ ગાતા અમૃત કળશો ભવ્ય જનોને અમૃત પીવાને પદે પદે સ્થાપ્યા છે, તે જાણે અમૃતચંદ્ર મહાકવિની કીર્તિના કીર્તિસ્થંભ સમા એમ ઝળહળતા અમૃત દીવા છે ! અમૃતચંદ્ર અત્યંત ઉછરંગથી - પરમ આત્મોલ્લાસથી તત્ત્વર્સિધુનું અમૃત મંથન કરી એકેક અમૃત કળશમાં “અનુભવ અમૃતચંદ્ર રૂપ અમૃતસિંધુ સંભૂત કરી દીધો છે ! ચૌદ પૂર્વનો સાર એવો જે સમયસાર, તેનો “આત્મખ્યાતિ’ મંથ વડે સાર લઈને વિશાનઘન તે અમૃતચંદ્ર એકેક અમૃત કળશમાં વિજ્ઞાનઘન એવું તે પરમ અમૃત જમાવ્યું છે, જાણે ગાગરમાં સાગર સમાવ્યો છે !
અને આમ શુદ્ધોપયોગી મહામુનીંદ્ર શાનદાનેશ્વરી શ્રી કુંદકુંદાચાર્યજી જગ_રુએ સમયનું આ પ્રાભૃત કરી જગતને તેનું પ્રાભૃત (ભટણું) કર્યું, દિવ્ય આત્માની વિખ્યાતિ કરતી “આત્મખ્યાતિ' પરમ અદ્ભુત મહાટીકાથી તે સમય પ્રાભૃતને તેવા જ જ્ઞાનદાનેશ્વરી મહામુનિચંદ્ર અમૃતચંદ્ર મહાપ્રાભૃત કર્યું. આવા આ મહાશાનદાનેશ્વરી બે જગદ્ગુરુની - કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યની જોડી - કે જેની જેડી જગતમાં જડવી દુર્લભ છે, તે માટે આ ભગવાનોનો દાસ કર જોડીને કહે છે કે આ જગદ્ગુરુની જોડી જુગ જુગ જીવો ! આ “ભગવાન'નું “અમૃત જ્યોતિ મહાભાષ્ય” ભગવાન અમૃતચંદ્રની દિવ્ય જ્યોતિને ઝળહળાવતું જગતને વિષે ઝળહળો !