________________ પુણ્યપાલ ચરિત-૧ ધીરે ધીરે સમય પસાર થયે તે નવ મહિના પૂરા થયા. દિવસ વધુ પસાર થયા તે વિદ્યા વિવેકને જન્મ આપે છે, તે પ્રમાણે કમલાવતીએ એક પુત્રરત્નને જન્મ આપે. હવે આનંદની શું વાત કહેવી ? મંત્રીને પહેલે પુત્ર હતા. અપાર આનંદ થશે. રાજા જિતશત્રુએ વધામણી મેકલી : - “તમારે પુત્ર ચિરાયુ થાય ! તમારી જેમ તે વિચક્ષણ અને ધર્મનિષ્ઠ બને. ભવિષ્યમાં યુવરાજ અરિમર્દનનો મંત્રી પણ તે બનશે.” તે પછી તે વધામણીની હાર લાગી ગઈ. બધા સચિવ અને આમાએ વધામણું મેકલી. એ બધા મંત્રીભવનમાં આવ્યા. જે દિવસે નામકરણ સંસ્કાર થયા, તે દિવસે રાજા જિતશત્રુ પણ આવ્યા. મંત્રી સુબુદ્ધિએ વિરાટનગરના લોકેને ભોજન આપ્યું. બધાએ ખાધું. યાચકને નવાં કપડાં મળ્યાં. ધામધૂમથી ઉત્સવ ઊજવવામાં આવ્યું. આખી રાત ગીત-સંગીત ચાલ્યું. પૂર્વ સંકલ્પ પ્રમાણે મંત્રીએ પિતાના પુત્રનું નામ પુણ્યપાલ” રાખ્યું. બધાને આ નામ - ખૂબ ગમ્યું. મોટા ઘરનાં બાળકનું જે રીતે પાલન-પોષણ થાય છે, તે રીતે પુણ્યપાલનું પાલન-પોષણ થવા લાગ્યું. પાંચ - દાસીઓ પુણ્યપાલને પાળતી. એક દૂધ પિવડાવવા માટે હતી. એક સ્નાન કરાવતી. એક તેને રમકડાંથી રમાડતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust