________________
પરમશ્રુત પ્રભાવન કરતો, અમૃત કળશે અમૃત ભરતો, “આત્મખ્યાતિ' અમૃત પદ ધરતો, ભગવાન આ અમૃતપદ વરતો... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૮ “આત્મખ્યાતિ' અમૃત ગ્રંથ એવો, નિગ્રંથ ગૂંથ્યો અમૃત દેવે, તત્ત્વકળાથી પૂરણ ઝીલ્યો, સકળ કળાથી “ચંદ્ર' શું ખીલ્યો !... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૯ શાનચંદ્રિકા દિવ્ય રેલાવી, આતમ-અમૃતચંદ્ર પ્રભાવી, પરબ્રહ્મ અમૃતચંદ્ર આવી, શબ્દબ્રહ્મની આ સૃષ્ટિ સર્જવી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૦ આત્મખ્યાતિ’નો ગાતા સુજશો, પદ પદ સ્થાપ્યા અમૃત કળશો, ભવ્ય જનોને અમૃત પીવા, અમૃત કીર્તિના અમૃત દીવા... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૧ અમૃત મંથન અમૃતચંદ્ર, તત્ત્વસિંધુનું કરી ઉછરંગે, અમૃત કળશે અમૃતસિંધુ, સંભૂત કીધો અનુભવ ઈદુ... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૨ ચૌદ પૂર્વ સારો સમયસારો, “આત્મખ્યાતિ' મંથે લઈ તસ સારો, અમૃત કળશે અમૃત જમાવ્યો, વિજ્ઞાનઘન તે અમૃત સમાવ્યો... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૩ શાનદાનેશ્વરી શ્રી કુંદકુંદે, શુદ્ધોપયોગી મહામુનિ , સમયતણું આ પ્રાભૃત કીધું, જગગુરુ જગને પ્રાભૃત દીધું... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૪ આત્મખ્યાતિ’થી કરી તસ ખ્યાતિ, દિવ્ય સ્વાત્માની કરતી વિખ્યાતિ, મહાપ્રાભૃત તે કીધું સુઈદે, અમૃતચંદ્ર મહામુનિચંદ્ર... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૫ જ્ઞાન દાનેશ્વરી જગગુરુ જોડી, જગમાં જેની જડતી ન જોડી, દાસ ભગવાન આ કહે કર જોડી, જુગ જુગ જીવે જગગુરુ જોડી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૬ આત્મખ્યાતિની અમૃત જ્યોતિ, ઉદિત થઈ અમૃત જ્યોતિ, ટીકા ભગવાનની ‘અમૃત જ્યોતિ', જ્વલો જગમાં આ અમૃત જ્યોતિ..ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૭
અર્થાતુ - આ અમૃતચંદ્ર જ્યોતિ સર્વતઃ ઝળહળજો ! કેવી છે આ અમૃતચંદ્ર જ્યોતિ? કદી પણ ન ચળતા એના અચલિત ચિદાત્મા આત્મામાં આત્માને નિરંતર નિમગ્ન ધારતી અને સમસ્ત મોહને જેણે “ધ્વસ્ત કર્યો છે - સર્વનાશ કર્યો છે એવી અને આ “આત્મખ્યાતિ' અમૃતરસ પૂર્ણ અમૃત કૃતિ પૂર્ણ આ અમૃતવર્ષિણી “ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ” આવું પરમ અમૃત વર્ષાથી ને સાત્ત્વિક હર્ષથી પુલકિત થતી “મુદિત' થઈ છે - આનંદ આનંદ પામી ગઈ છે. સર્વ જ્યોતિથી “અતિશાયિ' - ચઢિયાતા તેજે કરી સ્વરૂપ સતેજે જે અમૃતચંદ્ર જ્યોતિ આત્મારૂપ અમૃતચંદ્રની ખ્યાતિને પદે પદે વિશ્વ વિખ્યાતિ કરી રહી છે અને સર્વ દેશ - કાળથી અનવચ્છિન્ન જે સર્વ દિશાથી સર્વ નિહાળે છે, એવી દૂર દૂરથી આકર્ષણ કરતી જે અમૃતચંદ્ર જ્યોતિ ચિદ્ ગગનમાં નિત્ય ચમકી રહી છે. વિભાવ ટળ્યાથી જે સદા વિમલ છે અને સ્વભાવ મળ્યાથી જે પૂર્ણ વિરાજે છે એવી આ ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ સર્વ દિશામાં ઝળહળો જેનો પ્રતિપંથિ વિરોધી જગતમાં છે નહિ ને પદે પદે જે શિવપથદર્શી - મોક્ષમાર્ગ દર્શાવનાર છે. એવો ‘નિસપત્ન’ - નિર્વિરોધી - નિરાવરણ પરમ પ્રભાવી સ્વભાવ પ્રકટ પ્રકાશ્યો છે. એવી આ અનુભવ અમૃતરસ વર્ષની ને ચકોર ચિત્તોને નિત્ય હર્ષતી આ ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ સર્વ દિશામાં ઝળહળજે !
આમ “પરમકૃતનું પ્રભાવન કરતો અમૃત કળશોમાં અમૃત ભરતો, ને “આત્મખ્યાતિ' રૂપ અમૃત પદ ધરતો આ ભગવાન અમૃતચંદ્ર અમૃત પદ વરે છે. એવો આ “આત્મખ્યાતિ' અમૃત ગ્રંથ પરમ નિગ્રંથ અમૃતચંદ્રાચાર્ય દેવે પૂર્ણ તત્ત્વકળાથી ગૂંથ્યો છે, તે સકલ – સોળે કળાથી જાણે “ચંદ્ર’ ખીલ્યો છે !
૫૩