________________
૧૬ ૧/૧/૪
પ્રમાણમીમાંસા
ग्रहीष्यमाणग्राहिपा इव गृहीतग्राहिणोऽपि नाप्रामाण्यम् ॥ ४ ॥ ६ १५. अयमर्थः-द्रव्यापेक्षया वा गृहीतग्राहित्वं विप्रतिषिध्येत पर्यायापेक्षया वा ? तत्र पर्यायापेक्षया । धारावाहि ज्ञानानामपि गृहीतग्राहित्वं न सम्भवति,
૧૪ શંકાકાર > સમ્ય અર્થ નિર્ણય આવું લક્ષણ યોગ્ય નથી, કારણ કે આ તો ગૃહીતગ્રાહીમાં ઘટી શકે છે અને જણાયેલા પદાર્થને જાણવા પ્રવૃત્ત થયેલ પ્રમાણ-જ્ઞાન નકામું પિષ્ટપેષણ જ કરે છે ને. વળી તેવાં જ્ઞાનને પ્રમાણ માનતા ગૃહીતગ્રાહી ધારાવાહી જ્ઞાનો ને પણ પ્રમાણ રૂપે માનવાનો પ્રસંગ આવશે. માટે “અપૂર્વ અર્થનો નિર્ણય તે પ્રમાણમાં એવું લક્ષણ કરવું જોઇએ. એટલે જે જ્ઞાન પહેલાં નહિ જાણેલા પદાર્થનો નિશ્ચય કરે તે જ્ઞાન પ્રમાણ કહેવાય. પરીક્ષા મુખ ૧-૧માં કહ્યું છે કે સ્વનો અને અપૂર્વ અર્થનો નિશ્ચય કરનાર જ્ઞાન પ્રમાણ છે. અને વળી મીમાંસક પ્રભાકરે પણ કહ્યું છે કે “અપૂર્વ અર્થને પ્રકાશિત–ગ્રહણ કરનાર જ્ઞાન તે પ્રમાણ છે.” આચાર્ય મહારાજ સમાધાન કરતા કહે છે કે...
ગ્રહીષ્યમાણ = જ્ઞાન દ્વારા હવે જે ગ્રહણ ક્રવામાં આવશે તે પદાર્થને ગ્રહણ ક્રનાર જ્ઞાન અપ્રમાણ નથી તેમ ગૃહીત – જ્ઞાન દ્વારા પૂર્વે વિષય બનાવેલ છે તે પદાર્થને ગ્રહણ ક્રનાર જ્ઞાન
પણ અપ્રમાણ નથી. || ૪ | [પ્રમાતા જ્યારે પણ કોઈ પ્રમેય પદાર્થનું જ્ઞાન કરે છે, ત્યારે પોતાને સામે પર્યાયો જ જોવા મળે છે, મૃતપિંડ આ પણ એક માટીનો પર્યાય છે અને ઘડો પણ, એટલે આંખથી આકાર-રૂપ વિગેરે ગ્રહણ થાય છે, તો જીભથી રસ, એમ ગ્રહણ કરાતા તે પર્યાયોથી દ્રવ્ય અભિન હોવાથી તેનું પણ ભાન થઈ જ જાય છે. એટલે કે ભૂતમાં જે પર્યાય યુક્ત દ્રવ્યને જોયું હોય તેજ દ્રવ્ય ભવિષ્યમાં ગ્રહણ થવાનું છે. જેમકે પૂર્વે વલયપર્યાયનું જ્ઞાન કર્યું ત્યારે તેનાથી અભિન્ન સુવર્ણનું જ્ઞાન થઈ ગયું, અને હવે પછી ગૃહીષ્યમાણ-અનાગત પર્યાય જે કુડલ છે કે જે પ્રમાતાના જ્ઞાનમાં અત્યાર સુધી આવ્યો નથી તેવા કુણ્ડલને ગ્રહણ કરનારું જ્ઞાન પણ તે જ સુવર્ણને તો જાણશે. એમ પર્યાયની અપેક્ષાએ ગૃહીત અને ગૃહીષ્યમાણ બને પદાર્થ ભિન પડે છે, પરંતુ સુવર્ણ તો તેનું તેજ છે, માટે દ્રવ્ય અપેક્ષાએ તો
૨- ૦ ૦ -૦I ૧ કારણ કે જ્ઞાનનો સામાન્ય અર્થ તો આવોજ છે કે અજ્ઞાતને જાણવું, જ્યારે ગ્રંથની શરૂઆતમાં તેના પ્રયોજન રૂપે લખેલું મળે છેકે શ્રોતાને તે વિષયનું જ્ઞાન મળે, હવે પહેલેથી જ્ઞાન હોય તો પ્રયોજન ઘટી ન શકે, જેને જ્ઞાન હશે તે શ્રોતા જાણવા પ્રવૃત્ત થતો નથી. વળી જ્ઞાનાવરણીયને આપણે આંખ આડા પાટા સમાન કહ્યું છે અને પાટા દૂર થવારૂપ જ્ઞાન થયું એનો મતલબ પહેલા અજ્ઞાન હતું, ધારાવાહી જ્ઞાનમાં આ વાત ઘટી શકતી નથી. આમ હોવા છતા “સમ્યગુ અર્થ નિર્ણય” આ તમારું લક્ષણ તેમાં ઘટી જાય છે, માટે તેને પ્રમાણ માનવાની આપત્તિ આવશે. માટે અમારી વાતને વિચારો એમ ભલામણ કરવા શંકાકારે આ વાત અહીં રજૂ કરી છે. ૨ પ્રભાકર મીમાંસકનો પણ આવો મત છે કે અગૃહીતને ગ્રહણ કરનાર જ્ઞાન જ પ્રમાણ છે, એમ અન્ય હવાલો પણ ઉપરની વાતને પોષણ કરનાર છે.